નવી દિલ્હી : ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિને ઝડપથી સહાય અને સુરક્ષા મળી રહે તે હેતુસર ટ્રૂકોલર દ્વારા સેફટી માટે ગાર્ડિયન એપ બનાવવામાં આવી છે. જેમાં સુરક્ષાને લાગતા અનેક ફીચર છે. ઇમરજન્સી એટલે કે આપતકાળની સ્થિતિમાં ગ્રાહક પોતાના અંગતની મદદ લઇ શકશે. સેફટીને લઈ આ કંપની દ્વારા બીજી એપ બનાવવામાં આવી છે. જ્યારે વ્યક્તિ પોતાની જાતને અસુરક્ષિત અનુભવ કરે ત્યારે એપમાં રહેલું ઇમરજન્સી બટન દબાવે તો પોતાના સંબંધી, મિત્ર અથવા સમાજના મોભીઓનો સંપર્ક થઈ જશે. લોકેશન તુરંત શેર થઇ જશે.
હેલ્પ માટેની રિકવેસ્ટની સ્વીકારવી કે નહીં તે નક્કી કરવાનો ઉપભોક્તા પાસે વિકલ્પ રહેશે. વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે કંપની અત્યારે સ્થાનિક કાયદા વિભાગ સાથે પણ સંપર્કમાં છે. નવા ફીચરમાં કંપની સ્થાનિક કાયદા વિભાગને પણ જોડવા માંગે છે. જેનાથી ઝડપથી સુરક્ષા પહોંચાડી શકાય. આ એપના વપરાશ દરમિયાન બેટરીની બચત થાય તેનું પણ ધ્યાન રખાયું છે. નોર્મલ મોડમાં માત્ર લોકેશન શેર થશે.
આ પણ વાંચો - અમદાવાદના આ વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી જોવા મળતા ડરનો માહોલ, પ્રાણી સીસીટીવીમાં દેખાયું
એપનો ઉપયોગ કેવી રીતે કરશો?
જે લોકો પહેલેથી ટ્રૂકોલરનો ઉપયોગ કરે છે તેઓ માત્ર એક ક્લિકથી એપમાં સાઈનઇન થઈ શકશે. જોકે, અન્ય લોકોને એપમાં નંબર વેરીફાઈ કરાવવો પડશે. એપમાં કોન્ટેકટ અથવા ગાર્ડીયનને લોકેશન શેર કરવા પરમિશન આપવી પડશે. આ વિકલ્પથી તેમ જે વ્યક્તિને ગાર્ડિયન તરીકે પસંદ કર્યો છે તેને તમારા ફોનનું સ્ટેટ્સ મળશે.
ઇમરજન્સી લિસ્ટ માટે મહત્તમ કોઈ પણ ત્રણ નંબર સિલેકટ કરવાના રહેશે. ક્યારે લોકેશન શેર કરવું અને ક્યારે બંધ કરવું તે ઉપભોક્તા નક્કી કરી શકશે. કેટલાક લોકો સાથે પરમનેન્ટ શેર થઈ શકે તેવો વિકલ્પ પણ અપાશે. કંપનીએ કહ્યું છે કે કોમર્શિયલ હેતુસર થર્ડ પાર્ટીને કોઈ ડેટા આપવામાં આવશે નહી.
Published by:Ashish Goyal
First published:March 05, 2021, 15:47 pm