નિયત તારીખ પહેલા કરો આ કામ, નહીં તો બંધ થઇ જશે મોબાઇલ નંબર

જાણો, કેવી રીતે પોર્ટ કરો નંબર?

ટ્રાઇના રિપોર્ટ અનુસાર હાલમાં આ નેટવર્કના લગભગ 70 મિલિયન (7 કરોડ) યૂઝરો છે. જો તેઓ નિયત તારીખ પહેલાં નંબર બંધ નહીં કરે, તો તેમનો નંબર અચાનક બંધ થઈ જશે.

 • Share this:
  જો તમે આ નેટવર્કના યૂઝર છો, તો તમારો નંબર 31 ઑકટોબર પછી બંધ થઈ જશે. તમારી નંબર સેવા ચાલુ રાખવા માટે 31 ઑક્ટોબર પહેલાં તમારો નંબર બીજા નેટવર્ક પર પોર્ટેડ કરવો જરૂરી છે.

  આ કંપનીએ 2016માં ટેલિકોમની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એરસેલે બે વર્ષ સુધી કામ કર્યા પછી 2018ની શરૂઆતમાં તેની કામગીરી બંધ કરી દીધી હતી. પછી એરસેલે ટ્રાઇનો સંપર્ક કર્યો અને તેના યૂઝરોને વધારાની યુપીસી (યુનિક પોર્ટિંગ કોડ) સુવિધા આપવામાં આવી, જેથી યૂઝરો સેવાનો લાભ ચાલુ રાખી શકે. જો તમે એરસેલ (Aircel) અને ડિશનેટ વાયરલેસ ( Dishnet Wireless) યૂઝર છો તમારો નંબર બીજા નેટવર્ક પર પોર્ટેડ કરવો જરૂરી છે. હવે ટ્રાઇએ સ્પષ્ટ કર્યું છે કે 31 ઑક્ટોબર સુધી એરસેલના યૂઝરને નંબર પોર્ટ કરવાની છેલ્લી તક છે, ત્યારબાદ નંબર બંધ થઈ જશે અને તેઓ પોર્ટ પણ કરાવી શકશે નહીં.

  એરસેલે 2018માં તેની કામગીરી બંધ કરી હતી, ત્યારે તેના 9 કરોડ યૂઝર્સ હતા. ટ્રાઇના આંકડા મુજબ એરસેલ યૂઝર ફક્ત 19 મિલિયન (1.9 કરોડ) લોકોએ નંબર પોર્ટ કર્યા છે.

  આ પણ વાંચો: મિનિટોમાં જ વેચાઇ જતા આ ફોનનું આજે પ્રી-બૂકિંગ  નેટવર્ક પસંદ કરો

  હાલમાં જો તમે એરસેલના યૂઝર્સ છો, તો તમે જાતે જ નેટવર્ક પસંદ કરી સેવાનો લાભ લઇ શકો છો. જો તમે નેટવર્ક સેવા પર જઈને નેટવર્ક પસંદ ન કરો, તો ફોનમાં કોઈ સંકેત દેખાશે નહીં.  કેવી રીતે પોર્ટ કરો નંબર?

  નેટવર્ક મેન્યુઅલી પસંદ કર્યા પછી મેસેજ પર જાઓ અને પોર્ટ ટાઇપ કરો, ત્યારબાદ તમારો એરસેલ મોબાઇલ નંબર લખો અને તેને 1900 પર મોકલો. થોડીવાર પછી એક પોર્ટીંગ કોડ નંબર પર દેખાશે. તમે જે ટેલિકોમ સેવાનો ઉપયોગ કરો છો તેના સ્ટોર પર જાઓ અને તમારો નંબર યુપીસી કોડની મદદથી બીજા નેટવર્ક પર પોર્ટ થઇ જશે. સંપૂર્ણ પ્રક્રિયામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગે છે.

  આ પણ વાંચો: ધનતેરસ પર ખરીદો 2.50 લાખમાં Swift અને 1.75 લાખમાં WagonR
  Published by:Bhoomi Koyani
  First published: