ફોનમાં ઇન્ટરનેટ વગર પણ ટ્રાન્સફર કરી શકો છો પૈસા, જાણો સંપૂર્ણ પ્રોસેસ

News18 Gujarati
Updated: July 14, 2019, 8:42 AM IST
ફોનમાં ઇન્ટરનેટ વગર પણ ટ્રાન્સફર કરી શકો છો પૈસા, જાણો સંપૂર્ણ પ્રોસેસ
NEFT અને RTGSનો ચાર્જ સમાપ્ત

આપણું મોટાભાગનું કામ હવે ઇન્ટરનેટ પર નિર્ભર છે. નાનામાં નાની વસ્તુ આપણે ઇન્ટરનેટનાં ભરોસે રહીયે છીએ. મોબાઇલ બેંકિંગ જરૂરી ચીજોમાંથી એક છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આપણું મોટાભાગનું કામ હવે ઇન્ટરનેટ પર નિર્ભર છે. નાનામાં નાની વસ્તુ આપણે ઇન્ટરનેટનાં ભરોસે રહીયે છીએ. મોબાઇલ બેંકિંગ જરૂરી ચીજોમાંથી એક છે. પણ શું આપને માલૂમ છે કે, કોઇને પણ પૈસા મોકલવા માટે આપે ઇન્ટરનેટની જરૂર રહેતી નથી. આપ કોઇપણ ફિચર ફોનથી બસ એક નંબર ડાયલ કરીને પણ ફાઇનાંશિયલ ટ્રાન્જેક્શન કરી શકો છો.

આ માટે National Unified USSD Platform નામની એક સુવિધા ઉપલબ્ધ છે,  જે વાઇડર કવરેજની સાથે એવી સુવિધા ઉપલબ્ધ કરાવે છે. National Payments Corp. of India (NPCI) એ 2012 માટે આ સુવિધા શરૂ કરી હતી. 2017માં આ સર્વિસની કવરેજ વધારવામાં આવી ગઇ. આ સર્વિસ Unstructured Supplementary Service Data (USSD) કોમ્યૂનિકેશન પ્રોટોકોલ પર કામ કરે છે.

આ પણ વાંચો- નહીં પડે પાસવર્ડની જરુરીયાત, માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે પાસવર્ડલેસ લૉગઇન

આ ટેક્નોલોજી દ્વારા એક મોબાઇલ ફોન અને નેટવર્કમાં એક એપ્લિકેશન પ્રોગ્રામની વચ્ચે ટેક્સ્ટ મેસેજનું આદાન-પ્રદાન કરવામાં આવે છે. આ સર્વિસ Global System for Mobile (GSM)
પર કામ કરે છે.

ઇન્ટરનેટ વગર ફોનથી આવી રીતે કરો પૈસા ટ્રાન્સફર
-NUUP Service UPI (Unified Payments Interface) પર તમામ બેંક અને ટેલીકોમ સર્વિસની સાથે હોય છે. આપે આ માટે આપનાં ફોનમાં માત્ર *99# ડાયલ કરવાનું છે. અને કેટલીક સેકેન્ડ સુધી રાહ જોવાની રહે છે.
-જે બાદ આપનાં ફોનની સ્ક્રીન પર સર્વિસ ઓપશન્સ જોવા મળશે. જેમાં પુછવામાં આવે છે કે, આપ ફંડ કયા ઓપ્શનથી ટ્રાન્સફર કરવા ઇચ્છો છો. જેમાં મોબાઇ નંબર, UPI ID, IFSC અને બેંક અકાઉન્ટ નંબર ઓપ્શન છે.
-આપ આપની પસંદગી મુજબની સર્વિસ પસંદ કરી શકો છો. જેમાં આપનાં પસંદગી ઓપ્શનનો નંબર મુકવાનો રહેશે.

આ પણ વાંચો-છોકરીને મારી રહ્યો હતો બોયફ્રેન્ડ, Alexaએ પોલીસને ફોન કરી પકડાવી દીધો

-આ સર્વિસ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર આપનાં અકાઉન્ટમાં મોબાઇલ નંબર અને UPI IDનો ઉપયોગ કરવા મની ટ્રાન્સફરની રિક્વેસ્ટ આવશે. આપ આપનું બેલેન્સ પણ ચેક કરી શકો છો. UPI પિન જનરેટ અને ચેન્જ કરી શકો
છો.


-આ સર્વિસની ખાસ વાત એ છે કે આપ તેને પણ પૈસા મોકલી શકો છો જે આ સર્વિસ ઉપયોગમાં નથી લેતું. બસ આપનો ફોન નંબર બેંકમાં મોબાઇલ બેંકિગ સર્વિસ સાથે રજિસ્ટર હોવો જોઇએ. જોકે, આ સર્વિસ દ્વારા આપ માત્ર 5000
રૂપિયા સુધીનું જ ફંડ ટ્રાન્સફર કરી શકો છો. ધ્યાન રાખો કે બેંક આ સર્વિસ માટે કોઇ જ ચાર્જ વસુલતું નથી પણ ટેલીકોમ ઓપરેટર્સ આ માટે ચાર્જ વસુલે છે.
First published: July 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading