હવે માત્ર 5000 રૂપિયા આપીને ઘરે લઇ આવો શાનદાર બાઇક

News18 Gujarati
Updated: October 25, 2018, 11:00 AM IST
હવે માત્ર 5000 રૂપિયા આપીને ઘરે લઇ આવો શાનદાર બાઇક
આ બાઇક તમે માત્ર 4થી 5 હજાર રૂપિયા આપીને ખરીદી શકો છો.

આ બાઇક તમે માત્ર 4થી 5 હજાર રૂપિયા આપીને ખરીદી શકો છો.

  • Share this:
જો તમારૂ બજેટ ઓછુ છે અને તમે એક શાનદાર બાઇક ખરીદવાની શોધમાં છો તો તમે માત્ર થોડા હજાર જમા કરાવીને એક સુપર બાઇક લાવી શકો છે. ભારતમાં
આ સમયે બાઇકનું બજાર ખૂબ જ ગરમ છે. વાહન કંપનીઓ તહેવારને જોતા એકથી એક વધીને સારી ઓફર લાવી રહી છે. જેમા તેમે ઓછી રકમ આપીને એક શાનદાર
બાઇકના માલિક બની શકો છો.

જુઓ, એવી કઇ બાઇક છે તમે માત્ર 4થી 5 હજાર રૂપિયા આપીને ખરીદી શકો છો.

ટીવીએસ કંપની હંમેશા તેમના ગ્રાહકોને સંતોષવા માટે સમર્થ રહી છે. કંપનીએ ટીવીએસ સ્પોર્ટ મોટર સાઇકલને ભારતમાં જ્યારે લોન્ચ કરી ત્યારથી આજ સુધી આ બાઇક સામાન્ય વ્યક્તિની પહેલી પસંદ છે.

ટીવીએસની આ બાઇકની કિંમતની સાથે-સાથે માઇલેજમાં પણ કોઇ તોડ નથી. કંપની આ બાઇક એક લીટરમાં 95 કિ.મી સુધી ચલાવવાનો દાવો કરે છે. આ બાઇક માર્કેટમાં ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. જો કે સ્પોક વ્હીલ, એલોય વ્હીલ અને સેલ્ફ સ્ટાર્ટ એલોય વ્હીલ છે.શું છે ફિચર્સ?

ટીવીએસના આ સ્પોર્ટસ બાઇકમાં, કંપનીએ 100 સીસીનું એન્જિન આપ્યું છે જે 7.40 બીએચપી ટોર્ક પ્રદાન કરે છે. તે એટલી હળવી બાઇક છે કે તે ચલાવવામાં તમને બિલકુલ વજન નથી લાગતું કારણ કે વજન માત્ર 100 કિલોગ્રામછે.

કેટલી છે કિંમત?

વાત કરીએ કિંમતની તો, આ બાઇકની બેઇસ વેરિએન્ટની કિંમત 37 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેની ટોચની વેરિઅન્ટની કિંમત રૂ. 47,174 રૂપિયા સુધી છે.
First published: October 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading