Home /News /tech /

Toyota Hilux: ટોયોટાએ ભારતમાં લોન્ચ કર્યું લાઈફ સ્ટાઈલ પિક-અપ MUV Hilux, જાણો ફીચર્સ અને કિંમત વિશે

Toyota Hilux: ટોયોટાએ ભારતમાં લોન્ચ કર્યું લાઈફ સ્ટાઈલ પિક-અપ MUV Hilux, જાણો ફીચર્સ અને કિંમત વિશે

ટોયોટા હિલક્સ

Toyota Hilux: ટોયોટા હિલક્સ (Toyota Hilux) એડવેન્ચર અને લક્ઝરીનું મિશ્રણ છે. આગળનું ડિઝાઈન એલિમેન્ટ બિલકુલ ટોયોટા ફોર્ચ્યુનર જેવું જ છે. Toyota Hiluxમાં બે રૉ બેઠક કેપેસિટી અને લોડ કરવા માટે એક અલગ બોક્સ ઓફર કરવામાં આવશે.

મુંબઈ: ટોયોટા કિર્લોસ્કર મોટર (Toyota Kirloskar Motor, TKM)એ ગુરુવારે ​​ભારતમાં નવી લાઈફસ્ટાઈલ પિક-અપ (new lifestyle pick-up) કારનું લોન્ચિંગ કર્યું છે. દેશમાં જાપાની ઓટો મેજર દ્વારા આ પ્રકારનું પ્રથમ મલ્ટી-યુટિલિટી-વ્હીકલ (multi-utility-vehicle) છે. જેને ટોયોટા હિલક્સ (Toyota Hilux) નામ આપવામાં આવ્યું છે, તે એડવેન્ચર અને લક્ઝરીનું મિશ્રણ છે. આગળનું ડિઝાઈન એલિમેન્ટ બિલકુલ ટોયોટા ફોર્ચ્યુનર જેવું જ છે. Toyota Hiluxમાં બે રૉ બેઠક કેપેસિટી અને લોડ કરવા માટે એક અલગ બોક્સ ઓફર કરવામાં આવશે.

પ્રી-બુકિંગ

Toyota Hiluxનું હાલ પ્રી-બુકિંગ કરવામાં આવી રહ્યું છે. લાઈફસ્ટાઈલ પિક-અપ MUVની કિંમતો પછીથી જાહેર કરવામાં આવશે. હાલ તમે ઓથોરાઈઝ્ડ ડીલરો પાસે થી ₹1 લાખમાં અને ઓનલાઈન ખરીદદારો માટે ₹50,000માં ટોયોટા હિલક્સનું પ્રી-બુક કરી શકો છો. આ કારનું ઉત્પાદન કંપનીની બેંગ્લોર ફેસિલિટી પર સ્થાનિક સ્તરે કરવામાં આવશે. ટોયોટા હિલક્સની ડિલિવરી એપ્રિલ 2022માં શરૂ કરવામાં આવશે.

ફીચર

કંપનીએ ઓલ-વ્હીલ ડ્રાઇવ ફીચર સાથે 2.8 લીટરના 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન, તેમજ 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. તે ઓટોમેટિક ટ્રીમમાં 204Ps પાવર અને 500 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. મેન્યુઅલ ટ્રીમમાં, ટોયોટા હિલક્સ તમને 420Nm પીક ટોર્ક આપે છે.

સાત એર બેગ્સ

લાઈફસ્ટાઈલ વ્હિકલ મસ્ક્યુલર બોનેટ લાઇન અને જાડા ક્રોમ ફ્રેમ સાથે પિયાનો બ્લેક ટ્રેપેઝોઇડલ ગ્રિલ સાથે બોલ્ડ દેખાવ ધરાવે છે. આ સાથે જ તેમાં ક્રોમ ફિનિશ સાથે 18 ઇંચના એલોય વ્હીલ્સ, DRL સાથે LED હેડલેમ્પ્સ સાથે આવે છે. તેમાં 7 એર બેગ સાથે 8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. સાથે જ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે જેવી સુવિધાઓ પણ સામેલ છે.

પાંચ રંગમાં ઉપલબ્ધ

ટોયોટા હિલક્સ ઈલેક્ટ્રોનિક ડિફરન્શિયલ લોક (electronic differential lock, EDL), ઓટોમેટિક હિલ આસિસ્ટ કંટ્રોલ (HAC), ડાઉનહિલ આસિસ્ટ કંટ્રોલ (DAC) અને ઓટોમેટિક લિમિટેડ સ્લિપ ડિફરન્શિયલ (ALSD) સાથે આવે છે. ટોયોટા હિલક્સ પાંચ રંગમાં ઉપલબ્ધ હશે જેમાં ઈમોશનલ રેડ, વ્હાઇટ પર્લ, સિલ્વર મેટાલિક, સુપર વ્હાઇટ અને ગ્રે મેટાલિક સામેલ છે.

આ પણ વાંચો: ટિયાગો iCNG, ટિગોર iCNG લોંચ, જાણો બંને કાર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે, કેટલી માઇલેજ મળશે

ટોયોટા હિલક્સ લક્ઝરી અને પિકઅપ વાહનોના વિશિષ્ટ સેગમેન્ટને પૂરી કરશે અને ભારતમાં Isuzu V-Cross સામે સ્પર્ધા કરશે. Hilux ની કિંમત ₹27થી ₹31 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે હોઈ શકે છે, જે માર્ચ 2022માં પછીથી જાહેર કરવામાં આવશે.
First published:

Tags: Automobile, Toyota, કાર, ટેકનોલોજી

આગામી સમાચાર