Home /News /tech /આ છે ઓછા બજેટમાં જોરદાર પરફોર્મન્સ આપનારા દુનિયાના ટોપ 10 સ્માર્ટફોન, શું તમે ખરીદ્યા?

આ છે ઓછા બજેટમાં જોરદાર પરફોર્મન્સ આપનારા દુનિયાના ટોપ 10 સ્માર્ટફોન, શું તમે ખરીદ્યા?

ફ્લેગશિપ, સબ-ફ્લેગશિપ અને મિડરેન્જ કેટેગરીમાં બેસ્ટ પર્ફોર્મન્સ વાળા સ્માર્ટફોન

Best Mid Range Smartphones: સબ ફ્લેગશિપ કેટેગરીના ટોપ 10 સ્માર્ટફોનની લિસ્ટમાં Redmi K50 ને પ્રથમ સ્થાન મળ્યું છે અને Realme GT Neo3 એ બીજું સ્થાન મેળવ્યું છે, આ બંને સ્માર્ટફોન Dimensity 8100 SoC પર કામ કરે છે.

    Best Mid Range Smartphones: AnTuTu એ એપ્રિલ મહિના માટે ફ્લેગશિપ, સબ-ફ્લેગશિપ અને મિડરેન્જ કેટેગરી માટે બેસ્ટ પરફોર્મન્સ સ્માર્ટફોનનું લિસ્ટ બહાર પાડ્યું છે. ફ્લેગશિપ કેટેગરીના ટોપ 10 સ્માર્ટફોનમાં Snapdragon 8 Gen 1 મોબાઇલ પ્લેટફોર્મ આગળ છે. સબ-ફ્લેગશિપ યાદીમાં Dimensity 8100 અને Snapdragon 870 ચિપસેટ વાળા ફોન સામેલ છે. તો મિડ-રેન્જ કેટેગરીમાં Snapdragon 778G ચિપસેટ વાળા સ્માર્ટફોનનો દબદબો છે.

    ફ્લેગશિપ કેટેગરીમાં ટોપ 10 સ્માર્ટફોન

    આ યાદીમાં Black Shark 5 Pro પહેલા સ્થાને છે અને તેને 1,062,747 સ્કોર મળ્યો છે. તો Red Magic 7 Pro એ 1,032,494 સ્કોર સાથે બીજું સ્થાન અને Lenovo Legion Y90 એ 1,023,934 સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ચોથા ક્રમે Vivo X80 છે અને પાંચમા ક્રમે iQOO 9 છે. iQOO 9 Pro છઠ્ઠા, Vivo X Note સાતમા, iQOO Neo6 આઠમા અને Xiaomi 12 Pro નવમા ક્રમે છે. Realme GT2 Pro છેલ્લા એટલે કે દસમા ક્રમે છે.

    આ પણ વાંચો: આ અઠવાડિયે આવી રહ્યા છે એકથી એક જોરદાર સ્માર્ટફોન્સ, ઓછા બજેટમાં મળશે અડ્વાન્સડ ફીચર્સ

    સબ ફ્લેગશિપ કેટેગરીમાં ટોપ 10 સ્માર્ટફોન

    AnTuTu ની લિસ્ટમાં Redmi K50 ને પ્રથમ સ્થાન મળ્યું છે અને Realme GT Neo3 એ બીજું સ્થાન મેળવ્યું છે, આ બંને સ્માર્ટફોન Dimensity 8100 SoC પર કામ કરે છે. એપ્રિલ મહિનામાં સબ-ફ્લેગશિપ પર્ફોર્મન્સ લિસ્ટમાં આ બંને સ્માર્ટફોને અનુક્રમે 814,032 અને 811,881 સ્કોર હાંસલ કર્યા છે. સ્નેપડ્રેગન 870 દ્વારા સંચાલિત, iQOO Neo5 732,559ના સ્કોર સાથે ત્રીજા નંબરે છે. તે પછી Realme GT Neo2 ચોથા નંબર પર છે.

    Realme GT Master Explorer Edition પાંચમા ક્રમે, iQOO Neo5 SE છઠ્ઠા ક્રમે, OPPO Reno6 Pro+ 5G સાતમા ક્રમે, iQOO Neo5 આઠમા ક્રમે, OPPO Find X3 નવમા અને Realme GT Neo2T આ લિસ્ટમાં Dimensity 1200 AI સાથે છેલ્લા એટલે કે દસમા સ્થાને છે.

    આ પણ વાંચો: Apple iPhone 14 સિરીઝની ડિઝાઇન લીક, આ કલરમાં આવશે 4 નવા મોડલ

    મિડ રેન્જ કેટેગરીમાં ટોપ 10 સ્માર્ટફોન

    મિડ-રેન્જ કેટેગરીમાં Snapdragon 778G પ્રોસેસર પર ચાલતો iQOO Z5 સ્માર્ટફોન 572,188 સ્કોર સાથે પહેલા સ્થાને છે. તો Snapdragon 778G Plus પર કામ કરતા Xiaomi CIVI 1S ને 555,714 સ્કોર સાથે બીજું સ્થાન મળ્યું છે અને Honor 60 Pro સ્માર્ટફોનને 547,886 સ્કોર સાથે ત્રીજું સ્થાન મળ્યું છે.

    Dimensity 900 પર ચાલતો OPPO Reno7 5G ચોથા નંબરે છે અને તેણે 543,229 સ્કોર મેળવ્યો છે. Realme Q3s પાંચમા ક્રમે છે, Xiaomi 11 Lite 5G છઠ્ઠા ક્રમે, Honor 60 સાતમા ક્રમે, Honor 50 Pro અને Honor 50 અનુક્રમે આઠમા  અને નવમા ક્રમે છે. નંબર દસ પર Huawei Nova 9 છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Android smartphone, Gadgets, Gadgets News, Gujarati tech news, Mobile and Technology, Top Budget Smartphones

    विज्ञापन
    विज्ञापन