Truecaller: ટ્રૂકોલરે નવા અપડેટ સાથે વીડિયો કોલર આઈડી શરૂ કર્યું, જાણો વિગત

ટ્રૂકોલર એપ

Truecaller video caller ID: કોલર આઈડી અને સ્પામને ઓળખી બતાવતી એપ ટ્રૂકોલરે આજે એપના 12મી આવૃત્તિની જાહેરાત કરી છે.

  • Share this:
    મુંબઈ: કોલર આઈડી અને સ્પામને ઓળખી બતાવતી એપ ટ્રૂકોલરે (Truecaller 12tu version )આજે એપના 12મી આવૃત્તિની જાહેરાત કરી છે. નવી આવૃત્તિમાં તમામ લોકો માટે કોલ રેકોર્ડિંગ (Call recording) અને શેરિંગ, ઘોસ્ટ કૉલિંગ (Ghost calling), કોલ અનાઉન્સ (Call announce), અને વીડિયો કોલર આઈડી (Video caller ID) જેવી સુવિધા હશે. વીડિયો કોલર આઈડી એક નાનું વીડિયો ફીચર હશે જે તમે તમારા કોન્ટેક્ટને ફોન કરશો ત્યારે દેખાશે. હાલમાં આ વર્ઝન એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ છે. વીડિયો કોલર આઈડીનો સમય 10 સેકન્ડ કરતા ઓછો રહેશે.

    ટ્રૂકોલરના સીઈઓ એલન મામેડી (Alan Mamedi)એ નવી આવૃત્તિ વિશે જણાવ્યું હતું કે, "એપનું નવું વર્ઝન તેના યૂઝર્સને ઘણી જ સુવિધા આપશે. જે ખૂબ સુરક્ષિત છે. નવા ફીચર લોકોને આનંદ આપશે. અમે આ વર્ઝનમાં અનેક ફીચર્સ આપવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ અમે અમારી એપને ખૂબ ફાસ્ટ બનાવી છે. સાથે સાથે બેટરીનો ઓછો વપરાશ થાય તેવા સુધારા પણ કર્યાં છે."

    દર મહિને 300 મિલિયન એક્ટિવ યૂઝર્સ સુધી પહોંચવાનો રેકોર્ડ

    તાજેતરમાં જ કોલરની ઓળખ આપતી એપ્લિકેશન ટ્રૂકોલર (Truecaller) તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તેમના યૂઝર્સની સંખ્યામાં સતત વધારો થયો છે. અત્યારે માસિક સક્રિય યૂઝર્સની સંખ્યા 300 મિલિયન જેટલી થઈ ગઈ હોવાનો દાવો ટ્રૂકોલર દ્વારા થયો છે. જેમાંથી 220 મિલિયન યૂઝર્સ ભારતના (Truecaller users in India) છે. છેલ્લા એક વર્ષમાં ટ્રૂકોલરના યૂઝર્સની સંખ્યમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલાં ટ્રૂકોલરના સક્રિય યૂઝર્સ 250 મિલિયન હતા અને 1 વર્ષમાં જ 50 મિલિયન યૂઝર્સ ઉમેરાયા છે.

    આ પણ વાંચો: Nokia: નોકિયાના ચાર નવા સ્માર્ટફોનની તસવીરો લીક, જાણો કેવા દેખાય છે સ્માર્ટફોન

    ઉલ્લેખનીય છે કે, ટ્રૂકોલર એપ્લિકેશનને 11 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી. એલન મામેડી (Alan Mamedi) અને નામી ઝરિંગહાલમ દ્વારા તેની સ્થાપના થઇ હતી. ટ્રૂકોલરે શરૂઆતમાં તેના યૂઝર્સને કોલ આઇડેન્ટિફિકેશન અને સ્પામ બ્લોકિંગ ફીચર્સ ઓફર કર્યા હતા, પરંતુ ત્યારબાદ સ્માર્ટ SMS, ઈનબોક્સ ક્લીનર, ફુલ-સ્ક્રીન કોલર આઇડી, ગ્રુપ વોઇસ કોલિંગ અને અન્ય અનેક સુવિધાઓ આપવાનું શરૂ કર્યું હતું. આ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ છે પણ અત્યારે ટ્રૂકોલરનું સૌથી મોટું માર્કેટ ભારત છે.

    આ પણ વાંચો: એપલના ચાહકો ધ્યાન આપે! iPhone 14ના અમુક ફીચર્સ લીક, જાણો ક્યારે થઈ શકે છે લૉંચ

    શા માટે ટ્રૂકોલરનો ઉપયોગ વધ્યો?

    ટ્રૂકોલરે 22 નવેમ્બરના રોજ 300 મિલિયન એક્ટિવ યૂઝર્સ હોવાનો ઇતિહાસ રચી દીધો હતો. ટ્રૂકોલરમાં યૂઝર્સનો વિશ્વાસ વધ્યો છે. ટ્રૂકોલર દ્વારા કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલ, ટેસ્ટ સેન્ટરની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. ટ્રૂકોલરના કારણે ઓનલાઇન છેતરપીંડી રોકી શકાય છે. તે લોકો સાથે છેતરપીંડી કરનાર લોકોની જાણકારી પૂરી પાડે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: