જાપાનની મુખ્ય ઓટોમોબાઇલ કંપની ટોયોટા આગામી વર્ષના બીજા ભાગમાં સુઝુકીની હેચબેક બલેનોને ભારતીય બજારમાં ઉતારી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટોયોટા, મારુતિ સુઝુકીના આ મોડલમાં કેટલીક અનન્ય સુવિધાઓ ઉમેરવા તરફ કામ કરી રહ્યું છે. ગયા વર્ષે બન્ને જાપાનીઝ કંપનીઓ ભારતીય બજારમાં એકબીજા અને અન્ય વાહનની સપ્લાય કરવા કરાર કર્યો હતો.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ટોયોટા આગામી નાણાકીય વર્ષમાં બેલેનોનું વર્ઝન રજૂ કરશે. તેના અલગ લૂક માટે બહારના ભાગમાં બદલાવ કરવામાં આવશે, પરંતુ પહેલું જેવુ જ હશે. "જોકે, ટોયોટાની ભારતીય સહાયક કંપની ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ) એ સમયરેખા પર ટિપ્પણી કરી નથી.
2015માં બલેનો થઇ હતી લોન્ચ
મારુતિ સુઝુકીએ બલેનો મોડલને ઓક્ટોબર 2015માં ભારતીય બજારોમાં લોન્ચ કરી હતી. આ મોડેલની એક વર્ષમાં એક લાખથી વધુ એકમો વેચાયા હતા અને નવેમ્બર 2018માં બલેનોનું પાંચ લાખ એકમોનું લેચાણ થયું હતુ. આમાં પેટ્રોલ વર્ઝનમાં 1197 સીસી અને 1248 સીસીનું ડીઝલ એન્જિન છે. પેટ્રોલમાં માઇલેજ 21.4 કિલોમીટર પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલમાં માઇલેજ 27.39 કિલોમીટર પ્રતિ લિટર છે. આ કારની દિલ્હી એક્સશોરુમ કિંમત 5,41,872 થી 8,53,389 રૂપિયા છે.
બંને કંપનીઓ પાસે છે કરાર
વર્ષ 2019માં કારની વધતીને ધ્યાનમાં રાખતા ભારતમાં કાર બનાવવી અને તેમના વેચાણ માટે ટોયાટાએ મોટર કોર્પોરેશન અને સુઝુકી મોટર કોર્પોરેશન સાથે કરાર કર્યો છે. આ ઉભરતા બજરામાં જાપાની ઓટો કંપનીનું વિસ્તરણ થશે, એક ઇન્ડસ્ટ્રિયલ એજન્સી નિક્કેઇ અનુસાર 2021માં ઓટોમોબાઇલ સેક્ટરના ઉભરતા દેશોમાં મારુતિ સુઝુકી અને ગ્લોબલ ઓટો ઓટોનું વેચાણમાં ઝડપથી થશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર