Home /News /tech /તમે ભારતમાં રૂ. 25 લાખ સુધીમાં ટોપ ઈલેક્ટ્રિક કાર ખરીદી શકો છો- જાણો તેના ફીચર

તમે ભારતમાં રૂ. 25 લાખ સુધીમાં ટોપ ઈલેક્ટ્રિક કાર ખરીદી શકો છો- જાણો તેના ફીચર

Photo- AFP

સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) અપનાવવા માટે અલગ અલગ પ્રકારની સબસિડી પણ આપી રહ્યા છે. એક બાજુ ખરીદકર્તા ક્રેડિબલ ઓપ્શન શોધી રહ્યા છે, બીજી બાજુ ભારતમાં રૂ.25 લાખની (Car under 25 lakhs rupees) ઓછી કિંમતની માત્ર ગણતરીની કાર છે.

વધુ જુઓ ...
  Top Electric Cars: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ હવે ચિંતાનો વિષય બની ગયો છે. એક લિટર પેટ્રોલ માટે લોકો રૂ. 100 ખર્ચવા મજબૂર થયા છે. ડીઝલનો ભાવ પણ પેટ્રોલને (Petrol Diesel  Price )સમાન થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે માત્ર રૂ. 5નું અંતર રહી ગયું છે. ગ્લોબલ વોર્મિંગનું (Global Warming) જોખમ પણ માથે તોળાઈ રહ્યું છે. કેનેડા અને એન્ટાર્કટીકામાં સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે. પૂરના કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે.

  આ તમામ સમસ્યાને જોતા ભારત સહિત અનેક દેશ ઇલેક્ટ્રિક વિહિકલ વાપરવા માટે વધુ ભાર આપી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે અલગ અલગ પ્રકારની સબસિડી પણ આપી રહ્યા છે. એક બાજુ ખરીદકર્તા ક્રેડિબલ ઓપ્શન શોધી રહ્યા છે, બીજી બાજુ ભારતમાં રૂ.25 લાખની ઓછી કિંમતની (Car under 25 lakhs rupees) માત્ર ગણતરીની કાર છે. Tata Tigor EV લોન્ચ કરવામાં આવી છે, જેની સાથે ભારતમાં ઈલેક્ટ્રિક કારના અનેક ઓપ્શન ઉપલબ્ધ છે.

  Tata Tigor EV- ભારતમાં ટાટા મોટર્સ એક એવી કંપની બની ગઈ છે. જેણે તાજેતરમાં Tigor EV સાથે 300 કિમીથી અધિક તમામ ઈલેક્ટ્રિક રેન્જ સાથે રૂ.15 લાખ હેઠળ બે અલગ અલગ પ્રકારના ઈલેક્ટ્રિક વાહન રજૂ કર્યા છે. આ કાર રૂ.11.99 લાખમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારના ત્રણ અલગ અલગ મોડેલ છે. ટોપ ડેસ્ક મોડેલની કિંમત રૂ.12.99 લાખ છે, જેમાં 306 કિમી ઈલેક્ટ્રિક રેન્જ આપવામાં આવી છે. ટાટા મોટર્સની બીજી ઈલેક્ટ્રિક કાર Nexon EV છે.

  " isDesktop="true" id="1130803" >

  નવી Tigorમાં 26.4 kWh બેટરી સાથે Ziptron ટેકનિક આપવામાં આવી છે. જે માત્ર એક વાર ચાર્જ કરવા પર 300 કિમીથી અધિકની રેન્જ આપે છે. આ કારમાં બે ડ્રાઈવિંગ મોડ આપવામાં આવ્યા છે- ડ્રાઈવ અને સ્પોર્ટ્સ મોડ. જેમાં આગળની તરફ મેગ્નેટ સિંક્રોનસ મોટર આપવામાં આવી છે, જે 75PSનો પાવર અને 170Nm torque આપે છે. Tigor EVને 8.5 કલાકમાં 15A સોકેટથી ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જરથી બેટરીને 60 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

  " isDesktop="true" id="1130803" >

  Tata Nexon EV- ભારતમાં Nexon EV સૌથી સસ્તી ઈલેક્ટ્રિક SUV છે, જે MG ZS EV કરતા લગભગ રૂ.6 થી 7 લાખ સસ્તી છે. Tata Nexon EVમાં 30.2 kWh બેટરી આપવામાં આવી છે, જે એક વાર ચાર્જ કરવા પર 312km રેન્જ આપે છે. આ કારના ફ્રન્ટમાં પરમેનેન્ટ મોટર સિંક્રોનસ મોટર આપવામાં આવી છે, જે 129PSનો પાવર અને 245Nmનો ટાર્ક ડિલીવર કરે છે. Nexon EVને 8.5 કલાકમાં 15A સોકેટથી ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જર બેટરીથી બેટરીને 60 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. Nexon EVની શરૂઆતની કિંમત રૂ.13.99 છે અને રૂ.16.85 લાખ સુધીમાં ખરીદી શકાય છે. આ કારમાં ઝિપટ્રોન ટેકનોલોજી આપવામાં આવી છે, જે iRA સાથે કનેક્ટેડ છે અને રિમોટ ડાયનોગ્સ્ટીક, રેન્જ, ચાર્જિંગ સહિત 30 થી વધુ ફીચર આપવામાં આવ્યા છે.

  આ પણ વાંચો-50 mp કેમેરા વાળો Redmi 10 Prime લોન્ચ, જાણો તેનો ભાવ અને સ્પેસિફિકેશન

  આ પણ વાંચો-Redmi 10 Prime Review: આ મિડરેન્જ સ્માર્ટફોન લેવો કે નહીં, અહીં જાણો બધું જ

  MG ZS EV- ZS EV ભારતમાં MGની બીજી પ્રોડક્ટ હતી. આ પ્રોડક્ટ એ સમયે સામે આવી જ્યારે બ્રાન્ડ પોતાનું નામ બનાવી રહી હતી, જેના પરથી કહી શકાય કે તેણે બજારમાં પોતાનું નામ ઊભું કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હશે. ZS EV કાર દેખાવમાં ખૂબ જ આકર્ષક છે, ઉપરાંત તે વિદેશમાં વેચાતી પેટ્રોલ ટ્વિન સમાન છે. ZS EVની એક મોટર 44.5kWh, લિક્વિડ કૂલ્ડ લિથિયમ આયન બેટરી સાથે આવે છે. MG 340kmથી અધિકની રેન્જ આપે છે, જે Nexon EV કરતા અધિક છે. મોટર 143bhp અને 353Nmનો ટાર્ક કાઢે છે, જે માત્ર 8.5 સેકન્ડમાં 100kmph સુધી પ્રાપ્ત કરે છે.

  આ પણ વાંચો-EXPLAINED NEET PG Admit Card 2021: અહીં જાણો નીટ પીજી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત અને ડિટેલ્સ

  આ પણ વાંચો-ભારતમાં લોન્ચ થઈ Tataની પાવરફુલ ઇલેક્ટ્રિક કાર Tigor EV, સિંગલ ચાર્જમાં ચાલશે 306 km

  ZS EV ત્રણ ડ્રાઈવિંગ મોડ્સ- ઈકો, નોર્મલ અને સ્પોટ સાથે આવે છે. જે થ્રોટલ રિસ્પોન્સ અને પાવરને બદલી દે છે. ચાર્જિંગ મામલે MGએ ડીલરશિપ પર 50kW DC ફાસ્ટ ચાર્જર લગાવ્યા છે. જેનાથી બેટરીને 50 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ઉપરાંત કંપની 7.4kW AC હોમ ચાર્જર પણ ફિટ કરશે, જેને ફુલ ચાર્જ થતા 6 થી 8 કલાકનો સમય લાગશે.

  " isDesktop="true" id="1130803" >

  Hyundai Kona Electric

  ભારતીય બજારમાં પ્રવેશ કરેલ Kona Electric પહેલી યોગ્ય ઈલેક્ટ્રિક SUV હતી. આ કાર આખી દુનિયામાં તેના ઈલેક્ટ્રિક ફીચરના કારણે ખૂબ જ લોકપ્રિય છે. કોના તેના ફીચરના કારણે મોનિકર્સની સરખામણીએ ખૂબ જ મોંઘી થઈ શકે છે. આ પ્રીમિયમ પ્રાઈસ કેટલાક પ્રીમિયમ એસ્પેક્ટ્સ સાથે હોઈ શકે છે કોના ઈલેક્ટ્રિકમાં 39.2- કિલોવોટ કલાક લિથિયમ આયન પોલીમર બેટરી આપવામાં આવી છે. Hyundai અનુસાર કાર ARAIની રજૂઆત કરે છે, જે 452 km રેન્જ આપે છે. આ કારમાં ચાર મોડ આપવામાં આવ્યા છે- ઈકો+, ઈકો, કમ્ફર્ટ અને સ્પોર્ટ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Electric cars, He new Tata Tigor EV, Hyundai

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन