સ્માર્ટફોનને બનાવો તમારા કારની ચાવી, વધશે કારની સુરક્ષા

આ ટેકનોલોજીની મદદથી સ્માર્ટફોન દ્વારા કારને અનલૉક કરી શકાય છે.

આ ટેકનોલોજીની મદદથી સ્માર્ટફોન દ્વારા કારને અનલૉક કરી શકાય છે.

 • Share this:
  ટેકનોલોજીની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. નવી ટેકનીકથી આપણું જીવન સરળ થઈ રહ્યું છે. ઘણા માણસોના કામ પણ મશીનો કરી રહ્યા છે અને હવે ટેક્નોલોજીને લગતા સમાચાર બહાર આવ્યા છે. એનએક્સપી સેમિકન્ડક્ટરે (nxp semiconductor) જાહેરાત કરી કે તેણે તેની અલ્ટ્રા-વાઇડબેન્ડ (UWB)ચિપને નવા ઓટોમોટિવ ઇન્ટિગ્રેટેડ સર્કિટ (UWBIC) સાથે જોડી દીધી છે. તેની મદદથી સ્માર્ટફોનને કારની ચાવીમાં ફેરવી શકાય છે.

  ET Auto પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર આ ટેકનોલોજી યુડબ્લ્યુબી વાળી કાર, મોબાઇલ અને અન્ય સ્માર્ટ ડિવાઇસીસમાં જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી છે.

  આ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ  આ કાર એ જાણી શકશે કે તેનો માલિક ક્યાં છે. યુડબ્લ્યુબી આઇસી દ્વારા કારની સલામતી ખૂબ વધારી શકાય છે અને ચોરીની સંભાવનાઓ ઘણી ઓછી થઈ છે.

  આની મદદથી યૂઝર્સ તેમના ખિસ્સા અથવા બેગમાં રાખેલા ફોનથી કારને ખોલવાની સાથે શરૂ કરી શકે છે અને આ ઉપરાંત સ્માર્ટફોન દ્વારા સુરક્ષિત પાર્કિંગની પણ મજા લઇ શકો છો.

  આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

  એનએક્સપી ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને ઈન્ડિયા કન્ટ્રી મેનેજર સંજય ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે આપણે ઓટોમોટિવ અને સ્માર્ટફોન ટેક્નોલોજીના એક ઝડપી સંયોજનને જોઈ રહ્યા છીએ, જે સ્માર્ટ ગતિશીલતાની તક નવી દુનિયાને ખોલી રહ્યા છે..
  Published by:Bhoomi Koyani
  First published: