Home /News /tech /

TRAIની યોજના! ટૂંક સમયમાં તમારી સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ, નહીં પડે Truecallerની જરૂર

TRAIની યોજના! ટૂંક સમયમાં તમારી સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ, નહીં પડે Truecallerની જરૂર

મોબાઇલ સ્ક્રીન પર કોલ્સ આવશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં એક ફ્રેમવર્ક (Framework) બનાવવાનું કામ શરૂ કરશે જેમાં ફોન કરનારનું KYC આધારિત નામ મોબાઈલની 'સ્ક્રીન' પર પ્રદર્શિત થશે.

    અજાણ્યા કોલ (Unknown Calls)થી બચવા માટે આપણામાંથી મોટાભાગનાએ ટ્રુકોલર (Truecaller) એપ ડાઉનલોડ કરી છે, જેથી કોલ કરનાર કોણ છે તે જાણી શકાય. જ્યારે કોઈ કોલ કરે છે ત્યારે Truecaller એપ પર કોલર (Caller)નું નામ આવે છે અને તે કોલ સ્પામ છે કે નહીં તે પણ જાણી શકાય છે. પરંતુ હવે તમારે કોલરનું નામ જાણવા માટે ટ્રુકોલરની જરૂર નહીં પડે. કારણ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં એક ફ્રેમવર્ક બનાવવાનું કામ શરૂ કરશે જેમાં કોલર્સનું KYC આધારિત નામ મોબાઈલની 'સ્ક્રીન' પર દેખાશે.

    ઓથોરિટીના ટોચના અધિકારીએ આ જાણકારી આપી છે. ટ્રાઈને આ પ્લાન પર ચર્ચા શરૂ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડોટ) તરફથી સંકેત પણ મળ્યો હતો. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ જણાવ્યું હતું કે આ ફ્રેમવર્ક તૈયાર કરવા માટે ચર્ચા આગામી બે મહિનામાં શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે, "અમને હમણાં જ સંદર્ભ મળ્યો છે અને અમે ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરીશું." જ્યારે કોઈ વ્યક્તિ કોલ કરશે, ત્યારે તેનું KYC આધારિત નામ મોબાઈલની સ્ક્રીન પર દેખાશે.

    કામ ટૂંક સમયમાં શરૂ થશે
    ટ્રાઈ પહેલાથી જ આ ફ્રેમવર્ક (Framework) પર કામ શરૂ કરવાનું વિચારી રહી હતી અને હવે DoTની વિશેષ સલાહથી જલ્દી કામ શરૂ થશે. વાઘેલાએ જણાવ્યું હતું કે, "આ ફ્રેમવર્ક ટેલિકોમ કંપનીઓ દ્વારા DoT ના ધારાધોરણો અનુસાર કરવામાં આવેલા KYC મુજબ ફોન કરનારનું નામ મોબાઇલ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં સક્ષમ બનાવશે."

    આ પણ વાંચો: ફોનનું સ્ટોરેજ થઈ ગયું છે Photosથી ફુલ? આ રીતે Delete કરો નકામી ઇમેજ

    આ મિકેનિઝમ કૉલરની KYC આધારિત ઓળખ જાહેર કરવામાં મદદ કરશે અને કૉલરની ઓળખ અથવા નામ દર્શાવતી કેટલીક ઍપ કરતાં વધુ સચોટતા અને પારદર્શિતા લાવશે.

    આ પણ વાંચો: જોરદાર તક! એમેઝોન પર ઘરે બેઠા જીતી શકો છો 30,000 રૂપિયા

    જ્યારે પૂછવામાં આવ્યું કે શું પ્રક્રિયા સ્વૈચ્છિક રાખવામાં આવશે, ત્યારે સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે કારણ કે પરામર્શ સ્તરે ઘણા પાસાઓ પર ચર્ચા થવાની છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: And Technology, Mobile and tech, TRAI, Truecaller

    આગામી સમાચાર