આ છે દેશમાં સૌથી વધુ વેચાતાં સ્માર્ટફોનની યાદી, કોણ છે નંબર 1?

News18 Gujarati
Updated: May 18, 2019, 11:05 AM IST
આ છે દેશમાં સૌથી વધુ વેચાતાં સ્માર્ટફોનની યાદી, કોણ છે નંબર 1?
ભારતમાં સૌથી વધુ વેચાતાં સ્માર્ટફોનની યાદી સામે આવી છે

IDC પ્રમાણે, શાઓમીએ આ વર્ષે પહેલા ક્વાર્ટરમાં 98 લાખ યુનિટ્સ શિપિંગ કર્યા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભારતમાં સૌથી વધુ વેચાતાં સ્માર્ટફોનની યાદી સામે આવી છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષના પહેલા ત્રણ મહિના (જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ)માં Redmi 6A સૌથી વધુ વેચાણ થનાર સ્માર્ટફોન રહ્યો છે. આ દરમિયાન લગભગ 30 લાખ રેડમી 6A સ્માર્ટફોનનું વેચાણ થયું. આ લિસ્ટમાં બીજા નંબરે રેડમી નોટ 6 પ્રો અને ત્રીજા નંબરે રેડમી Y2 સ્માર્ટફોન રહ્યો છે. તમને જણાવી દઇએ કે શાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટ મનુ જૈને જણાવ્યું કે આઇડીસીના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2019ના પહેલા ક્વાર્ટરમાં સૌથી વધુ વેચાણ થનાર સ્માર્ટફોનની યાદીમાં 10માંથી 7 ફોન શાઓમીના છે.

IDC પ્રમાણે, શાઓમીએ આ વર્ષે પહેલા ક્વાર્ટરમાં 98 લાખ યુનિટ્સ શિપિંગ કર્યા. સેમસંગે પહેલાં ક્વાર્ટરમાં 72 લાખ સ્માર્ટફોન શિપ કર્યા. ગયા વર્ષની સરખામણીમાં કંપનીએ 4.8 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે રિયલમીએ 66 લાખ સ્માર્ટફોન્સ શિપ કર્યા. કંપનીનું માર્કેટ શેર 6 ટકા રહ્યું.

આ છે સૌથી વધુ વેચાતાં સ્માર્ટફોનનું લિસ્ટ

(1) રિપોર્ટ પ્રમાણે, 2019ના પહેલાં ક્વાર્ટરમાં લગભગ 30 લાખ રેડમી 6A સ્માર્ટફોનનું વેચાણ થયું. જેની સાથે તેનું માર્કેટ શેર 9.5 ટકા છે.

2) રેડમી નોટ 6 પ્રોના 15 લાખ યુનિટ્સનું વેચાણ થયું, જેનું માર્કેટ શેર 4.8 ટકા છે.

(3) રેડમી Y2 ફોન 12 લાખથી વધુ યુનિટ્સના વેચાણ સાથે 3.8 ટકા માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને છે.(4) ચોથા નંબર પર સેમસંગ ગેલેક્સી M20 છે.

(5) પાંચમા નંબરે સેમસંગ ગેલેક્સી J2 કોર છે.

આ પણ વાંચો: 3 કેમેરા સાથે લોન્ચ થયો 5 હજાર રૂપિયાનો ફોન, આવા છે ફીચર્સ

(6) છઠ્ઠા નંબરે વીવો વી15 પ્રો છે.

(7) આ લિસ્ટમાં રેડમી 6 પ્રો સાતમા સ્થાને છે.

(8) રેડમી 6 આઠમા નંબરે છે.

(9) રેડમી નોટ 7 નવમા નંબરે છે.

(10) રેડમી ગો 10માં નંબરે છે.
First published: May 18, 2019, 11:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading