Home /News /tech /Free internet: પબ્લિક પ્લેસ પર ફ્રી Wifi એક્સેસ કરવા માટે અજમાવો આ ટ્રિક્સ

Free internet: પબ્લિક પ્લેસ પર ફ્રી Wifi એક્સેસ કરવા માટે અજમાવો આ ટ્રિક્સ

પ્રતિકાત્મક તસવીર

free wifi: ફ્રી વાઇફાઇ અથવા પબ્લિક હોટસ્પોટની મદદથી તમે પૈસા ખર્ચ્યા વિના ઇન્ટરનેટ ચલાવી શકો છો. તમને ઘણી જગ્યાએ ફ્રી ઈન્ટરનેટમળે છે.

ટેલિકોમ ઓપરેટરો વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર (Recharge Plan Offers) કરે છે. કંપની દૈનિક ડેટા પ્લાનથી લઈને માસિક કે વાર્ષિક પ્લાન ઓફર કરે છે. ઘણી વખત એવું બન્યુ હશે કે, ઇન્ટરનેટ (Internet) સમાપ્ત થઈ જાય છે અને નજીકમાં રિચાર્જનો કોઈ વિકલ્પ (Recharge Option) નથી હોતો.
આવી સ્થિતિમાં તમે ફ્રી વાઈ-ફાઈની મદદ (Use Free WiFi) લઈ શકો છો.

ફ્રી વાઇફાઇ અથવા પબ્લિક હોટસ્પોટ (how to use public hotspot)ની મદદથી તમે પૈસા ખર્ચ્યા વિના ઇન્ટરનેટ ચલાવી શકો છો. તમને ઘણી જગ્યાએ ફ્રી ઈન્ટરનેટ (Free internet) મળે છે. ઉદાહરણ તરીકે, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને અમુક જાહેર સ્થળો પર ફ્રી વાઇફાઇ વાપરી શકો છો.

કઇ રીતે શોધી શકો છો ફ્રી વાઇફાઇ?


ફ્રી વાઈફાઈ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી હોતું, તેનો લાભ તમને અમુક જગ્યાએ જ મળશે. જોકે ઘણા રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પર ફ્રી વાઇફાઇ ઉપલબ્ધ છે. અહીં તમે સરળતાથી તમારા ફોનને કનેક્ટ કરી શકો છો. અમુક એપ્સ પણ ઉપલબ્ધ છે જે પબ્લિક વાઇફાઇ શોધવામાં મદદરૂપ બને છે. આવું જ એક ફીચર તમને ફેસબુકમાં પણ મળે છે.

આ માટે તમારે ફેસબુકની ઓફિશ્યલ એપમાં લોગીન કરવાનું રહેશે. અહીં ટોપ રાઇટ કોર્નર પર તમને હેમબર્ગર મેન્યુ મળશે, તેના પર ક્લિક કરો અને Setting and Privacy ઓપ્શન દેખાશે. તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને Find Wi-Fiનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. આ રીતે તમે આસપાસના ફ્રી પબ્લિક વાઇફાઇ વિશે જાણકારી મેળવી શકશો.

આ પણ વાંચોઃ-Tata SUV Car: ટાટા મોટર્સે નવા ફીચર અને ડિઝાઈન સાથે લોન્ચ કરી 3 SUV કાર, જાણો કિંમત અને ફિચર્સ


આ વાતોનું રાખો ધ્યાન


જોકે, તમને ભારતમાં વધુ ફ્રી વાઇફાઇ ઓપ્શન મળશે નહીં. અહીં ઉપલબ્ધ મોટાભાગના વિકલ્પો માત્ર રેલવે અને એરપોર્ટના છે. પબ્લિક હોટ્સ્પોટ અમુક જગ્યાએ જ જોવા મળે છે. રેલવે સ્ટેશન પર તમને ટાઇમ લીમિટ સાથે ઇન્ટરનેટ એક્સેસ મળશે.

આ પણ વાંચોઃ- Car Mileage Tips : કારની માઇલેજ વધારવાની ટિપ્સ, આટલું કરવાથી ઓછા પેટ્રોલે લાંબા અંતર સુધી કાર દોડશે


કેટલાક પબ્લિક વાઇફાઇ અથવા ઓપન વાઇફાઇ ટ્રેપ પણ છે. ખરેખર, હેકર્સ લોકોને ફ્રી ઈન્ટરનેટની લાલચ આપીને તમને પોતાની જાળમાં ફસાવવા માંગે છે. આવી સ્થિતિમાં, તમારે પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતી વખતે નેટવર્કનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો હેકર્સ તમારો અંગત ડેટા ચોરી શકે છે.
First published:

Tags: Technology news, Wifi

विज्ञापन