Truecallerએ કોવિડ હોસ્પિટલોના નંબર અને સરનામાંની વિગતો માટે ડિરેક્ટરી કરી લોન્ચ, તકલીફમાં મળશે રાહત

Truecallerએ કોવિડ હોસ્પિટલોના નંબર અને સરનામાંની વિગતો માટે ડિરેક્ટરી કરી લોન્ચ, તકલીફમાં મળશે રાહત
પ્રતિકાત્મક તસવીર

ટેલિકોમ સર્ચ એન્જીન અને કોલર આઈડી સર્વિસ પ્રોવાઇડર ટ્રુ કોલર દ્વારા કોવિડ હોસ્પિટલની એક ફોન ડાયરેકટરી શરૂ કરવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસના (coronavirus) કેસ ખૂબ ઝડપથી વધી જતા તંત્ર સામે ચિંતાના વાદળો ઘેરાયા છે. અચાનક આવેલા ઉછાળાના કારણે આરોગ્ય વ્યવસ્થામાં છીંડા જણાઇ આવ્યા છે. હોસ્પિટલોમાં (hospital) લોકોને બેડ મળતા નથી. ઓક્સિજન સિલિન્ડર (Oxygen cylinder) અથવા તો વેન્ટિલેટરની (Ventilator) મોટી ઉણપ ઉભી થઈ છે. કોરોનામાં કારગર દવાઓ પણ મળતી નથી.

આરોગ્ય કટોકટી જેવી સ્થિતિમાં દેશની કંપનીઓ સામાન્ય લોકોની મદદ કરવા આગળ આવી છે. ટેલિકોમ સર્ચ એન્જીન અને કોલર આઈડી સર્વિસ પ્રોવાઇડર ટ્રુ કોલર દ્વારા કોવિડ હોસ્પિટલની એક ફોન ડાયરેકટરી શરૂ કરવામાં આવી છે.



ટ્રુ કોલર યુઝર્સ આ ફોન ડિરેક્ટરીના માધ્યમથી પોતાની આસપાસના વિસ્તારમાં કોવિડ હોસ્પિટલની સુવિધા શોધી શકશે. કંપનીનું કહેવું છે કે, આ એપમાં જ ડાયરેકટરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

આ સુવિધાનો ઉપયોગ ડાયલરમાં માધ્યમથી સરળતાથી થશે. કોવિડ હોસ્પિટલોની આ ફોન ડિરેક્ટરીમાં દેશના અનેક રાજ્યના હોસ્પિટલોના ટેલીફોન નંબર અને સરનામાં આપવામાં આવ્યા છે. આ ફોન નંબર અને સરનામા સત્તાવાર સરકારી ડેટાબેસમાંથી લેવાયા છે. સરકારી ડેટા હોવાના કારણે આ વિગતો વિશ્વસનીય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

ટ્રુકોલરનું કહેવું છે કે, આ ફીચરની મદદથી યુઝર એક સર્ચ બટન પર ક્લિક કરીને પોતાની જરૂરિયાત મુજબ જાણકારી મેળવી શકશે. આ જાણકારી ઝડપથી મળી જશે. અલબત, હોસ્પિટલમાં કેટલા ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે તે વિગતો જોવા મળશે નહીં.



કંપનીનું કહેવું છે કે, આ એપ્લિકેશનમાં વિગતો રોજ અપડેટ કરવામાં આવશે. દેશના તમામ જગ્યાની કોરોના હોસ્પિટલના ફોન નંબર અને એડ્રેસ મળી રહે તે માટે પણ પ્રયાસ થયા છે. આ સુવિધાને ઉપયોગ કરવા માટે પ્લે સ્ટોર ઉપરથી આ એપ્લિકેશનને અપડેટ કરવી પડશે. અત્યારે તો આ સુવિધા માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
Published by:News18 Gujarati
First published:April 29, 2021, 22:04 pm