બસ હવે થોડી રાહ, ભારતમાં 2022 સુધી આવી શકે છે 5G સેવા

એવું માનવામાં આવે છે કે ઘણી કંપનીઓ 2019માં 5જી ઇનબિલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરશે.

News18 Gujarati
Updated: December 7, 2018, 1:13 PM IST
બસ હવે થોડી રાહ, ભારતમાં 2022 સુધી આવી શકે છે 5G સેવા
એવું માનવામાં આવે છે કે ઘણી કંપનીઓ 2019માં 5જી ઇનબિલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરશે.
News18 Gujarati
Updated: December 7, 2018, 1:13 PM IST
દેશના ટેલિકોમ સેક્ટરમાં, 5જી સેવાની 2022 સુધીમાં શરૂઆત થઇ જશે અને સાથે સાથે આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પહોંચવાની ખૂબ જ તેજી આવશે. આ વાત ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના સચિવ એસ.કે ગુપ્તાએ જણાવી છે.

તેમણે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીગ ડેટા ઍનલિટિક્સના ઉપયોગથી ગ્રાહકોના વ્યવહારમાં ખૂબ જ ફેરફાર થશે. ગુપ્તાએ કહ્યું કે મીડિયા ઉદ્યોગમાં મોટો ફેરફાર થયો છે અને નવી ટેકનીકને અપનાવીને સફળતા મેળવી શકાશે.

ભારતીય ઉદ્યોગ સંઘના કાર્યક્રમને સંબોધતાં, ગુપ્તાએ જણાવ્યું હતું કે 2022 સુધીમાં ટેલિકોમ ક્ષેત્ર 5જીમાં પહોંચશે. ડિજિટલ પ્લેટફોર્મનું ઍક્સેસ આગામી પાંચ વર્ષમાં ઝડપી હશે. "

તેમણે કહ્યું કે આજે ભારતમાં 40 કરોડ લોકોના શ્રેષ્ઠ ગુણવત્તાનું ઇન્ટરનેટ ઍક્સેસ સુધી પહોંચ્યા છે. આવી પરિસ્થિતિમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા મીડિયા સામગ્રીનો ઉપયોગ કરવાની શક્યતા ખૂબ ઊંચી છે. વધુમાં, ગુપ્તા પણ જણાવ્યું હતું કે સ્માર્ટફોન સંખ્યા વધવાથી મીડિયા સામગ્રીના વિકાસમાં કુદરતી બદલાવા આવશે.

આ પણ વાચો: આ છે દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ ફોન, કરોડો રુપિયા છે કિંમત

ટેલિકોમ કંપનીઓ સતત 5જી ટેસ્ટીંગ કરી રહી છે. આ ઉપરાંત સ્માર્ટફોન બનાવતી કંપનીઓ પણ 5જી સપોર્ટેડ ડિવાઇસ લોન્ચ કરવાની તૈયારમાં છે. એવું માનવામાં આવે છે કે અનેક કંપનીઓ 2019 સુધીમાં 5 જી ઇનબિલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરશે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर