TVSએ લોન્ચ કર્યું ઈલેક્ટ્રીક સ્કૂટર iQube, એક વખત ચાર્જ કરવા ચાલશે 75 કિલોમીટર

TVSએ લોન્ચ કર્યું ઈલેક્ટ્રીક સ્કૂટર iQube, એક વખત ચાર્જ કરવા ચાલશે 75 કિલોમીટર
ઈલેક્ટ્રીક સ્કૂટર ટીવીએસ આઈક્યૂબ

મહત્તમ ગતિ મર્યાદા 78 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ઇ-સ્કૂટર એક વખત ચાર્જ બાદ 75 કિ.મી. દોડી શકે છે.

  • Share this:
    નવી દિલ્હી : દેશની જાણીતી ટૂ-વ્હીલર નિર્માતા કંપની ટીવીએસ મોટર કંપની (TVS Motor Company)એ ગુરૂવારે દિલ્હીમાં પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર ટીવીએસ આઈક્યૂબ (TVS iQube) લોન્ચ કર્યું છે. આ સ્કૂટર (TVS iQube Price)ની દિલ્હીમાં કિંમત 1,08,012 રૂપિયા છે. આ કિંમત ફેમ-બે અને દિલ્હી રાજ્યની સબસિડી બાદ હશે.

    એકવાર ચાર્જ થઈ ગયા પછી, તે 75 કિલોમીટર સુધીની મુસાફરી કરાવશે


    ટીવીએસ મોટર કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ટીવીએસ આઈક્યુબ પાસે 4.4 કેવીની ઇલેક્ટ્રિક મોટર છે. તેની મહત્તમ ગતિ મર્યાદા 78 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ઇ-સ્કૂટર એક વખત ચાર્જ બાદ 75 કિ.મી. દોડી શકે છે. શૂન્યથી 40 કિ.મી.ની ઝડપ પકડવામાં તે 4.2 સેકન્ડનો સમય લેશે.

    આ પણ વાંચો - ...અને એક શિક્ષિકા રાતો-રાત લખપતિ બની ગઈ, જાણો - શું છે આ રસપ્રદ મામલો

    ટીવીએસ આઈક્યુબ જાન્યુઆરી 2020માં બેંગલુરુમાં રજૂ કરાઈ હતી
    કંપનીએ અગાઉ જાન્યુઆરી 2020માં બેંગ્લોરમાં ટીવીએસ આઈક્યુબ લોન્ચ કર્યું હતું. કંપનીએ કહ્યું કે, મહામારી હોવા છતાં આ વાહનને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

    આ પણ વાંચો - બેન્કોમાં 35,000 કરોડ રૂપિયા જમા! જે લેવાવાળુ કોઈ નથી, જોઈલો તમારા પૈસા તો નથી ફસાયાને

    કંપનીના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ કે.એન.રાધાકૃષ્ણને કહ્યું કે, ટીવીએસ આઇક્યૂબ એ એક અદ્યતન ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેઇન અને આાગામી પેઢીના ટીવીએસ સ્માર્ટએક્સોનેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું, "બેંગલુરુમાં સફળતા બાદ હવે દિલ્હીમાં પણ આ ઉત્પાદન વેચાણની નવી ઊંચાઈને સ્પર્શસે, તેવો અમને વિશ્વાસ છે."

    કંપનીએ ટીવીએસ આઈક્યુબનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ બુક કરાવી શકે છે.
    Published by:kiran mehta
    First published:February 04, 2021, 22:04 pm