Home /News /tech /

Good News: હવે આવશે 30 દિવસનો રિચાર્જ પ્લાન, ટ્રાઇએ ટેલીકોમ કંપનીઓને આપ્યો આદેશ

Good News: હવે આવશે 30 દિવસનો રિચાર્જ પ્લાન, ટ્રાઇએ ટેલીકોમ કંપનીઓને આપ્યો આદેશ

રિચાર્જ પ્લાન

30 Days Validity Plan: ટ્રાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે કંપનીઓએ ઓછામાં ઓછો એક વાઉચર પ્લાન (Voucher plan), એક સ્પેશિયલ ટેરિફ પ્લાન (Special tariff plan) અને એક કમ્બો વાઉચર પ્લાન (Combo voucher plan) જરૂરથી આપવો જોઈએ જેને દર મહિનાની એક જ તારીખ રિચાર્જ કરાવી શકાય.

વધુ જુઓ ...
    મુંબઈ. 30 Days Validity Plan News: મોબાઇલ ધારકો (Prepaid users) માટે સારા સમાચાર છે. બહુ ઝડપથી તમે 30 દિવસની માન્યતા (Validity) વાળા પ્રીપેડ પ્લાનથી રિચાર્જ કરાવી શકશો. ટેલીકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) તરફથી તમામ ટેલીકોમ કંપનીઓએ આ મામલે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં આખા મહિનાના ટેરિફ પ્લાન ઉપરાંત અન્ય મોટા નિર્ણય પણ સામેલ છે. Telecom Tariff (66th Amendment) Order, 2022 અંતર્ગત TRAI તરફથી અનેક નિર્ણય સંભળાવવામાં આવ્યા છે. આ અંગે જાણીને યૂઝર્સ ખૂબ ખુશ થઈ જશે. TRAI એ ટેલીકોમ કંપનીઓને ઓછામાં ઓછો એક એવો ટેરિફ પ્લાન ઑફર કરવાનું કહ્યું છે, જેની માન્યતા 30 દિવસની હોય.

    ટ્રાઈએ શું કહ્યું?

    ગુરુવારે એક આદેશમાં ટ્રાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ ટેલીકોમ કંપનીઓએ 30 દિવસની વેલિડિટી વાળો એક વાઉચર પ્લાન, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર ઑફર કરવો જોઈએ, જેને મહિનાની કોઈ એક તારીખે રિન્યૂ કરી શકાય.

    Telecom Tariff (66th Amendment) Order, 2022 જાહેર થયા બાદ મોબાઇલ યૂઝર્સને રિચાર્જ માટે અનેક વિકલ્પ મળશે. યૂઝર્સને પ્લાનમાં પૂરેપૂરી 30 દિવસની વેલિડિટીનો લાભ પણ મળશે.

    વર્તમાન પ્લાન

    હાલ તમામ ટેલીકોમ કંપનીઓ 28થી 24 દિવસનો રિચાર્જ પ્લાન ઑફર કરે છે. યૂઝર્સની એવી ફરિયાદ હતી કે ટેલીકોમ કંપનીઓ આખા મહિનાનો રિચાર્જ પ્લાન નથી આપતી. આનાથી યૂઝર્સે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે જ પૈસા પણ વધારે ખર્ચ થાય છે.

    આ પણ વાંચો:  Airtel, Jioઅને vi કોના રિચાર્જ પ્લાન છે બેસ્ટ, કરી લો એક નજર

    છેતરાયા હોવાની લાગણી

    ટ્રાઈના જણાવ્યા પ્રમાણે તેમને એવી અનેક ફરિયાદો મળી છે, જેમાં યૂઝર્સનું કહેવું છે કે મન્થલી પ્લાન માટે તેમણે વર્ષમાં 13 વખત રિચાર્જ કરાવવું પડે છે! આનાથી તેઓ છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. ટ્રાઈના જણાવ્યા પ્રમાણે નવા ફેરફાર પછી યૂઝર્સને ખૂબ ફાયદો થશે. તેઓ તેમની સગવડ પ્રમાણે યોગ્ય વેલિડિટી વાળા પ્લાનનો વિકલ્પ પસંદ કરી શકશે.

    આ પણ વાંચો: બ્લેકબેરીનો એક સમયે મોબાઇલ માર્કેટમાં હતો દબદબો, આ કારણે તોડી દીધો દમ!

    ટેલીકોમ કંપનીઓને વિરોધ

    ટ્રાઈના આ આદેશનો ટેલીકોમ કંપનીઓએ વિરોધ કર્યો છે. ટેલીકોમ કંપનીઓનું કહેવું છે કે 28, 54 કે પછી 84 દિવસની વેલિડિટી વાળા કોઈ પણ પ્લાનમાં ફેરફાર કરવાથી બિલિંગ સાઇકલમાં મોટી ગરબડ આવશે. કંપનીઓનું કહેવું છે કે દર મહિને એક જ તારીખે અને એક જ રકમનું રિચાર્જ ઑફર કરવું તકનીકી રીતે શક્ય નથી. કારણ કે આવું પોસ્ટપેડ પ્લાન માટે થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Airtel, Jio, Prepaid, Vodafone, મોબાઇલ

    આગામી સમાચાર