Home /News /tech /

ટ્રાન્સ્પરન્ટ સ્માર્ટફોન સોશિયલ મીડિયા પર થયો વાયરલ! ક્યારે થશે લોન્ચ?

ટ્રાન્સ્પરન્ટ સ્માર્ટફોન સોશિયલ મીડિયા પર થયો વાયરલ! ક્યારે થશે લોન્ચ?

વાયરલ વિડીયોમાં ફ્યૂચરના કોન્સેપ્ટ ફોનની ડિઝાઇન જોવા મળી છે

ટ્વિટ પર એક યૂનિક ડિઝાઇન વાળો ફોન ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયોમાં ફ્યૂચરના કોન્સેપ્ટ ફોનની ડિઝાઇન જોવા મળી છે.

    દિલ્હી: પ્રતિદિન ટેક્નોલોજી (Technology) કેટલી આગળ વધી રહી છે તે આપણે સૌ જાણીએ છીએ. તેમાં પણ સ્માર્ટફોન અને ટેક્નોલોજી ક્ષેત્રે થતા ક્રાંતિકારી પરીવર્તન સૌને અચંબિત કરી દે છે. સ્માર્ટફોન ટેક્નોલોજી (Smart phones)ના લૂકથી લઇને ફીચર્સ અપડેટ દર કલાકે બદલાતા રહે છે. માર્કેટમાં અનેક પ્રકારના સ્માર્ટફોન્સ લોન્ચ થતા રહે છે. અનેક ફોન્સ યૂનિક ડિઝાઇનની સાથે પણ આવે છે. હાલમાં જ નથિંગ ફોન(1)ને (Nothing Phone (1)) યૂનિક ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેના બેક એટલે કે રીયર પેનલની ડિઝાઇન ખૂબ અલગ છે. પરંતુ ટ્વિટ એકાઉન્ટમાં એક યૂનિક ડિઝાઇન વાળો ફોન ખૂબ વાયરલ થઇ રહ્યો છે, હકીકતમાં Vala Afshar નામના ટ્વિટર યૂઝરે એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ફ્યૂચરના કોન્સેપ્ટ ફોનની ડિઝાઇન જોવા મળી છે. એટલે કે ભવિષ્યમાં આ પ્રકારના ફોન માર્કેટમાં આવી શકે છે. વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ કોન્સેપ્ટ ટ્રાન્સપરન્ટ છે.

    ફોનને વાયરલેસ ચાર્જ કરી શકશો

    એટલે કે નવી ડિઝાઇનમાં તમે ફોનની આરપાર બધુ જ જોઇ શકો છો. તેની ઓપરેટિંગ સિસ્ટમ MIUI સાથે ઘણી સામ્યતા ધરાવે છે. વિડીયોમાં આ ફોનને વાયરલેસ ચાર્જ કરીને પણ દેખાડવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટ ફોનની ડિઝાઇન ટીકટોકમાં પણ આ પહેલા વાયરલ થઇ ચૂકી છે.

    જોકે, આવા ફોન ભવિષ્યમાં આવશે કે નહીં, તે અંગે કંઇ કહી શકાય તેમ નથી. આ માત્ર ટ્રાન્સ્પરન્ટ ફોનનો કોન્સેપ્ટ છે. આ ટ્વિટ નીચે યુઝર્સ અનેક પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ ફોનની બેટરી જ નજર આવી રહી નથી, તે પણ ટ્રાન્સ્પરન્ટ છે કે શું?

    ચાર્જર પણ ટ્રાન્સ્પરન્ટ

    વિડીયોમાં જોઇ શકાય છે કે આ ફોનનું વાયરલ લેસ ચાર્જર પણ ટ્રાન્સપરન્ટ છે. એટલે ફોનથી લઇને વાયરલેસ ચાર્જીંગ સુધી બધુ જ ટ્રાન્સ્પરન્ટ છે. દેખાવમાં આ ફોન ખૂબ સારો લાગી રહ્યો છે. પરંતુ ટ્રાન્સ્પરન્ટ ફોનનો કોન્સેપ્ટ આવનાર સમયમાં એક હકીકત બની શકે છે.

    જોકે, આ પ્રકારની ડિઝાઇનવાળો ફોન ક્યાં સુધીમાં લોન્ચ થશે, તેને લઇને કંઇ કહી શકાય નહીં. ઘણા લોકો આ વિડીયોમાં દર્શાવવામાં આવેલ ટ્રાન્સ્પરન્ટ ફોનને સાચો માની રહ્યા છે. તેને લઇને અમે પણ એક વાત સ્પષ્ટ કરીએ છીએ કે, આ ફોન માત્ર એક કોન્સેપ્ટ ફોન છે.
    First published:

    Tags: And Technology, Latest News, Mobile and tech, Smart phone

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन