Home /News /tech /

TVS વિક્ટર SBT થયું લોન્ચ, ભાવ છે માત્ર 54 હજાર રૂપિયા

TVS વિક્ટર SBT થયું લોન્ચ, ભાવ છે માત્ર 54 હજાર રૂપિયા

ટીવીએસે તેની બાઇક વિકટરને અપગ્રેડ કરી દીધી છે હવે આ બાઇકમાં SBT ફિચર છે જોકે ખાસ વાત એ છે કે અપગ્રેડની સાથે તેનાં ભાવમાં કંઇ વધુ વધારો કરવામાં આવ્યો નથી.

ટીવીએસે તેની બાઇક વિકટરને અપગ્રેડ કરી દીધી છે હવે આ બાઇકમાં SBT ફિચર છે જોકે ખાસ વાત એ છે કે અપગ્રેડની સાથે તેનાં ભાવમાં કંઇ વધુ વધારો કરવામાં આવ્યો નથી.

નવી દિલ્હી: 1 એપ્રિલથી ટૂ વ્હિલર્સ વાહોમાં SBT/ABS મહત્વપૂર્ણ છે. જેને જોતા જ તમામ ટૂ વ્હિલર્સ કંગનીઓ તેમનાં વાહનોમાં ABS સેવા આપી રહ્યાં છે. હાલમાં આ લિસ્ટમાં TVSનું નામ પણ જોડાઇ ગયુ છે. જેને વિક્ટરનો સિંક્રોનાઇઝ્ડ બ્રેકિંગ ટેક્નોલોજીની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે નવી વિક્ટરમાં આપને તમામ સેફ્ટી નોર્મ્સ મળશે. TVS વિક્ટર SBT બે વેરિએન્ટમાં ઉપલબ્ધ રહેશે.

જે TVS વિક્ટર SBTની ડ્રમ વેરિએન્ટનાં ભાવ 54,682 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ડિસ્ક વેરિએન્ટનો ભાવ 56,682 રૂપિયાથી શરૂ થાય છે. ડિસ્ક વેરિએન્ટનાં પ્રીમિયમ એડિશન આપને 57,662 રૂપિયામાં મળશે. આ અપડેટ બાદ પણ બાઇકનાં ભાવમાં કંઇ વધુ વધારો કરવામાં આવ્યો નથી. નવી TVS વિક્ટરનો ભાવ નોન SBI બાઇકથી માત્ર 640 રૂપિયા વધુ છે. જે ગ્રાહકો માટે ફાયદાકારક સૌદો સાબિત થશે.

TVS વિક્ટરને પ્રીમિયમ એડિશનમાં ક્રોમ ફિનિશ અને ક્રેશ ગાર્ડ મળે છે. જ્યારે બાઇકનું એન્જિન એક ગોલ્ડન કેસમાં બંધ હોયછે. તેની સાથે જ પ્રીમિયમ એડિશનમાં ડ્યુઅલ ટોન સીટ આપામાં આવી છે. જે ચાર રંગ, બ્લેક ગોલ્ડ, રેડ ગોલ્ડ, મેટ બ્લૂ અને મેટ સિલ્વરમાં ઉપલબ્ધ છે. તો બાઇક બ્લૂ,ગ્રે, બ્લેક, સિલ્વર, રેડ અને બ્લેક કલરમાં  આવશે.

બાઇકમાં આપને LED DRLS મળે છે. જે હવે સુરક્ષા માટેનો હત્વપૂર્ણ ભાગ છે. હાજમાં બાઇકમાં એસબીટી ઉપરાંત વધુ કંઇ બદલાવ કરવામાં આવ્યા નથી. બાઇક તે જ જુના 110 સીસીનાં સિંગલ સિલેન્ડર એન્જિન પર છે. જે 7,500 RPM પર 9.5 હોર્સપાવરની તાકાત અને 6000 RPM પર 9.4 NMનું ટોર્ક ધરાવે છે.
First published:

Tags: Features, Price, Sbt new bike, Tvs victor, ટેકનોલોજી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन