TRAIનો નવો નિયમ, હવે TV જોવા માટે પણ KYC કરાવવું જરુરી,

ખરેખર ટ્રાઇએ ડીટીએચ સબ્સ્ક્રાઇબર્સ માટે અહીંયા નોંધણી કરાવવી ફરજિયાત બનાવી છે.

ખરેખર ટ્રાઇએ ડીટીએચ સબ્સ્ક્રાઇબર્સ માટે અહીંયા નોંધણી કરાવવી ફરજિયાત બનાવી છે.

  • Share this:
    ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ આ વર્ષની શરૂઆતથી જ ટીવી જોવાનાં નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. હવે ટ્રાઇ તરફથી ટીવી જોનારાઓ માટે બીજો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

    ખરેખર ટ્રાઇએ ડીટીએચ સબ્સ્ક્રાઇબર્સ માટે અહીંયા નોંધણી કરાવવી ફરજિયાત બનાવી છે.

    ટ્રાઇએ કહ્યું કે તમામ ડીટીએચ ઑપરેટરોએ કેવાયસી (know your customer) કરાવવાનું રહેશે. દેશના તમામ ડીટીએચ ઑપરેટરોને કહ્યું છે કે હવે તેમના સબ્સ્ક્રાઇબર્સનું કેવાયસી મેળવવું જરૂરી બની ગયું છે. ટીવી કેબલ માટેની કેવાયસી પ્રક્રિયા નવું સિમ લેવા પર થઇ શકે છે.

    આ પણ વાંચો: BSNL લાવી રહ્યું છે આ પ્લાન, મફતમાં જોઇ શકશો લાઇવ ટીવી ચેનલ્સ

    હાલના અને નવા DTH ગ્રાહકો બંને માટે નવો નિયમ



    નવો ટ્રાઇ નિયમ હાલના અને નવા ડીટીએચ બંને સબ્સ્ક્રાઇબર્સ માટે લાગું છે, હાલના ગ્રાહકોને કેવાયસી મેળવવા માટે 2 વર્ષનો સમય આપવામાં આવ્યો છે. નવું કનેક્શન લેનારા ગ્રાહકોએ સૌથી પહેલા કેવાયસી મેળવવું પડશે. ત્યારબાદ નવું ડીટીએચ કનેક્શન સાથે મળેલું સેટ-ટોપ-બૉક્સ ઇન્સ્ટોલ થશે.

    કેવાયસી માટે ગ્રાહકોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની નકલ આપવાની રહેશે.

    ડીટીએચ માટે કેવાયસી ઉદ્યોગના હોદ્દેદારોની સંહમતિ પછી લાગુ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાથી કેવાયસી અનિવાર્ય પર વાતચીત ચાલી રહી હતી.



    કેબલ ઓપરેટરોએ નવું કનેક્શન લીધા પહેલા ગ્રાહકોએ સબ્સક્રાઇબરનું કેવાયસી કરવું પડશે, ત્યારબાદ નવું સેટ-ટોપ-બૉક્સ કામ કરવાનું શરૂ કરશે. હવે ડીટીએચ સેટ-ટોપ-બૉક્સ તે જ સરનામાં પર મૂકવામાં આવશે જે સરનામાં કનેક્શન એપ્લિકેશન ફોર્મમાં દાખલ કરવામાં આવશે.

    ગ્રાહકની ઓળખ ચકાસવા માટે, કેબલ ઑપરેટર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલશે, ત્યારબાદ સેટ-ટોપ-બૉક્સની ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ થશે.
    Published by:Bhoomi Koyani
    First published: