નવી દિલ્હી : હાલમાં જ જાપાની કંપની ટોયોટોએ (Toyota) ભારત માટે લેન્ડ ક્રુઝર (Land Cruiser)કારને લોન્ચ કરી છે. આ કાર યુવાઓને ખાસ પસંદ આવી રહી છે. જો બધું યોગ્ય રહ્યું તો આગામી કેટલાક દશકોમાં ટોયોટોની કાર ચાંદ (Moon)પર દોડશે. ફક્ત ચાંદ પર જ નહીં આ કાર મંગળની સપાટી પર ચાલવામાં સફળ થઇ શકે છે. જાપાની કાર નિર્માતા કંપનીએ આ માટે જાપાની સ્પેસ એજન્સી (Japanese Aerospace Exploration Agency (JAXA) સાથે હાથ મિલાવ્યો છે. આ અંતર્ગત ચાંદની સપાટી પર ચાલનારી કારને ચાંદના વાતાવરણના હિસાબે બનાવવામાં આવી રહી છે. આ મહત્વકાંક્ષી પરિયોજનાનો ઉદ્દેશ્ય લોકોને 2040માં ચાંદ પર પહોંચાડવાનો છે અને આ પછી મંગળ ગ્રહ પર પોતાની સુવિધા પ્રમાણે ઉપયોગ કરી શકો છો.
14 દિવસો સુધી કારમાં રહી શકશે યાત્રી
ટોયોટો કંપની જાપાની એયરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)માટે પ્રેસરાઇજ્ડ લુનર રોવર બનાવી રહી છે. જેમાં ઇલેકટ્રોનિંક વ્હીકલ ટેકનોલોજી વાળી બેટરી લગાવવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે ટોયોટાની કારમાં 2 લોકો 14 દિવસ સુધી ચાંદ પર રહી શકે છે. કારમાં જ ભોજનની વ્યવસ્થા હશે. જેને યાત્રી પોતાની સુવિધા પ્રમાણે ઉપયોગ કરી શકે છે.
કારમાં બેસીને લોકો ધરતી પર આસાનીથી સંપર્ક સ્થાપિત કરી શકશે
રસપ્રદ વાત એ છે કે આ કાર પૂરી રીતે સુરક્ષિત હશે અને તેમાં બેસીને લોકો ધરતી પર આસાનીથી સંપર્ક સ્થાપિત કરી શકશે. તેનાથી અંતરિક્ષની બહાર ચક્કર લગાવવામાં આવી શકે છે. પોતાની ચર્ચિત એસયૂવી લેન્ડ ક્રુઝરની તર્જ પર આ કારનું નામ લુનાર ક્રુઝર રાખવામાં આવ્યું છે. જેને જાપાનની સ્પેસ એજન્સી (જાક્સા) સાથે મળીને બનાવવામાં આવી રહી છે.
આ પરિયોજનાના પ્રમુખ તાકાઓ સાટોનું કહેવું છે કે તેના દ્વારા અમે અંતરિક્ષમાં જઇને ત્યાંથી સંચાર કરી શકીશું જે માનવતા માટે ઘણું ફાયદાકારક સાબિત થશે. લુનાર ક્રુઝર માટે ગિતાઇ નામની જાપાની કંપની એક રોબોટિક હાથ બનાવી રહી છે. જે તપાસ કરવા, વસ્તુઓને દેખરેખ કરવામાં કામ આવશે. તેનાથી ચાંદ પર એસ્ટ્રોનોટે પોતાનો જીવ જોખમમાં મુકીને બીજુ કામ કરવું પડશે નહીં. ચાંદ પર બહાર કામ કરવું ઘણું ખર્ચાળ છે પણ રોબોટિક હાથ લગાવાથી આ કામ આસાન થઇ શકે છે.
કાર નિર્માતા કંપનીઓમાં ટોયોટાની દુનિયાભરમાં ઓળખ છે. ટોયોટાના એન્જીનિયર શિનિચિરો નોડાનું કહેવું છે કે ચાંદ પરિયોજનાને લઇને તે ઘણા ઉત્સાહિત છે. તેમની કંપની લાંબા સમયથી દુનિયાના ખુણે-ખુણામાં લોકોને કાર ઉપલબ્ધ કરાવી રહી છે. આવામાં તે સ્થાને પોતાની કારથી લોકોને મોકલવા માંગે છે જ્યાંથી આજ સુધી કાર ગઈ નથી. આવામાં ચાંદ પર જવા માટે કાર બનાવવી કોઇ સપનું પુરુ થવા જેવું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર