ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓની આવકમાં 3 ટકાથી વધારે વૃદ્ધિ થઈઃ ટ્રાઈ

News18 Gujarati
Updated: November 26, 2019, 5:16 PM IST
ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓની આવકમાં 3 ટકાથી વધારે વૃદ્ધિ થઈઃ ટ્રાઈ
પ્રતિકાત્મક તસવીર

આવકની દ્રષ્ટિએ 43.8 ટકા બજાર હિસ્સા સાથે જિયો ટોચનાં સ્થાને, 40 ટકા બજાર હિસ્સા સાથે વોડાફોન આઇડિયા બીજા સ્થાને

  • Share this:
અમદાવાદ :  ગુજરાત સર્કલમાં ત્રણ વર્ષની કામગીરી દરમિયાન રિલાયન્સ જિયો સૌથી વધુ આવક કરતી ટેલિકોમ કંપની બની ગઈ છે. પહેલી વાર જિયોએ એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) ત્રિમાસિક ગાળામાં રૂ. 650 કરોડનાં આંકડાને વટાવી ગઈ છે. સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની એજીઆર રૂ. 685.54 કરોડ હતી, જે તમામ ટેલિકોમ કંપનીઓમાં સૌથી વધુ હતી.

ટેલિકોમ નિયમનકાર સંસ્થા ભારતીય ટેલિકોમ નિયમનકારક સત્તામંડળ (ટ્રાઈ)એ ગયા અઠવાડિયે સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) સાથે સંબંધિત નાણાકીય આંકડાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ગુજરાતમાં કાર્યરત તમામ ટેલિકોમ કંપનીઓની એજીઆર 3.82 ટકા વધી છે, જે માટે જિયો અને બીએસએનએલ જવાબદાર છે. આ બંને કંપનીઓએ સકારાત્મક વૃદ્ધિ કરી છે.

આ ત્રિમાસિક ગાળ દરમિયાન બંને ઓપરેટર – જિયો અને બીએસએનએલની એજીઆરમાં દસ ટકાથી વૃદ્ધિ થઈ હતી. જૂન, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન જિયોની એજીઆર રૂ. 17.65 કરોડ હતી, જે સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 11 ટકા વધીને રૂ. 685.54 કરોડ થઈ હતી.

ગુજરાતમાં ગ્રાહકોની દ્રષ્ટિએ સૌથી વધુ બજારહિસ્સો ધરાવતી વોડાફોન આઇડિયા લિમિટેડે પહેલી વાર આવકની દ્રષ્ટિએ સૌથી વધુ બજારહિસ્સો ધરાવતી કંપની તરીકેનું સ્થાન ગુમાવ્યું હતું. જૂન, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની એજીઆર રૂ. 643.53 કરોડ હતી, જે સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 2.7 ટકા ઘટીને રૂ. 626.12 કરોડ થઈ હતી.

એ જ રીતે, એક સમયે દેશમાં સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટલની એજીઆરમાં પણ સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન આંશિક ફરક પડ્યો હતો. જૂન, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની એજીઆર રૂ. 173.20 કરોડ હતી, જે સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં આંશિક ઘટીને રૂ. 172.84 કરોડ થઈ હતી.

જૂન, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં ગુજરાત સર્કલમાં તમામ ટેલિકોમ કંપનીઓની કુલ એજીઆર રૂ. 1,529.87 કરોડ હતી, જે સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 3.82 ટકા વધીને રૂ. 1,588.37 કરોડ થઈ હતી. સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ એજીઆરમાં જિયોનો હિસ્સો સૌથી વધુ 43.8 ટકા હતો, જ્યારે વોડાફોન આઇડિયા લિમિટેડનો હિસ્સો 40 ટકા, ભારતી એરટેલનો હિસ્સો 11 ટકા અને બીએસએનએલનો હિસ્સો 5 ટકા હતો.નિયમનકારક સંસ્થા ટ્રાઈએ તાજેતરમાં ગુજરાતમાં મોબાઇલ સબસ્ક્રિપ્શન આંકડા પણ જાહેર કર્યા હતા. આ આંકડા મુજબ, સપ્ટેમ્બર, 2019માં ગુજરાત સર્કલમાં કુલ મોબાઇલ સબસ્ક્રિપ્શન વધીને 6.87 કરોડ થયા હતા.

આ મહિના દરમિયાન સર્કલમાં જિયોએ 3.60 લાખ યુઝર ઉમેર્યાં હતાં અને બીએસએનએલનાં ગ્રાહકોમાં 5,700થી વધારેનો વધારો થયો હતો. જોકે ગુજરાતમાં વોડાફોન આઇડિયાએ 2.71 લાખ યુઝર ગુમાવ્યાં હતાં અને ભારતી એરટલે 67,000થી વધારે યુઝર ગુમાવ્યાં હતાં.
First published: November 26, 2019, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading