Home /News /tech /Wireless charging: ભારતમાં મળતા ટોપ 10 વાયરલેસ ચાર્જિંગ સ્માર્ટફોન, Samsung, Apple સહિતની કંપનીઓના મોડલ સામેલ

Wireless charging: ભારતમાં મળતા ટોપ 10 વાયરલેસ ચાર્જિંગ સ્માર્ટફોન, Samsung, Apple સહિતની કંપનીઓના મોડલ સામેલ

વાયરલેસ ચાર્જિંગ સ્માર્ટફોન

Wireless charging smartphone: અત્યારે વાયરલેસ ચાર્જિંગ ફોન (Wireless charging smartphone)ના પણ અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. આ વિકલ્પોમાંથી સૌથી શ્રેષ્ટ સ્માર્ટફોનની યાદી અહીં આપવામાં આવી છે.

મુંબઈ: સ્માર્ટફોન ટેકનોલોજી (Smartphone technology)એ થોડા વર્ષોમાં જ હરણફાળ ભરી છે. ફીચર્સ વધવા સાથે સ્માર્ટફોનની બેટરી (smartphone battery) લાંબી ચાલે અને ઝડપી ચાર્જ (Fast charger) થાય તે પણ જરૂરી છે. જેથી અત્યારે વાયરલેસ ચાર્જિંગ ફોન (Wireless charging smartphone)ના પણ અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. આ વિકલ્પોમાંથી સૌથી શ્રેષ્ટ સ્માર્ટફોનની યાદી અહીં આપવામાં આવી છે. આ સાથે જ અમે જે તે મોડલની બેઝિક વિગતો પણ રજૂ કરી રહ્યા છીએ.

આઈફોન 13 પ્રો મેક્સ

એપલનો આ સ્માર્ટફોન વાયરલેસ અને ફાસ્ટ ચાર્જિંગ બંને ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. તેમાં રહેલી ઇનબિલ્ટ લિ-આયન બેટરી મેગસેફ વાયરલેસ ચાર્જિંગ ટેકને સપોર્ટ કરે છે. તેમાં 128GB, 256GB, 512GB, 1TB સ્ટોરેજ, 12MP + 12MP + 12MP કેમેરા, 12MP ફ્રન્ટ કેમેરા મળે છે.

સેમસંગ ગેલેક્સી એસ21 પ્લસ 5G

આ ડીવાઈસ અત્યાધુનિક વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. તે સેમસંગ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ 2.0 ફીચરને સપોર્ટ કરે છે. તેમાં 128GB, 256GB સ્ટોરેજ / 8GB રેમ, 12GB + 64MP + 12MP ટ્રિપલ પ્રાઇમરી કેમેરા, 10MP ફ્રન્ટ કેમેરા તેમજ નોન રિમૂવેબલ લી-આઓન 4800 mAh બેટરી મળે છે.

શાઓમી એમઆઈ 11 અલ્ટ્રા

આ ફોન 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 67W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સપોર્ટ કરે છે. તેમાં 5000 mAh બેટરી મળે છે. તે 10W વાયરલેસ રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ છે. તેમાં 256GB સ્ટોરેજ / 12GB રેમ, 50MP + 48MP + 48MP કેમેરા, 20MP ફ્રન્ટ કેમેરા મળે છે.

આઇફોન 12 પ્રો મેક્સ

આ ડીવાઈસમાં 3,687 mAh બેટરી મળે છે. સાથે ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં મેગ સેફ ચાર્જિંગ ટેક્નિકલ આવે છે. 128GB, 256GB, 512GB સ્ટોરેજ / 6GB રેમ તેમજ 6.7 ઇંચની 1284 X 2778 પિક્સલ ડિસ્પ્લે મળે છે.

સેમસંગ ગેલેક્સી એસ 21 અલ્ટ્રા 5G

આ ડિવાઇસ વાયરલેસ પાવરશેર ફીચર સપોર્ટ કરે છે. તેમાં 5,000 mAh બેટરી તેમજ વાયરલેસ ચાર્જર સ્ટેન્ડની સાથે સેમસંગના લાઇટનિંગ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ 2.0 મળે છે. તેમાં 256GB, 512GB સ્ટોરેજ / 12GB, 16GB રેમ અને 108MP + 10MP + 10MP + 12MP ક્વાડ પ્રાઇમરી કેમેરા તથા 40MP ફ્રન્ટ કેમેરા મળે છે.

આ પણ વાંચો: 8GB RAM ધરાવતા બેસ્ટ સ્માર્ટફોન, Realme, Vivo અને OnePlus સહિતની કંપનીના ફોન છે સામેલ

સેમસંગ ગેલેક્સી S20 FE

આ ફોન 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 4500 mAh બેટરી મળે. છે પરંતુ તેના રિટેલ પેકેજમાં 15W ચાર્જર મળે છે. તે વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ પાવરશેર સુવિધા સપોર્ટ કરે છે. તેમાં 128GB, 256GB સ્ટોરેજ / 8GB રેમ તેમજ 12MP + 8MP + 12MP ટ્રિપલ લેન્સ કેમેરા, 32MP ફ્રન્ટ કેમેરા મળે છે.

આઇફોન 12

આ ફોન મેગસેફ ટેક આવે છે. તે 2,815 mAh બેટરીને વાયરલેસ ચાર્જિંગ કરે છે. ફોનમાં 64GB, 128GB, 256GB સ્ટોરેજ / 4GB રેમ તેમજ 6.1 ઇંચ 1170 એક્સ 2532 પિક્સલ ડિસ્પ્લે મળે છે.

શાઓમી મી 10 5G

આ સ્માર્ટફોન 30Wનું વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 4,500 mAh બેટરી મળે છે. તેમાં 128GB / 8GB રેમ તથા 108GB + 13MP + 2MP + 2MP ક્વાડ લેન્સ કેમેરા, 20MP ફ્રન્ટ કેમેરા મળે છે.

આ પણ વાંચો: ભારતના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદી, જુઓ લિસ્ટમાં કયા કયા ફોન છે સામેલ

એલજી વેલ્વેટ

આ ડીવાઈસ નોન-રિમૂવેબલ લી-આઓન 4300 mAh બેટરી સાથે આવે છે. જે ફાસ્ટ અને વાયરલેસ ચાર્જિંગ બંનેને સપોર્ટ કરે છે. ફોનમાં 128GB / 6GB રેમ તથા 48MP + 8MP + 5MP ટ્રિપલ લેન્સ કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા મળે છે.

મોટોરોલા એજ પ્લસ

આ સ્માર્ટફોન 15W ક્વિક ચાર્જિંગ, એનએફસી, વાયરલેસ ચાર્જિંગ, વોટર રેઝિસ્ટન્સ, વાયરલેસ રિવર્સ સાથે આવે છે. તેમાં 256GB/ 12GB રેમ તથા 108 MP + 16 MP + 8 MP ટ્રિપલ લેન્સ કેમેરા, 25 MP ફ્રન્ટ કેમેરા મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Charger, Gadgets, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन