Home /News /tech /

આ કંપનીએ લોન્ચ કરી મેસેજિંગ એપ, ફેક ન્યૂઝને આ રીતે અટકાવશે

આ કંપનીએ લોન્ચ કરી મેસેજિંગ એપ, ફેક ન્યૂઝને આ રીતે અટકાવશે

Truecaller, એ તેમનું ઇન્સ્ટેન્ટ મસેજિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ

કંપનીએ દાવો કર્યો છે કે આ એપથી ફેક ન્યૂઝને રોકવામાં મદદ મળશે અને જો કોઇ ફેક ખબર સર્ક્યુલેટ થઇ રહી છે તો યૂઝર સરળતાથી તે લિંકને રિપોર્ટ કરી શકશે.

    અજાણ્યા કોલરની ઓળખ કરનાર એપ Truecaller, એ તેમનું ઇન્સ્ટેન્ટ મસેજિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે. જેનુ નામ Truecaller Chat ચેટ રાખવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ એપથી ફેક ન્યૂઝને રોકવામાં મદદ મળશે અને જો કોઇ ફેક ખબર સર્ક્યુલેટ થઇ રહી છે તો યૂઝર સરળતાથી તે લિંકને રિપોર્ટ કરી શકશે.

    Truecaller ચેટ યૂઝર્સોને આ વેબસાઇટ લિંકને સ્પામ કરવાની સુવિધા મળશે, જો યૂઝર્સને લાગે છે કે કોઈ વેબસાઇટ લિંક ફેક છે અથવા તો તેમના ખોટા અહેવાલો આપવામાં આવી રહ્યા છે, તો તેઓ તેને સ્પામ કરી શકે છે.

    આ એપને લોન્ચ વિશે વાત કરતા Truecaller, ના વાયસ પ્રેસિડેન્ટ પ્રો઼ડક્ટે કહ્યુ, એક નોન-સ્ટોપ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ હેઠળ ઇન્ટન્ટ મેસેજિંગ સર્વિસ યૂઝર્સને એકબીજા સાથે જોડાવવામાં મદદ મળશે અને મેસેજ રોકવામાં પણ મદદ કરશે. અમને વિશ્વાસ છે કે આ એપ્લિકેશન સ્પામની કોમ્યુનિટી બનાવવામાં મદદ કરશે. "

    શું છે Truecaller Chat નું ફિચર્સ
    આ એપ્લિકેશનમાં અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે જ સમાન સુવિધાઓ આપવામાં આવી છે. જો કે, તેમા 'ઓટો સ્વિચ' ની સુવિધા છે, જેના ઉપયોગથી યૂઝર્સ એક જ એપ્લિકેશનમાં એસએમએસ અને ચેટ વચ્ચે સ્વિચ કરી શકે છે. Truecaller યૂઝર્સે મોકલવામાં આવનારા મેસેજ એપ ફ્રી મા હેન્ડલ કરવામાં આવશે ત્યા અજાણ્યા Truecaller યૂઝર્સે મોકલેલા મેસેજ હેઠળ પર આવશે જે એપ તરફથી સપોર્ટેડ હશે.

    આ ઉપરાંત કંપનીએ એ પણ કહ્યું છે કે ફેક મેસેજ રોકવા માટે ભવિષ્યમાં મશીન લર્નિંગને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે જેથી વાયરલ વસ્તુઓની ઓળખાણ કરીને તેના પર કાર્યવાહી કરી શકીએ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Whatsapp, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन