શું 3 મે સુધી વધશે પ્રીપેડ પ્લાનની વેલિડિટી? ટ્રાઇએ જણાવ્યો પૂરો પ્લાન

શું 3 મે સુધી વધશે પ્રીપેડ પ્લાનની વેલિડિટી? ટ્રાઇએ જણાવ્યો પૂરો પ્લાન
ઉલ્લેખનીય છે કે P90 SMG કોલ ઓફ ડ્યૂટી અને કાઉન્ટર સ્ટ્રાઇક જેવી ગેમ્સની લોકપ્રિય બંદૂક છે. SPAS-12ને પણ આ ગેસ્મમાં દેખાવામાં આવ્યું છે.

ટ્રાયે 24 કલાકની અંદર લોકડાઉનના સમયના આંકડાની જાણકારી આપી છે.

 • Share this:
  ટેલિકૉમ રેગ્યુલેટરી ઓથેરિટી ઓફ ઇન્ડિયા (Tria)એ તમામ દૂરસંચાર કંપનીઓથી (telecom Companies) પ્રીપેડ યુઝર્સને મોબાઇલ રિચાર્જ કરાવાની પ્રવૃત્તિ અને રીત વિષે જાણકારી માંગી છે. સુત્રોએ જણાવ્યું છે કે ભારતીય એરટેલ, રિલાયન્સ જીયો, વોડાફોન આઇડિયા સમેત અન્ય કંપનીઓને 24 કલાકની અંદર લોકડાઉનના સમયના આંકડાની જાણકારી આપી છે.

  સુત્રોએ જણાવ્યું કે સરકારી કંપની બીએસએનએલ અને એમટીએનએલને પણ આ આંકડા આપવામાં આવ્યું છે. આ જાણકારી મળ્યા પછી ટ્રાઇ લોકડાઉનની અવધિ ત્રણ મે સુધી વધારવાની સ્થિતિ અને તેમને મળતા લાભ વિષે અંતિમ નિર્ણય કરશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું અને લોકડાઉન 19 દિવસ માટે લંબાવી દીધુ હતું. આ પહેલા પણ 21 દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે દૂરસંચાર કંપનીઓ જરૂરીયાંતમંદ ગ્રાહકોની સમયસીમા વધારવા અને તેમને વધુ ટોકટાઇમ જેવા લાભ આપ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે ટ્રાઇ કંપનીઓથી આ લાભ લેનાર ગ્રાહકોની સંખ્યાથી જોડાયેલી જાણકારી માંગી છે. સાથે જ તેમણે એ પણ જણાવું પડશે કે જે સાર્વજનિક બંધ દરમિયાન રિચાર્જ નથી કરી રહ્યા તેમના વિષે પણ જાણકારી માંગી છે.

  વોડાફોન આઇડિયાએ ઓછી આવક વાળા પ્રીપેડ ગ્રાહકોને પહેલા 17 એપ્રિલ સુધી સમયસીમા વધારવા અને 10 રૂપિયાનો ટોકટાઇમ આપવાની જાહેરાત કરી હતી. ભારતી એરટેલે પણ આઠ કરોડ જરૂરીયાતમંદ પ્રીપેડ ગ્રાહકોની સમયસીમા 17 એપ્રિલ સુધી વધારી 10 રૂપિયા સુધીનો ટોકટાઇમની જાહેરાત કરી હતી. રિલાયન્સ જીયોએ પણ જીયો ફોન પણ તેના ગ્રાહકોને 100 મિનિટ મફત ટોકટાઇમ અને 100 મફત એસએમએસ આપી 17 એપ્રિલ સુધી સમયસીમા વધારવાની વાત કરી છે.

  જો કે દૂરસંચાર ઉદ્યોગે ટ્રાઇના તમામ પ્રીપેડ ગ્રાહકોની સમયસીમા વધારવા અને 10 રૂપિયાનો ટોકટાઇમ આપવાના નિર્ણયને નકાર્યો ચે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે સાર્વજનિક લોકડાઉન દરમિયાન ઓછી આવક વાળા લોકોને એકબીજાથી જોડી રાખવા માટે દૂરસંચાર કંપનીઓ 6000 કરોડ રૂપિયાના લાભ આપી ચૂકી છે. તમામ પ્રીપેડ ગ્રાહકોને આ રીતના લાભ આપવા કંપનીઓના બસની વાત નથી. માટે સરકાર ઇચ્છે તો સબસિડી આપી શકે છે.
  Published by:News18 Gujarati
  First published:April 15, 2020, 12:33 pm