Home /News /tech /

Jack Dorsey Resign: twitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન

Jack Dorsey Resign: twitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન

જૈક ડોર્સીની ફાઈલ તસવીર

Twitter CEO Jack Dorsey Resign: ડોર્સેએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે મેં ટ્વીટર છોડવાનો વિચાર બનાવી લીધો છે. મને વિશ્વાસ છે કે કંપની પોતાના સંસ્થાપકોથી અલગ હટીને આગળ વધવાની સ્થિતિમાં આવી ચુકી છે.

    નવી દિલ્હીઃ ટ્વીટરના સીઈઓ જૈક ડોર્સીએ પોતાના (Twitter CEO Jack Dorsey Resign) પદથી હટી રહ્યા છે. તેમની જગ્યાએ કંપનીના CTO પરાગ અગ્રવાલ (Parag agrawal) લઈ શકે છે. સીએનબીસીની રિપોર્ટ પ્રમાણે જૈક ડોર્સી અત્યાર સુધી ટ્વીટર અને સ્ક્વાયરના સીઈઓ તરીકે કામ કરી રહ્યા હતા. સ્કાયર જૈક ડોર્સનું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ (Digital payment platform) છે. ટ્વીટરે કહ્યું છે કે જૈક ડોર્સી કંપનીના બોર્ડ ઓફ મેમ્બર વર્ષ 2022ના અંત સુધી બન્યા રહેશે.

    ડોર્સેએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે મેં ટ્વીટર છોડવાનો વિચાર બનાવી લીધો છે. મને વિશ્વાસ છે કે કંપની પોતાના સંસ્થાપકોથી અલગ હટીને આગળ વધવાની સ્થિતિમાં આવી ચુકી છે. હવે પરાગ અગ્રવાલ ઉપર ટ્વીટરની જવાબદારી હશે.

    માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેક ડોર્સીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. જેક ડોર્સીએ ટ્વિટર પર એક નિવેદન બહાર પાડ્યું.



    જેમાં તેણે કહ્યું, "સ્થાપકથી સીઈઓ સુધી, અધ્યક્ષથી એક્ઝિક્યુટિવ ચેર સુધી, પછી વચગાળાના સીઈઓ પછી સીઈઓ સુધી, કંપનીમાં લગભગ 16 વર્ષ પછી, આખરે મેં છોડવાનો નિર્ણય કર્યો છે (Twitter) ". સમય આવી ગયો છે. જેકે પોતાના નિવેદનના અંતમાં કહ્યું છે કે Twitter Inc. માટે મારી એક જ ઈચ્છા છે કે તે વિશ્વની સૌથી પારદર્શક કંપની બની રહે.

    જેક ડોર્સીએ ટ્વીટ કર્યું, "ખબર નથી કે કોઈએ સાંભળ્યું છે કે નહીં, પરંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામું આપી દીધું છે." જેકનું પદ હવે ભારતીય અમેરિકન પરાગ અગ્રવાલ સંભાળશે.

    આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: સિંહ રાશિના લોકો માટે લાંબા ગાળાના નિર્ણયો જોખમી, જાણો રાશિફળ

    અગાઉ એક વખત રાજીનામું આપી ચૂક્યા છે
    તમને જણાવી દઈએ કે, જુલાઈ 2006માં ટ્વિટર યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર પ્રથમ ટ્વિટ તેના કો-ફાઉન્ડર અને સીઈઓ જેક ડોર્સીએ કર્યું હતું. સીઈઓ તરીકે ડોર્સીનો પ્રથમ કાર્યકાળ 2008 સુધી ચાલ્યો હતો. તે પછી CEO ડિક કોસ્ટોલોએ પદ છોડ્યા પછી 2015 માં બોસ તરીકે ટ્વિટર પર પાછા ફર્યા હતા. આજે સમગ્ર વિશ્વમાં ટ્વિટરના લાખો વપરાશકર્તાઓ છે.

    આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટ

    પરાગ અગ્રવાલ સમક્ષ આ પડકારો
    ઇલિયટ મેનેજમેન્ટના સ્થાપક અને અબજોપતિ રોકાણકાર પોલ સિંગરે કહ્યું હતું કે જેક ડોર્સીએ બે જાહેર કંપનીઓમાંથી એકના CEO પદેથી રાજીનામું આપવું જોઈએ. હવે ડોર્સીના પદ પરથી રાજીનામું આપતાં નવા સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વિટરના આંતરિક લક્ષ્યોને પૂર્ણ કરવા પડશે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે 2023 ના અંત સુધીમાં 315 મિલિયન દૈનિક સક્રિય વપરાશકર્તાઓ અને ઓછામાં ઓછી વાર્ષિક આવક બમણી કરવાનું લક્ષ્ય રાખે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Twitter

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन