Home /News /tech /TVS iQube અને Ola S1 Pro માંથી કયું ઈ-સ્કૂટર છે બેસ્ટ? જુઓ રેન્જ, કિંમત, ફીચર્સ મામલે બંનેનું કમ્પેરિઝન

TVS iQube અને Ola S1 Pro માંથી કયું ઈ-સ્કૂટર છે બેસ્ટ? જુઓ રેન્જ, કિંમત, ફીચર્સ મામલે બંનેનું કમ્પેરિઝન

Ola S1 Pro ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું.

2022 TVS iQube vs Ola S1 Pro: અહીં iQube અને ઓલા એસ 1ની કિંમત, રેન્જ અને ફીચર્સની સરખામણી કરવામાં આવી છે જેથી તમને એ જાણવામાં મદદ મળશે કે કયું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું યોગ્ય છે.

2022 TVS iQube vs Ola S1 Pro: ટીવીએસ (TVS)એ હાલમાં જ નવું આઈક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. નવા અપડેટ સાથે સ્કૂટરમાં હવે ઘણાં નવા ફીચર્સ સાથે એક મોટું બેટરી પેક પણ જોડવામાં આવ્યું છે. આ ભારતીય બજારમાં ઓલા એસ1 ને કાંટાની ટક્કર આપે છે, જે આ સેગમેન્ટમાં સૌથી પોપ્યુલર ઇલેક્ટ્રિક સ્કૂટર છે.

અહીં આજે અમે iQube અને ઓલા એસ 1ની કિંમત, રેન્જ અને ફીચર્સની સરખામણી કરી રહ્યા છીએ, જેથી તમને એ જાણવામાં મદદ મળશે કે કયું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું યોગ્ય છે.

ફીચર્સ (TVS iQube Vs Ola S1 Pro Features)

નવા ટીવીએસ આઈક્યુબ ઈ-સ્કૂટરને ફીચર્સ મામલે ઘણું અપડેટ કરવામાં આવ્યું છે. તેમાં હવે 5-ઇંચની ફુલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળે છે, જ્યારે S વેરિઅન્ટમાં તેના બદલે 7-ઇંચની મોટી સ્ક્રીન મળે છે. ‘એસટી’ વેરિઅન્ટમાં 7-ઇંચ ટચસ્ક્રીન મળે છે. ST વેરિઅન્ટમાં 32 લિટરનું મોટું સ્ટોરેજ મળે છે, જ્યારે અન્યમાં 17-લિટર સ્ટોરેજ મળે છે. સાથે જ S અને ST વેરિઅન્ટમાં એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન મળે છે. આ ઉપરાંત આઈક્યુબમાં એન્ટી-થેફ્ટ એલર્ટ, ક્રેશ એલર્ટ, લાઈવ વ્હીકલ ટ્રેકિંગ, સર્વિસ એલર્ટ, ઇનકમિંગ કોલ/મેસેજ એલર્ટ, નેવિગેશન અસિસ્ટ, લાસ્ટ પાર્ક કરવામાં આવેલ લોકેશન, કાર્બન ફૂટપ્રિન્ટ ટ્રેકર જેવા ફીચર્સ મળે છે.

આ પણ વાંચો: ઉનાળામાં કારથી લૉન્ગ ટ્રિપ પર નીકળતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર થઈ જશે મુસીબત!

બીજી તરફ Ola S1 અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ સાથે આવે છે જેમ કે ફુલ LED લાઇટિંગ પેકેજ અને નેવિગેશન સાથે 7.0-ઇંચ ટચ ડિસ્પ્લે. આ ડિસ્પ્લે 3GB RAM સાથે ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે WiFi, Bluetooth અને 4G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. S1 Proમાં ક્રૂઝ કંટ્રોલ, વોઈસ અસિસ્ટ અને હિલ હોલ્ડ જેવા ફીચર્સ મળે છે.

રેન્જ

TVS iQubeમાં 5.1 kWh બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 145 કિમીની રેન્જ આપી શકે છે. તો Ola S1 માં 3.97kWh બેટરી પેક ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આમાં યુઝર્સને સિંગલ ચાર્જમાં 181 કિમીની રેન્જ મળે છે.

આ પણ વાંચો: ફુલ ચાર્જમાં 150Km સુધીની રેન્જ અને કિંમત માત્ર 75,000 રૂપિયા! આ સપ્તાહમાં લોન્ચ થયા 3 Electric Scooters

કિંમત

iQube ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 98,564 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્કૂટરને ત્રણ વેરિઅન્ટ્સ TVS iQube, iQube S અને iQube STમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. S વેરિઅન્ટની કિંમત 1,08,690 રૂપિયા, જ્યારે ST વેરિઅન્ટની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રાઇસ ટેગ હાલમાં જ વધારવામાં આવી છે. Ola Electric S1 Proની નવી કિંમત હવે 1.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
First published:

Tags: Auto news, Electric scooter, Gujarati tech news, Ola Scooter, Tvs