Home /News /tech /Truecaller પર નહીં કરી શકો કૉલ રેકોર્ડિંગ, 11 મેથી બંધ થવાની છે આ સુવિધા, જાણો કારણ
Truecaller પર નહીં કરી શકો કૉલ રેકોર્ડિંગ, 11 મેથી બંધ થવાની છે આ સુવિધા, જાણો કારણ
ગૂગલના એક્શન બાદ Truecaller એ કૉલ રેકોર્ડિંગ ફીચરને પોતાના એપથી હટાવવાની વાત કહી છે.
Truecaller Call Recording Feature: સર્ચની દુનિયાનો બાદશાહ ગૂગલ (Google) પોતાની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફાર બાદ થર્ડ પાર્ટી કૉલ રેકોર્ડિંગ એપ (Call Recording Apps) બંધ થઈ જશે.
Truecaller Call Recording Feature: મોબાઇલ નંબરની ઓળખ માટે જાણીતી એપ ટ્રુકૉલર (Truecaller)એ કૉલ રેકોર્ડિંગ (Call Recording) સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. હવે તમે 11 મેથી ટ્રુકૉલર એપના માધ્યમથી કૉલની રેકોર્ડિંગ નહીં કરી શકો. ટ્રુકૉલરએ આ નિર્ણય ગૂગલ (Google)ની નવી પોલિસી હેઠળ કર્યો છે. ગૂગલે 11 મેથી API નું એક્સેસ બંધ કરવાની જાહેરાત કરી છે અને તમામ કૉલ રેકોર્ડિંગ એપ્સ રેકોર્ડિંગ માટે API નો જ ઉપયોગ કરે છે.
ગૂગલના આ એક્શન બાદ Truecaller એ કૉલ રેકોર્ડિંગ ફીચરને પોતાના એપથી હટાવવાની વાત કહી છે. ટ્રુકૉલર તરફથી જણાવવામાં આવ્યું છે કે Googleની નવી ડેવલોપર પ્રોગ્રામ પોલિસી મુજબ, હવે કૉલ રેકોર્ડિંગની સુવિધા નહીં આપી શકીએ. ટ્રુકૉલરનું કહેવું છે કે તેણે યુઝર્સની માંગના આધારે તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે કૉલ રેકોર્ડિંગની શરૂઆત કરી હતી. ટ્રુકૉલર પર કૉલ રેકોર્ડિંગ બધા માટે ફ્રી હતું.
વાત એમ છે કે, સર્ચની દુનિયાનો બાદશાહ ગૂગલ (Google) પોતાની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફાર બાદ થર્ડ પાર્ટી કૉલ રેકોર્ડિંગ એપ (Call Recording Apps) બંધ થઈ જશે. ગૂગલે કહ્યું છે કે નવી પોલિસી હેઠળ એપ ડેવલોપર્સને કૉલ રેકોર્ડિંગ માટે એક્સેસિબિલિટી એપીઆઈ (Accessibility API)ની સુવિધા નહીં મળે. આ સુવિધા બંધ થતા જ એપ રેકોર્ડિંગનું કામ નહીં કરી શકે.
નવી પોલિસી હેઠળ ગૂગલ પ્લે સ્ટોર (Play Store) પર હાજર કૉલ રેકોર્ડિંગ એપ નકામી થઈ જશે. એન્ડ્રોઇડ ફોન પર તમે કૉલ રેકોર્ડિંગ માટે આ એપનો ઉપયોગ નહીં કરી શકો. આ સુવિધાના બંધ થતાં જ ટ્રુકૉલર, ઓટોમેટિક કૉલ રેકોર્ડર, ક્યૂબ એસીઆર સહિતની તમામ રેકોર્ડિંગ એપ કામ નહીં કરે. આ પોલિસી આ જ વર્ષે 11 મેથી લાગુ થઈ રહી છે.
એવું નથી કે ગૂગલ આવું પગલું પ્રથમ વખત લઈ રહ્યું છે. આ પહેલા પણ પ્રાઇવસી અને સિક્યોરિટી માટે ગૂગલે એન્ડ્રોઇડ-10 સાથે કૉલ રેકોર્ડિંગ ફીચરને હટાવી નાખ્યું હતું. એન્ડ્રોઇડ 11 સાથે એક્સેસિબિલિટી એપીઆઈ (Accessibility API) ફીચર આવ્યું. આ ફીચરનો ઉપયોગ કરીને ડેવલપર્સે કૉલ રેકોર્ડિંગ એપ ફ્રી લોન્ચ કર્યા.
આ લોકોની સુવિધા બંધ નહીં થાય
જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં ડિફોલ્ટ રૂપે કૉલ રેકોર્ડિંગ ફીચર છે, તો તમે કૉલ રેકોર્ડિંગ કરી શકો છો. ગૂગલનું કહેવું છે કે પ્રી-લોડેડ કૉલ રેકોર્ડિંગ એપ અથવા ફીચરને એક્સેસિબિલિટી API પરમિશનની જરૂર નથી. Google Pixel, Samsung, OnePlus અને Xiaomi સ્માર્ટફોનમાં ડિફોલ્ટ રૂપે આ સુવિધા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર