Home /News /tech /ટોયોટાની ગાડી ચલાવવા વાળા જોખમમાં ! સામે આવી મોટી ખામી, કંપનીએ કાર પરત મંગાવી

ટોયોટાની ગાડી ચલાવવા વાળા જોખમમાં ! સામે આવી મોટી ખામી, કંપનીએ કાર પરત મંગાવી

ટોયોટાના હાઈરાઈડર અને ગ્લાન્ઝામાં મોટી ખામી જોવા મળી છે. (ફોટો ક્રેડિટ્સ: ટોયોટા)

મારુતિ સુઝુકી પછી, ટોયોટાની ગ્લાન્ઝા અને હાઈરાઈડરમાં ખામીયુક્ત એરબેગ એસેમ્બલી મળી છે. જે બાદ કંપનીએ 1390 જેટલી કાર પરત મંગાવી છે. હવે કંપની આ તમામ કારને કોઈપણ ચાર્જ વગર રિપેર કરશે.

    નવી દિલ્હી : મારુતિ સુઝુકી દ્વારા એક દિવસ પહેલા 17,000 કાર પરત કરાવ્યા બાદ હવે ટોયોટાની કારમાં પણ એક મોટી ખામી સામે આવી છે. આ ખામી સામે આવ્યા બાદ માર્કેટમાં હલચલ મચી ગઈ છે અને ટોયોટાએ 1390 યુનિટ પાછા બોલાવ્યા છે. આ વાહનોમાં એરબેગ એસેમ્બલી કંટ્રોલરની ઉણપ છે જે કોઈપણ ડ્રાઈવર અને પેસેન્જર માટે જોખમી બની શકે છે. માહિતી અનુસાર, ટોયોટાએ 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરીની વચ્ચે ઉત્પાદિત ગ્લાન્ઝા અને હાઈરાઈડરના યુનિટ પાછા બોલાવ્યા છે.

    આ ખામીને કારણે અગાઉ મારુતિએ અલ્ટો, એસ પ્રેસો, ઇકો, બેલિનો, બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાના 10,000 યુનિટ પાછા બોલાવ્યા હતા. આ વાહનોમાં સામાન્ય બાબત એ છે કે ગ્લાન્ઝા અને બલિનો એક જ પ્લેટફોર્મ પર બનેલ છે, તેવી જ રીતે ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર અને ગ્રાન્ડ વિટારા પણ એક જ પ્લેટફોર્મ પર બનેલ છે.

    શુ છે ખરાબી જાણો..

    આ તમામ કારમાં જે ખામી જોવા મળે છે તે સુરક્ષાની દૃષ્ટિએ મોટી છે. વાસ્તવમાં તેમના એરબેગ એસેમ્બલી કંટ્રોલરમાં ખામી છે. આવી સ્થિતિમાં, જો કોઈ અકસ્માત થાય છે, તો એરબેગ્સ ખુલશે નહીં અને તે ખતરનાક બની શકે છે. આ માટે, કંપની હવે કારને રિકોલ કરી રહી છે અને ખામીયુક્ત પાર્ટને કોઈ પણ ચાર્જ વગર બદલી દેવામાં આવશે.

    આ પણ વાંંચો : 'જે રૂમમાં શોષણ થાય છે ત્યાં જ કેમેરા..', ઓલિમ્પિયન વિનેશ ફોગાટે જાતીય સતામણી પર કંઈક આવુ કહ્યું, જુઓ વિડીયો...

    કાર કેવી રીતે ઠીક કરવી

    આ માટે તમારે ટોયોટા સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. અહીં તમારી કારને ઠીક કરવા માટે એક નિશ્ચિત તારીખ આપવામાં આવશે. આ તારીખે તમારું વાહન રિપેર કરીને તમને આપવામાં આવશે. આ ખામી સામે આવ્યા બાદ, કંપનીએ કાર માલિકોને અપીલ કરી છે કે તેઓ આ ખામીને સુધારતા પહેલા ઓછામાં ઓછી કાર ચલાવે. નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા પણ ટોયોટાએ પોતાની કાર પરત મંગાવી હતી. ડિસેમ્બર 2022માં કારના આગળના સીટ બેલ્ટની ઊંચાઈ એડજસ્ટરમાં ખામી જોવા મળી હતી, બાદમાં કંપનીએ તેને બધી કારમાં બદલી નાખી હતી.
    Published by:Sachin Solanki
    First published:

    Tags: Auto company, Auto news, Tata motors, Toyota Cars

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन