TVSએ લોન્ચ કર્યું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, પહેલી વખત મળશે બહુ બધા ફીચર્સ અને લાંબી રેન્જ, જાણો કિંમત
TVSએ લોન્ચ કર્યું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, પહેલી વખત મળશે બહુ બધા ફીચર્સ અને લાંબી રેન્જ, જાણો કિંમત
TVSએ 2022 iQube ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે.
TVS iQube Electric Scooter 2022: ગ્રાહક આજથી iQube અને iQube Sનું બુકિંગ કરી શકે છે, જ્યારે iQube STનું પ્રિ-બુકિંગ થઈ શકે છે. સ્કૂટરની ડિલીવરી તરત શરુ થઈ જશે.
TVS iQube Electric Scooter 2022: TVSએ બુધવારે 2022 iQube ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તેની શરૂઆતી ઓન-રોડ કિંમત રૂ. 98,564 પર લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં FAME અને રાજ્ય સરકાર તરફથી મળતી સબસિડી પણ સામેલ છે. સ્કૂટરને ત્રણ વેરિઅન્ટ્સ- TVS iQube, iQube S અને iQube STમાં લોન્ચ કરવામાં આવ્યું છે. S વેરિઅન્ટની કિંમત 1,08,690 રૂપિયા અને ST વેરિઅન્ટની કિંમતનો હજુ ખુલાસો થયો નથી.
ગ્રાહક આજથી આઈક્યુબ અને આઈક્યુબ એસનું બુકિંગ કરી શકે છે, જ્યારે આઈક્યુબ એસટીનું પ્રિ-બુકિંગ થઈ શકે છે. સ્કૂટરની ડિલીવરી તરત શરુ થઈ જશે. iQube અને iQube S બંને ઇલેક્ટ્રિક સ્કૂટર વર્તમાનમાં 33 શહેરોમાં ઉપલબ્ધ છે અને જલ્દી જ વધુ 52 શહેરોમાં ઉપલબ્ધ થશે.
ત્રણ ચાર્જિંગ મોડના મળશે ઓપ્શન
2022 iQube મોડલની ડિઝાઈન ત્રણ ફંડામેન્ટર પ્રિન્સિપલ પસંદ, કમ્ફર્ટ, સિમ્પલીસિટી પર બેસ્ડ છે. ગ્રાહક રેન્જ, સ્ટોરેજ, કલર અને કનેક્ટિવિટી ફીચરના આધારે ઇલેક્ટ્રિક સ્કૂટરના ત્રણ વેરિઅન્ટમાંથી એકની પસંદગી કરી શકશો. તેમાં ત્રણ પ્રકારના ચાર્જિંગ ઓપ્શન 650W, 950W અને 1.5kW મળશે.
સ્કૂટરના બેઝ અને એસ વેરિઅન્ટમાં સિંગલ ચાર્જમાં 100 કિમીની રેન્જ મળશે, તો ટોપ-ઓફ-લાઈન એસટી વેરિઅન્ટમાં 140 કિમીની રેન્જ મળશે. ત્રણેય વેરિઅન્ટની રેન્જ પાછલા મોડેલની સરખામણીમાં વધુ છે. આઈક્યુબ અને આઈક્યુબ એસ બંનેની ટોપ સ્પીડ 78 કિમી/કલાક હશે, જ્યારે એસટી વેરિઅન્ટની ટોપ સ્પીડ 82કિમી/કલાક હશે.
TVS iQube
2022 ટીવીએસના બેઝ વેરિઅન્ટ iQubeમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અસિસ્ટ સાથે 5 ઇંચની TFT સ્ક્રીન મળે છે અને તે ત્રણ કલરમાં આવે છે. તે 3.4 kWhની TVS મોટર ડિઝાઇન કરેલ બેટરી સ્પેશ્યાલિટી સાથે આવે છે.
આઈક્યુબ Sમાં સમાન બેટરી છે, પરંતુ તેમાં 7 ઇંચની TFT સ્ક્રીન છે, જેમાં ઇન્ટરેક્શન, મ્યુઝિક કંટ્રોલ, થીમ પર્સનલાઇઝેશન, પ્રોએક્ટિવ નોટિફિકેશન ઇનક્લુડિંગ વ્હીકલ હેલ્થ જેવી જરૂરી માહિતી મળી શકશે. આ સ્કૂટર ચાર કલર ઓપ્શનમાં આવે છે.
TVS iQube ST
આઈક્યુબ ST માં 5.1 kWh નું બેટરી પેક મળે છે. આ ઉપરાંત, તેમાં 7-ઇંચ TFT ટચ સ્ક્રીન સાથે ફાઇવ-વે જોયસ્ટિક ઇન્ટરેક્ટિવિટી, મ્યુઝિક કન્ટ્રોલ, વ્હીકલ હેલ્થ, 4G ટેલિમેટિક્સ અને OTA અપડેટ સહિતની મહત્વપૂર્ણ માહિતી મળે છે. આ સ્કૂટર ચાર કલર ઓપ્શન અને 32 લિટરના બે હેલ્મેટ અન્ડર-સીટ સ્ટોરેજમાં આવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર