Feature Phone Service: હવે ફીચર ફોન પર મફત મળશે મોબાઇલ બેન્કિંગ સુવિધા, TRAIએ નાબૂદ કરી USSD Fee
Feature Phone Service: હવે ફીચર ફોન પર મફત મળશે મોબાઇલ બેન્કિંગ સુવિધા, TRAIએ નાબૂદ કરી USSD Fee
USSD એક મોબાઈલ શોર્ટ કોડ છે જેનો ઉપયોગ ફીચર ફોન પર નાણાકીય અને બેંકિંગ વ્યવહારો માટે થાય છે.
USSD Fee એક એવી ફી છે, જે ફીચર મોબાઇલ ફોન યુઝર્સને પણ ઇન્ટરનેટ કનેક્શન વિના મોબાઇલ બેંકિંગ (Mobile Banking without Internet) અને પેમેન્ટ કરવા જેવી સુવિધા આપે છે. આ સુવિધાની મદદથી તમે ઇન્ટરનેટ વિના પણ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
Mobile Banking without Internet: ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ યુએસએસડી મેસેજ (USSD messages) પર લગાવવામાં આવતા ચાર્જને નાબૂદ કરી દીધો છે. USSD ફી મોટાભાગે ફીચર ફોન યુઝર્સ દ્વારા મોબાઈલ બેન્કિંગ અને પેમેન્ટ સર્વિસથી થતાં વ્યવહારો માટે કરવામાં આવે છે. યુએસએસડી એક મોબાઈલ શોર્ટ કોડ છે જેનો ઉપયોગ ફીચર ફોન પર પણ નાણાકીય અને બેંકિંગ વ્યવહારો માટે થાય છે.
ટ્રાઈએ ગુરુવારે તાત્કાલિક અસરથી USSD એટલે કે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસીસ ડેટા (Unstructured Supplementary Services Data) અપડેટ પર લાગતા ચાર્જને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. યુએસએસડી ઇન્ટરનેટ કનેક્શન વિના મોબાઇલ ફોન પર મેસેજ મોકલે છે. આ ટેક્સ્ટ મેસેજ અન્ય SMS કરતાં અલગ હોય છે. ટેલિકોમ કંપનીઓ કૉલ અથવા SMS બાદ યુઝર્સને તેમના બેલેન્સ અંગે એલર્ટ કરવા માટે ઘણી વખત યુએસએસડી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેસેજ મોકલે છે. અત્યાર સુધી આ ચાર્જ પ્રતિ USSD મેસેજ 50 પૈસા હતો.
USSD Fee એક એવી ફી છે, જે ફીચર મોબાઇલ ફોન યુઝર્સને પણ ઇન્ટરનેટ કનેક્શન વિના મોબાઇલ બેંકિંગ અને પેમેન્ટ કરવા જેવી સુવિધા આપે છે. આ સુવિધાની મદદથી તમે ઇન્ટરનેટ વિના પણ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
TRAIએ કહ્યું છે કે મોબાઈલ બેંકિંગ અથવા પેમેન્ટ સર્વિસીઝ માટે ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારની USSD ફી લેવામાં આવશે નહીં. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
ટ્રાઈનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ ડિજિટલ અર્થતંત્ર અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. આગામી બે વર્ષ સુધી આ નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે કે આનાથી ડિજિટલ અર્થતંત્રને કેટલો ફાયદો થયો છે.
ફીચર ફોન યુઝર્સને ફાયદો
ભલે શહેરો અને ગામડાઓમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો હોય, પરંતુ એવા લોકો પણ છે જેઓ ફીચર ફોનનો ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની પાસે ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા નથી. આવા લોકો યુએસએસડીની મદદથી મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધાઓનો લાભ લે છે. USSD ચાર્જ નાબૂદ થવાથી ફીચર ફોન પર બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યામાં વધારો થશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર