શું તમે પણ કરો છો Truecallerનો ઉપયોગ, થઇ શકો છો બગનો શિકાર

ટ્વિટર પર અનેક યૂઝર્સોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ કરી છે.

ટ્રુકોલર એપ્લિકેશન વિશે એક મોટા સમાચાર છે. માહિતી અનુસાર યૂઝર્સની પરવાનગી વગર ટ્રુકોલર તેમની યુપીઆઈ ચુકવણી સેવા Truecaller Pay માટે સાઇન અપ કરી રહ્યું છે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી:  ટ્રુકોલર એપ્લિકેશન વિશે એક મોટા સમાચાર છે. માહિતી અનુસાર યૂઝર્સની પરવાનગી વગર ટ્રુકોલર તેમની યુપીઆઈ ચુકવણી સેવા Truecaller Pay માટે સાઇન અપ કરી રહ્યું છે. ટ્વિટર પર અનેક યૂઝર્સોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ કરી છે.

    ફરિયાદ થયા પછી કંપનીએ તેના બચાવમાં એક નિવેદન બહાર પાડ્યું હતું કે એપ્લિકેશનના લેટેસ્ટ વર્ઝનમાં ભૂલ મળી આવી છે જે ચુકવણીની સુવિધાને અસર કરી રહી છે. આનાથી યૂઝર્સનું ઓટોમેટિક રજિસ્ટ્રેશન શરુ થઇ ગયુ છે. નિવેદનમાં કંપનીએ કહ્યું હતું કે તે એક ભૂલ હતી અને અમે એપ્લિકેશનના આ વર્ઝનથી દૂર કરી છે જેથી કોઈ પણ યૂઝર્સ તેનાથી પ્રભાવિત નહીં થાય.



    અમે આ સમસ્યાને યોગ્ય કરવા માટે કેટલાક પગલાં લીધા છે અને પહેલેથી જ તેને સુધારવા માટે નવું વર્ઝન રોલઆઉટ કર્યું છે. આગળ લખ્યું હતું કે જે યૂઝર્સ તેનાથી પ્રભાવિત થયા છે તેમને ટૂંક સમયમાં એક નવું વર્ઝન આપવામાં આવશે, જે આ સમસ્યાને યોગ્ય કરશે. આ દરમિયાન યૂઝર્સ ઇચ્છે તો એપના મેન મેન્યુ વિકલ્પ દ્વારા નોંધણી રદ કરી શકે છે.

    આ પણ વાંચો: મર્ડર બાદ શબને દફનાવ્યું, આંગળીઓ રહી ગઇ બહાર તો થયો ખુલાસો



    ટ્વિટર પર એક યૂઝરે લખ્યું છે કે 'ટ્રુકોલરે જાતે જ અપડેટ થઇ ચુક્યુ હતું. અપડેટ પછી તરત જ એપ્લિકેશનને મારા ફોન પરથી એક અજાણ્યા નંબરને એન્ક્રિપ્ટ કર્યો હતો, પછી તરત જ મને આઈસીઆઈસીઆઈ બેંકનો એસએમએસ મળ્યો.'


    ચોંકાવનારી વાત તો એ છે કે આ એસએમએસ ICICI બેંકના ખાતાધારકો સાથે-સાથે તે ટ્રુકોલર યૂઝર તરફથી મોકલવામાં આવ્યો જેનુ આઈસીઆઈસીઆઈ બેંકમાં કોઈ ખાતું નથી, જો કે, આઇસીઆઈસીઆઈ બેંક ધારકો માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે બિન ખાતાધારકો માટેની પ્રક્રિયા શરૂ થઈ નથી. તેનાથી પરેશાન યુઝર્સે સોશિયલ મીડિયામાં ફરિયાદ કરી અને એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાનું કહ્યું.
    Published by:Bhoomi Koyani
    First published: