TRAIનો મોટો નિર્ણય, બ્લૉક થયા Airtel અને Vodafone-Ideaના આ પ્લાન્સ

TRAIએ એરટેલ અને વોડાફોન-આઇડિયાને તેમના ખાસ પ્લાન્સ અંગે સવાલ કર્યા છે જેમાં પ્રીમિયમ સેવાઓ આપવામાં આવી રહી છે

TRAIએ એરટેલ અને વોડાફોન-આઇડિયાને તેમના ખાસ પ્લાન્સ અંગે સવાલ કર્યા છે જેમાં પ્રીમિયમ સેવાઓ આપવામાં આવી રહી છે

  • Share this:
    નવી દિલ્હીઃ ટેલિકૉમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ભારતી એરટેલ (Airtel)ના Platinum અને વોડાફોન-આઇડિયા (Vodafone Idea)ના RedX પ્રીમિયમ પ્લાન્સને બ્લૉક કરી દીધા છે, જેમાં કેટલાક સિલેક્ટેડ યૂઝર્ને તેજ સ્પીડ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. મૂળે, સવાલ ઊભા થઈ રહ્યા હતા કે શું બાકી ગ્રાહકોની સેવાઓમાં ઘટાડો કરીને પ્રીમિયમ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. એક સૂત્રએ જણાવ્યું કે TRAIએ બંને કંપનીઓને અંતરિમ અવધિ માટે આ વિશેષ પ્લાનને પરત લેવા માટે કહ્યું છે.

    TRAIઆ આ અંગે બંને કંપનીઓ- એરટેલ અને વોડાફોન આઈડિયાને લખ્યું છે અને તેમના આ પ્લાન વિશે સવાલ કર્યા છે, જેમાં કે પ્રીમિયમ ગ્રાહકો માટે સેવામાં ઘટાડો કરીને સેવા આપવામાં આવી રહી છે. TRAIએ કંપનીઓને પૂછ્યું છે કે તેઓ બીજા સામાન્ય ગ્રાહકોના હિતની રક્ષા કેવી રીતે કરી રહ્યા છે.


    આ પણ વાંચો, મોટી બેદરકારીઃ કોરોના દર્દીનો મૃતદેહ સગા-વહાલા રિક્ષામાં લઈ ગયા

    આ વિશે સંપર્ક કરાતાં એરટેલના પ્રવક્તાએ કહ્યું કે, અમે અમારા તમામ ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ નેટવર્ક અને સેવા પુરી પાડવા માટે ઉત્સાહથી ભરેલા છીએ. એરટેલના પ્રવક્તાએ કહ્યું કે તેની સાથે જ કંપની પોસ્ટપેડ ગ્રાહકો માટે સેવા અને જવાબદારી વધારવા માંગે છે. ટ્રાઇએ એરટેલને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.


    આ પણ વાંચો, જમાઈના સ્વાગતમાં સાસુએ પીરસી 67 વ્યંજનોની થાળી, જોઈને ઊડી જશે હોશ

    વોડાફોન-આઇડિયાના પ્રવક્તાને આ અંગે પૂછતા તેઓએ કહ્યું કે, વોડફોન રેડએક્સ પ્લાન અમારા મૂલ્યવાન પોસ્ટપેડ ગ્રાહકો માટે અસીમિત ડેટા, કૉલ, પ્રીમિયમ સામગ્રી, આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક સહિત અનેક ફાયદા પૂરા પાડે છે. તેઓએ કહ્યું કે કંપની પોતાના ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ ગતિની 4G ડેટા સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
    Published by:Mrunal Bhojak
    First published: