ટોયોટાએ લોન્ચ કરી મારુતિ સુઝુકીની Ertiga પર આધારિત Rumion MPV, આવા છે તેના ફીચર

Rumion MPV

ટોયોટા મોટર્સે (Toyota motors)દક્ષિણ આફ્રિકામાં મારુતિ સુઝુકી અર્ટિગા (Maruti Suzuki Ertiga) પર આધારિત 7 સીટર Rumion MVP લોન્ચ કરી છે. અગાઉ પણ ટોયોટા બ્રાન્ડ હેઠળ મારુતિ સુઝુકીના બે મોડેલ લોન્ચ થયા હતા.

  • Share this:
મુંબઈ: કાર બજારમાં હાલ 7 સીટર કાર (7 seater cars)નું ચલણ વધી રહ્યું છે. જેથી માંગને પહોંચી વળવા મોટાભાગની કાર કંપની 7 સીટર MVP તરફ ધ્યાન આપે છે. ટોયોટા (Toyota) પણ તેમાં સામેલ છે. ટોયોટા મોટર્સે દક્ષિણ આફ્રિકામાં મારુતિ સુઝુકી અર્ટિગા (Maruti Suzuki Ertiga) પર આધારિત 7 સીટર Rumion MVP લોન્ચ કરી છે. અગાઉ પણ ટોયોટા બ્રાન્ડ હેઠળ મારુતિ સુઝુકીના બે મોડેલ લોન્ચ થયા હતા.

ટોયોટાની રેબેજ એડિશન તરીકે વેચાતા મારુતિ સુઝુકીના અન્ય બે મોડેલોમાં અનુક્રમે મારુતિ બલેનો અને મારુતિ વિટારા બ્રેઝા પર આધારિત ગ્લેન્ઝા અને અર્બન ક્રુઝરનો સમાવેશ થાય છે. ટૂંક સમય ભારતીય બજારમાં ટોયોટા મારુતિ સુઝુકીની સિએઝ પર આધારિત નવી કાર બેલ્ટા લોન્ચ કરશે.

ટોયોટા Rumion MVPએ અર્ટિગાના 2018ના મોડેલનું રિબેઝડ વર્ઝન છે અને કારને ટૂંક સમયમાં ભારતમાં ફેસલિફ્ટ અપડેટ આપવામાં આવશે. અર્ટિગા ફેસલિફ્ટ વર્ષ 2022ની શરૂઆત સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. કંપનીએ ટોયોટા Rumionને મારુતિ અર્ટિગાથી થોડો ફ્રેશ લૂક આપવા માટે કેટલાક કોસ્મેટિક ફેરફારો કર્યા છે. તેની ફ્રન્ટ ગ્રિલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને આગળ ટોયોટાનો બેઝ આપવામાં આવ્યા છે. તેમાં અર્ટિગા જેવા જ હેડલેમ્પ, બમ્પર ડિઝાઇન, ટેલ લાઇટ્સ છે. આ MVPનું એલોય વ્હીલ પણ મારુતિ અર્ટિગાની જેમ જ ડિઝાઇન કરવામાં આવ્યું છે.Rumionની કેબિનમાં વુડન ટ્રીમ સાથે બ્લેક ઇન્ટિરિયર થીમ પણ છે. તેમાં મિસ્ટીક પર્લ વ્હાઇટ, એઝ્યુર બ્લુ, સીલ ગ્રે મેટાલિક, ઓટમ બ્લેઝ રેડ અને શેડો બ્લેક પર્લ જેવા 5 કલરના વિકલ્પ મળે છે. આ ઉપરાંત Rumionનું ઇન્ટિરિયર હાલની મારુતિ અર્ટિગા જેવું જ છે.

કારની અંદર સ્ટીયરિંગ વ્હીલમાં ટોયોટાનો બેજ છે. MPVમાં ઓટોમેટિક એર કન્ડિશનિંગ, 7 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર, એન્ડ્રોઇડ ઓટો સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને એપલ કાર પ્લે કનેક્ટિવિટી તથા ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: CNGના ભાવમાં ફરી વધારો: અઠવાડિયામાં જ 5.19 રૂપિયા વધી ગયા, જાણો નવો ભાવ 

કંપનીએ ટોયોટા Rumionમાં મિકેનિકલ બાબતે કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં અર્ટિગા જેવું જ 1.5 લિટર 4 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 105 bhp પાવર અને 138 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સની પણ આપવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published: