TOTAL QUARTZ અને NETWORK18 આપણાં એન્જિન કે સુપરસ્ટાર્સની ઉજવણી માટે જોડાયા

TOTAL QUARTZ અને NETWORK18 આપણાં એન્જિન કે સુપરસ્ટાર્સની ઉજવણી

Total Oil India Pvt Ltd. દ્વારા તેમની પ્રખ્યાત એન્જિન કે સુપરસ્ટાર પહેલના સેશન-2ને ફરી આગળ ધપાવવા માટે Network18 સાથે ભાગીદારી કરવામાં આવી છે. ઉદ્ઘાટન સેશનમાં, Totalની પહેલમાં મિકેનિક્સ સમુદાય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં વાહન રિપેર અને મેન્ટેનન્સ ઉદ્યોગમાં સમસ્યાઓનો ઉકેલ લાવી રહેલા 1,500 ગેરેજનો સર્વે કરવામાં આવ્યો હતો. ટોચના 100 ગેરેજ અને તેમના માલિકોને ખાસ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

 • Share this:
  દુકાનોથી માંડીને ઇમરજન્સીની સ્થિતિ માટે રસ્તાની બાજુએ આવેલા સ્ટોપ્સ સુધી ગમે ત્યાં, આપણાં ભરોસાપાત્ર અને મહેનતુ મિકેનિક્સે જ્યારે પણ ફરજ નિભાવવાની જરૂર પડી ત્યારે ત્યાં પહોંચી ગયા છે, આપણાં વાહનોને યોગ્ય રાખવામાં મદદ કરી છે. હવે સમય આવી ગયો છે આ TOTAL QUARTZ એન્જિન કે સુપરસ્ટાર્સના પ્રયાસોની ઉજવણી કરવાનો.

  ઝડપી પરિવહન પર નિર્ભર દુનિયામાં, વાહનના રિપોરિંગ અને મેન્ટેનન્સના કિસ્સામાં આપણાં પ્રાથમિક સંસાધન એવા મિકેનિક્સ, આપણાં વાહનોને દોડતા રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તેનું ચાતુર્ય, વિકસી રહેલું કૌશલ્ય અને સેવા કરવાની ઇચ્છાશક્તિ તેમના પ્રોફેશનના હોલમાર્ક છે. ગત વર્ષ દરમિયાન, આ ગુણો માત્ર સમયસર સહાયના સ્રોત રૂપે જ નહીં પરંતુ, બદલાઇ ગયેલા પડકારજનક સંજોગો સામે લડવાના નમૂના તરીકે પણ વધુ લોકો માટે માર્ગસૂચક બની ગયા. આથી જ આપણાં મિકેનિક્સ એવા પ્લેટફોર્મના હકદાર છે જ્યાં તેઓ દેશને આગળ વધતો રાખવા માટે પોતાના પ્રયાસોનું પ્રદર્શન કરી શકે.

  Total Oil India Pvt Ltd. દ્વારા તેમની પ્રખ્યાત એન્જિન કે સુપરસ્ટાર પહેલના સેશન-2ને ફરી આગળ ધપાવવા માટે Network18 સાથે ભાગીદારી કરવામાં આવી છે. ઉદ્ઘાટન સેશનમાં, Totalની પહેલમાં મિકેનિક્સ સમુદાય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં વાહન રિપેર અને મેન્ટેનન્સ ઉદ્યોગમાં સમસ્યાઓનો ઉકેલ લાવી રહેલા 1,500 ગેરેજનો સર્વે કરવામાં આવ્યો હતો. ટોચના 100 ગેરેજ અને તેમના માલિકોને ખાસ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. TOTAL QUARTZ એન્જિન કે સુપરસ્ટારના બીજા સેશનમાં, મર્યાદા વધુ ઊંચી કરવામાં આવી છે, કારણ કે, અમે એવા ચેમ્પિયન મિકેનિક્સને શોધીએ છીએ જેમણે કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોને પણ પોતાની પ્રગતિ માટે તકમાં પરિવર્તિત કરી દીધા છે અને ન્યૂ નોર્મલ અપનાવ્યું છે.  આગળ વધવાના માર્ગે આવેલા અવરોધોએ તેમને અને તેમના વ્યવસાયને સીધી જ અસર પહોંચાડી હોવા છતાં, મિકેનિક્સે તેમના નવતર આઇડિયા અને લોકોના હિત માટેના અજોડ સમર્પણ સાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના ગ્રાહકો સુધી પહોંચવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને તેમના સંકલ્પના જુસ્સાને વધુ બળવાન કર્યો છે, મિકેનિક્સની નવી પેઢીને તાલીમ આપીને તેમને સજ્જ કર્યા છે અને એકબીજાને સહકાર આપવા માટે નેટવર્ક બનાવ્યું છે. તેમની કામગીરી દરમિયાન, તેમણે પ્રગતિકારક વિચારસરણી માટે નવા દૃષ્ટાંતો પૂરાં પાડ્યાં છે, સેવા કરવાની કટિબદ્ધતા દર્શાવી છે અને લોકોની નજરમાં આવી શકાય તેવા કાર્યો વિકસાવ્યા છે.

  TOTALQUARTZ અને Network18 દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલથી, અમે આપણાં મિકેનિક્સ પ્રત્યે સહિયારી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ અને આપણાં વાહનોને દોડતા રાખવા માટે તેમણે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી શકીએ છીએ. આ અભૂતપૂર્વ સમયમાં જ્યારે કોઇ મિકેનિક પાસેથી તમને સહકાર મળ્યો હોય તે અંગે તમારો અનુભવ અને તમારી વાત કહેવાની પણ અહીં તક છે. તમે સોશિયલ મીડિયા પર #SuperstarMechanic સાથે અથવા અમારી વેબસાઇટ દ્વારા પણ આ અનોખી યાદો શેર કરી શકો છો. શ્રેષ્ઠ કહાનીઓને તમામ સોશિયલ મીડિયા પર હાઇલાઇટ કરવામાં આવશે જ્યારે નામાંકિત મિકેનિકને સાચા TOTAL QUARTZ એન્જિન કે સુપરસ્ટાર તરીકે માન્યતા આપવામાં આવશે.

  આ પહેલમાં જોડાઓ અને તમારા ‘સુપરસ્ટાર મિકેનિક’ને માન્યતા આપો જેના તેઓ ખરેખર હકદાર છે. તમારી કહાની શેર કરવા માટે ફક્ત https://www.firstpost.com/total-quartz-engine-ke-superstar2/ પર લોગ ઓન કરો.
  આ ભાગીદારીની પોસ્ટ છે.
  Published by:Chaitali Shukla
  First published: