સોશિયલ મીડિયા જેટલું કામ નું છે તે નુકસાનકારક છે તે પણ ઘણી વખત સાબિત થઈ ચૂક્યું છે. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી મહિલા એક બાળકની માતા છે જોકે તેના પતિ મુંબઈ ખાતે નોકરી કરતા હોવાને લઈને આ મહિલા એકલી રહેતી હતી. તેમાં થોડા સમય પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ જ વિસ્તારમાં રહેતો અને હાલમાં બેકાર તરીકે રહેતો યુવક મિતેશ પટેલના સંપર્ક માં મજા આવી હતી.
Digital World: ગ્રાહકોને આકર્ષવા સોશિયલ મીડિયા યૂઝર્સે નવાં ટ્રેન્ડને ફોલો કરવો પડશે. આ માટે તાજેતરમાં જ Talkwalker દ્વારા આગામી વર્ષના ટ્રેન્ડનો તાગ મેળવવા પ્રયાસ થયો છે. જેમાં આવતા વર્ષના ટ્રેન્ડને પારખવા માટે વૈશ્વિક નિષ્ણાંતો, ઉદ્યોગના દિગ્ગજો અને ગ્રાહકોના મત જાણવામાં આવ્યા હતા.
અર્થવ્યવસ્થામાં ગ્રાહકને રાજા ગણવામાં આવ્યો છે. પણ છેલ્લા ઘણા સમયથી અનેક બ્રાન્ડ અને ઉદ્યોગો રાજા સમાન ગ્રાહક સાથે છેતરપીંડી કરતા આવ્યા છે. જોકે, હવે સમય બદલાયો છે. 2022 અને ત્યારબાદના સમયથી કોઈ પણ બ્રાન્ડને બજારમાં ટકવા માટે ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપવાનું શરૂ કરવું પડશે. ગ્રાહકોના મંતવ્યો સાંભળવા પડશે અને ગ્રાહકો સુધી પહોંચવા માટે વધુ મગજ કસવું પડશે. હવેનો ડિજિટલ યુગ વધુ સ્પર્ધાત્મક હશે ગ્રાહકોને આકર્ષવા ટ્રેન્ડને ફોલો કરવો પડશે. જેથી તાજેતરમાં જ Talkwalker દ્વારા આગામી વર્ષના ટ્રેન્ડનો તાગ મેળવવા પ્રયાસ થયો છે. જેમાં આવતા વર્ષના ટ્રેન્ડને પારખવા માટે વૈશ્વિક નિષ્ણાંતો, ઉદ્યોગના દિગ્ગજો અને ગ્રાહકોના મત જાણવામાં આવ્યા હતા.
ટિકટોકનું પ્રભુત્વ વધશે, અન્ય પ્લેટફોર્મને તેના પગલે ચાલવું પડશે
ભારતમાં પ્રતિબંધ હોવા છતાં 2020માં ટિકટોક વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્લિકેશન હતી. વધુને વધુ લોકોએ સર્જનાત્મક અને રમૂજી મનોરંજન પૂરું પડતા પ્લેટફોર્મ ટિકટોકનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું. જેથી બ્રાન્ડ્સ નવા ગ્રાહકોને આકર્ષવા જાગૃત થઈ રહી છે અને અન્ય પ્લેટફોર્મને પણ ટિકટોકના પગલે ચાલવું પડશે.
cookiesનો કડુસલો બોલી જતા એડવર્ટાઈઝિંગની દશા અને દિશા ફરી જશે
ગૂગલ 2023 સુધીમાં કૂકી ટ્રેકિંગને તબક્કાવાર બંધ કરવાનું કામ કરી રહ્યું છે. જેના કારણે સોશિયલ એડવર્ટાઈઝિંગ બાબતે પ્રશ્નો ઉભા થયા છે. આવી સ્થિતિમાં ગ્રાહકો માટે બ્રાન્ડસને વધુ પર્સનલાઈઝ સર્વિસ આપવી ભારે પડશે.
સોશિયલ સેલિંગમાં વધુ સરળતા આવશે
ઓનલાઈન ખરીદી કરતા વર્ગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ભવિષ્યમાં જેમ જેમ માંગ વધતી જશે તેમ તેમ સોશિયલ મીડિયા થકી થતા સેલિંગમાં પણ સતર્ક રહેવું પડશે. ગ્રાહકોને વધુ અનુકૂળ સેવા આપવી પડશે. ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં નવું શોપિંગ ફીચર યુઝર્સ માટે મૂક્યું હતું. જેના કારણે યુઝર્સ એપ્લિકેશનની બહાર નીકળ્યા વગર જ ખરીદી કરી શકે છે.
ગ્રાહકોની નજરમાં રહેવા રણનીતિ બદલાવવી પડશે
સોશિયલ મીડિયા પહેલેથી જ આપણા જીવનનો અભિન્ન ભાગ હતું. હવે મહામારીએ વિશ્વભરમાં તેના ઉપયોગમાં ધરખમ વધારો કર્યો છે. ત્યારે ગ્રાહકોની નજરમાં રહેવા માટે બ્રાન્ડ્સે સ્થાનિક ભાષામાં વાત કરવી પડશે. જે તે વર્ગને ધ્યાનમાં રાખી અલાયદું કોંન્ટેન્ટ બનાવવું પડશે.
સોશિયલ મીડિયામાં ઑમ્નીચેનલ્સની અસર થશે
64.5 ટકા ઇન્ટરનેટ યુઝર્સને મેઈનસ્ટ્રીમ મીડિયાને બદલે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ તરફથી બ્રેકિંગ ન્યૂઝ મળે છે. જેના કારણે ગ્રાહકોનું જોડાણ વધારવાની તક ઉભી થઇ છે. અલબત્ત ગ્રાહકો હવે એક ચેનલ પ્રત્યે વફાદાર નથી. શેરિંગ વધ્યું છે, જેના કારણે કન્ટેન્ટ ડિફ્યુઝિંગ ક્રોસ-પ્લેટફોર્મ પહેલા કરતા વધુ ઝડપથી થાય છે.
ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગ પરિપક્વ થશે
ઘણા સમયથી ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગનું પ્રમાણ વધ્યું છે. હવે આ ક્ષેત્રમાં રેગ્યુલેશન અને જવાબદારીઓ વધતા વધુને વધુ બ્રાન્ડસ્ ઇન્ફ્લ્યુએન્સર માર્કેટિંગ તરફ વળી છે. આ ક્ષેત્રમાં વિકસેલી તકોનો મહત્તમ ઉપયોગ કરનારી બ્રાન્ડ્સ ઇન્ફ્લ્યુએન્સરને ઓળખીને તેનો ઉપયોગ કરશે.
બ્રાન્ડ્સ પોતાનું જ સોશિયલ મીડિયા નેટવર્ક ઉભું કરશે
બ્રાન્ડને સોશિયલ મીડિયા પર આધાર રાખવો પરવડે નહીં. તેથી હવે બ્રાન્ડ પોતે જ પોતાનું સોશિયલ નેટવર્ક ઉભુ કરે છે. ગ્રાહકને પકડી રાખવા પોતાની વેબસાઈટ કે એપ્લિકેશનમાં ફોરમ સહિતના ઘણા ફીચર આપે છે.
ઇન્ટરનેટનું ભવિષ્ય મેટાવર્સ
ગ્રાહકો સાથેનું વધુ અસરકારક જોડાણ મેટાવર્સ બનશે. કોરોનાના કારણે ગ્રાહકો સાથે બ્રાન્ડ પણ વર્ચ્યુઅલ દુનિયા તરફ ખેંચાઈ છે. પરિણામે મેટાવર્સ થકી ગ્રાહકો સાથે કનેક્શનનો નવો રસ્તો ખુલશે.
સામાજિક જવાબદારી તરફ જાગૃતિ
2020માં કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી (CSR) ચર્ચાનો વિષય બની હતી. 2022માં તે વધુ ચર્ચાશે. બ્રાન્ડ્સે તેમના પ્રેક્ષકો માટે સૌથી વધુ મહત્વ ધરાવે તેવા સામાજિક મુદ્દાઓ સાંભળીને અને ઉકેલીને કરીને CSR પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગ્રાહકોને હવે ખોખલા વચનો અથવા દાનમાં રસ નથી. CSRમાં તેમની ઊંચી અપેક્ષાઓ છે.
ગ્રાહકો રાજા બનશે
કોમ્યુનિટીનો વિકાસ થશે. સોશિયલ કોમ્યુનિટીના કારણે ગ્રાહકોનો અવાજ બુલંદ થશે. જેથી વફાદાર ગ્રાહકો મેળવવા બ્રાન્ડસને વધુ મહેનત કરવી પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર