કાર માલિકો માટે નવી ટિપ્સ સાથે પ્રસ્તૂત છે TOTAL QUARTZ એન્જિન કે સુપરસ્ટાર્સ સીઝન 2!

TOTAL QUARTZ

આપણે આપણી કારના મિકેનિક્સ પર ભરોસો મુકીએ છીએ - TOTAL QUARTZ એન્જિન કે સુપરસ્ટાર્સ સીઝન 2ના વિશેષ સેગમેન્ટમાં પ્રસ્તૂત છે આ નિષ્ણાતો પાસેથી DIY કાર મેન્ટેનન્સ ટિપ્સ.

 • Share this:
  કાર અને કારના એન્જિનમાં સંખ્યાબંધ ભાગો અને ઉપકરણો હોવાથી સમજવામાં ખૂબ જ જટીલ મશીનો હોય છે. આ વાત સાંભળવામાં ઘણી સહજ લાગે છે ત્યારે એ પણ હકીકત છે કે, આખી સર્વિસ કરવા માટે માત્ર એક એક પાર્ટ્સની સરળ સમજ કેળવવા ઉપરાંત પણ વિશેષ ધ્યાન આપવું પડે છે. આથી જ એન્જિનને સંપૂર્ણ સુરક્ષા, નિયમિત સંભાળ અને મેન્ટેનન્સની જરૂર પડે છે – જેના માટે આપણે સામાન્યપણે આપણા મિકેનિક્સ પર નિર્ભર રહીએ છીએ. અગાઉથી સમસ્યાના નિવારણ, એન્જિનની સ્થિતિના મૂલ્યાંકનના તેમના સામર્થ્ય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે હંમેશા હાજર રહેવાના કારણે આપણા વાહનોના પૈડાં સતત દોડતા રહે છે. કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે લૉકડાઉનની સ્થિતિ વચ્ચે પણ આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર અને કર્મચારીઓનું આવનજાવન સતત ચાલું રહેવું જરૂરી હતું ત્યારે આ જરૂરિયાત વધુ આવશ્યક બની ગઇ. મિકેનિક્સના આ અજોડ સમર્પણ પરથી જ TOTAL QUARTZ એન્જિન કે સુપરસ્ટાર્સ 2 પહેલની પ્રેરણા મળી છે.
  આ પહેલ આવા મિકેનિક્સના દૃઢ સંકલ્પ અને કૌશલ્યની કહાનીઓને સમર્પિત છે તો સાથે સાથે, વપરાશકર્તાઓને પણ આપણા મિકેનિક્સ તદ્દન તજજ્ઞતા સાથે જેની જાળવણી અને સર્વિસ કરે છે તેવા આપણા એન્જિનના કેટલાક સરળ તથ્યોને સમજવાની તક પૂરી પાડે છે. આથી જ, TOTAL QUARTZ એન્જિન કે સુપરસ્ટાર્સ સીઝન 2 લોકપ્રિય ઓટોમોટીવ મેગેઝિન ઓવરરાઇડના સંપાદક બેર્ટ્રેન્ડ ડિ’સોઝા દ્વારા વિશેષ સેગમેન્ટ પ્રસ્તૂત કરે છે. તેમાં સૌને જોડાયેલા રાખતા અને આનંદ આપતા બે ડુ-ઇટ-યોરસેલ્ફ વીડિયો પણ છે જે કેટલીક સૌથી સરળ છતાં સૌથી આવશ્કય એવી ઓટોમોટીવ મેન્ટેનન્સ પ્રક્રિયાઓની સરળ માર્ગદર્શિકા પૂરી પાડે છે. મેન્ટેનન્સના રુટિન અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે એક ગેસ્ટ મિકેનિક પણ જોડાયા છે. ઉપરાંત, વીડિયોના અંતે કાર માલિકો માટે અદભૂત હેક્સ પણ છે!

  પ્રથમ વીડિયોમાં, બેર્ટ્રેન્ડ દર્શકોને કેવી રીતે એન્જિન ઓઇલ બદલવું તેનું માર્ગદર્શન આપે છે. જો સાચી રીતે કરવામાં આવે તો આ ઘણું ઝડપી અને સરળ છે. પ્રથમ DIY વીડિયો અહીં જુઓ.  બીજા વીડિયોમાં વાહનના મેન્ટેનન્સના અવકાશનું વધુ વિસ્તરણ કરવામાં આવ્યું છે. અહીં, બેર્ટ્રેન્ડની સાથે ગેસ્ટ મિકેનિક જોડાયા છે જેઓ DIY કાર એન્જિન મેન્ટેનન્સ ટિપ્સ આપે છે.  નીચેના પગલાંઓનું પાલન કરવાથી તમારો રસ્તા પરનો અનુભવ તો બહેતર થશે જ સાથે સાથે, જ્યારે તે એન્જિનને મેન્ટેઇન અને રિપેર કરવાનો સમય આવે ત્યારે તમારા મિકેનિકનું કામ પણ સરળ કરી દેશે.

  તમારા મિકેનિકે કેવી રીતે તમને મદદ કરી અને તમારું વાહન સતત ચાલતું રાખ્યું તે વિશે તમારી કહાની શેર કરીને તમે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. મુલાકાત લો TOTAL QUARTZ Engine Ke Superstars! આ સ્પોન્સર્ડ પોસ્ટ છે
  Published by:Margi Pandya
  First published: