Home /News /tech /

TVS ટૂંક સમયમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે, વધુ રેન્જ અને રહેશે શાનદાર અનુભવ

TVS ટૂંક સમયમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે, વધુ રેન્જ અને રહેશે શાનદાર અનુભવ

ટીવીએસ અપકમિંગ ઈલેક્ટ્રીક સ્કૂટર

TVSના નવા ક્રિઓન-આધારિત ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooter) માં iCube ની સરખામણીમાં ઝડપી અને વધુ આક્રમક સ્ટાઇલ હશે. TVSના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને સ્પોર્ટી, મેક્સી-સ્ટાઈલવાળી પ્રોફાઇલ મળવાની શક્યતા છે

    નવી દિલ્હી : ભારતની ત્રીજી સૌથી મોટી ટુ-વ્હીલર કંપની TVS ટૂંક સમયમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooter) લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસ માટે રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું છે. જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, મોટરસાઇકલ અને થ્રી-વ્હીલર વાહનોનો સમાવેશ થશે. આગામી ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી એક ક્રિઓન કોન્સેપ્ટ પર આધારિત હોઈ શકે છે, જે 2018 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. બેંગ્લોરમાં ટેસ્ટિંગ દરમિયાન સમાન ડિઝાઈન સાથેનું એક સ્કૂટર જોવા મળ્યું છે.

    TVS હાલમાં iQube ઇલેક્ટ્રિક સ્કૂટર વેચે છે. તાજેતરમાં તેનું અપડેટેડ 2022 મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ iQube, iQube S અને iQube STમાં કુલ ત્રણ વેરિઅન્ટ ઉપલબ્ધ છે. તેની ડિઝાઇન અને સ્ટાઇલ અગાઉના મોડલ જેવી જ છે. તેમાં 10 કલર ઓપ્શન પણ મળે છે.

    2023 TVS Creon ઇલેક્ટ્રિક સ્કૂટર

    TVSના નવા ક્રિઓન-આધારિત ઇલેક્ટ્રિક સ્કૂટરમાં iCube ની સરખામણીમાં ઝડપી અને વધુ આક્રમક સ્ટાઇલ હશે. TVSના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને સ્પોર્ટી, મેક્સી-સ્ટાઈલવાળી પ્રોફાઇલ મળવાની શક્યતા છે. iQube ની તુલનામાં, તે મુખ્યત્વે પ્રદર્શન માટે રચાયેલ છે. તેમાં iCube જેવી ઘણી સુવિધાઓ પણ હોઈ શકે છે. સ્પોટેડ સ્કૂટરમાં સીટની ઉંચાઈ ઓછી છે અને એર્ગોનોમિકલી મૂકવામાં આવેલા હેન્ડલબાર સાથે આરામદાયક રાઈડિંગ પોસ્ચર છે. સીટ લાંબી અને પહોળી છે અને પાછળ બેસવા માટે પણ પૂરતી જગ્યા છે.

    આ પણ વાંચો31 ઑગસ્ટ પછી મોંઘી થશે ફ્લાઇટ ટિકિટ, સરકારે હટાવી ભાડાની લિમિટ

    પ્રદર્શન વધુ સારું રહેશે

    TVSના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું પરફોર્મન્સ iCube કરતા વધુ સારું રહેશે. 2018 ઓટો એક્સ્પોમાં દર્શાવવામાં આવેલ ક્રિઓન કોન્સેપ્ટ ટ્રિપલ બેટરી પેકથી સજ્જ હતું, જે 12 kW પાવરનું ઉત્પાદન કરે છે. સ્કૂટરની રેન્જ લગભગ 80 કિમી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તે 5.1 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. નવા iQubeનું ટોપ-સ્પેક વેરિઅન્ટ ડ્યુઅલ બેટરી પેકથી સજ્જ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: E vehicle, Electric scooter, Electric vehicles, Tvs

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन