PUBG લવર્સ માટે ખુશખબરી! આ Games છે PUBGની બેસ્ટ ઓપ્શન - જુઓ List

PUBG લવર્સ માટે ખુશખબરી! આ Games છે PUBGની બેસ્ટ ઓપ્શન - જુઓ List
પ્રતિબંધ બાદ હવે PUBG લવર્સ હવે આવી બીજી ગેમ શોધી રહ્યા છે. જો તમે પણ PUBGના ફેન છો અને આ એપ બંધ થવાથી નિરાશ છો તો, અમે તમને તેના ઓપ્શનમાં ઉપલબ્ધ અન્ય ગેમ્સ વિશે જણાવીશું.

પ્રતિબંધ બાદ હવે PUBG લવર્સ હવે આવી બીજી ગેમ શોધી રહ્યા છે. જો તમે પણ PUBGના ફેન છો અને આ એપ બંધ થવાથી નિરાશ છો તો, અમે તમને તેના ઓપ્શનમાં ઉપલબ્ધ અન્ય ગેમ્સ વિશે જણાવીશું.

  • Share this:
    ભારતમાં PUBG પર પ્રતિબંધ બાદ જ્યાં એકબાજુ માતા-પિતા ખુશ છે, ત્યાં બીજી બાજુ બાળકો દુખી છે. PUBGના દિવાના બાળકો જ નહીં પરંતુ મોટા લોકો પણ છે. સરકારના આ નિર્ણયથી PUBG લવર્સ નિરાશ થયા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર ચીન તરફથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે સુરક્ષાના કારણે 2 સપ્ટેમ્બરથી 118 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ કરવામાં આવેલી 118 એપમાં પોપ્યુલર બેટલ ગેમ PUBG અને લુડો કિંગ પણ સામેલ છે. હવે ટુંક સમયમાં આ એપ દેશમાં ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવશે.

    પ્રતિબંધ બાદ હવે PUBG લવર્સ હવે આવી બીજી ગેમ શોધી રહ્યા છે. જો તમે પણ PUBGના ફેન છો અને આ એપ બંધ થવાથી નિરાશ છો તો, અમે તમને તેના ઓપ્શનમાં ઉપલબ્ધ અન્ય ગેમ્સ વિશે જણાવીશું.



    PUBGની ઓપ્શન ગેમ

    PUBG બેન થયા બાદ તેના વિકલ્પ શોધીએ તો, Call of Duty, Garena Free Fire, ShadowGun Legends, Battle Prime Online, Infinity Ops Sci-Fi, Fortnite, Battlelands Royale અને knives out નામની ગેમ ધ્યાન પર આવે છે. ભારતમાં પબજી ગેમ ઓવર થયા બાદ હવે આ ગેમ એપમાં ટ્રાફિક વધી શકે છે. તો જોઈએ આ ગેમ વિશે...

    Battlelands Royale

    આ એક મલ્ટીપ્લેયર ગેમ છે. આ ગેમને ખોલવા માટે વધારે મોંઘા સ્માર્ટફોનની જરૂરત નથી. જોકે, પબજીની જેમ વધારે સમય સુધી ગેમ રમી નથી શકાતી. આ ગેમમાં એક સાથે 32 પ્લેયર્સ જોડાઈ શકે છે.

    Call of Duty: Mobile

    આ પબજીની સૌથી પ્રતિદ્વંદી ગેમ માનવામાં આવે છે. આ Android અને iPhone, બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં 100 મિલિયનથી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરવામાં આવી છે.

    ShadowGun Legends

    શેડોગન લેડેન્ડ્સને મેડફિંગર ગેમ્સે ડેવલપ કરી છે. આ ગેમ એન્ડ્રોયડ અને આઈઓએસ ડિવાઈસ માટે ઉપલબ્ધ છે. આમાં સાયન્સ-ફિક્શન ગેમપ્લે, હાઈ ડેફિનેશન ગ્રાફિક્સ અનેઈન્ટરએક્ટિવીટી જેવા ફિચર્સ છે.

    Fortnite

    આ ગેમ પણ ખુબ પોપ્યુલર બની રહી છે. પરંતુ સમસ્યા એ છે કે, આ એપ તમે થર્ડ પાર્ટી એપ સ્ટોર પરથી જ ડાઉનલો઼ડ કરી શકો છો. આ ગેમ વિવાદોમાં છે. અમેરિકામાં આ ગેમને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. જોકે, આની સાથે જોડાયેલો વિવાદ રેવન્યુને લઈને હતો.

    Battle Prime Online

    આ ગેમ પણ એન્ડ્રોયડ અને આઈઓએસ ડિવાઈસ માટે ઉપલબ્ધ છે. આમાં હાઈ ડેફિનિશન ગ્રાફિક્સ, સાઉન્ડ અને ગેમપ્લે જેવી ખુબીઓ છે, જે ગેમ રમતા સમયે રોમાંચ અપાવે છે.

    Infinity Ops Sci-Fi

    આ મલ્ટીપ્લેયર સાયન્સ-ફિક્શન ગેમ પણ પબજીીન એક સારી ઓપ્શન છે. આમાં હાઈ ગ્રાફિક્સ, સાઉન્ડ અને ઈન્ટરએક્ટિવ ગેમપ્લે જેવા ફિચર્સ છે. આ ગેમ પણ એન્ડ્રોયડ અને આઈઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
    Published by:kiran mehta
    First published:September 04, 2020, 16:08 pm

    ટૉપ ન્યૂઝ