Home /News /tech /આ છે 10 લાખ રૂપિયામાં આવતી ટોપ 5 ફેમિલી કાર, કોઈ લક્ઝરી ગાડીથી ઓછા નથી તેના ફીચર્સ

આ છે 10 લાખ રૂપિયામાં આવતી ટોપ 5 ફેમિલી કાર, કોઈ લક્ઝરી ગાડીથી ઓછા નથી તેના ફીચર્સ

10 લાખ રૂપિયાની કિંમતમાં આ કારમાં વધારે સ્પેસ અને લક્ઝરી ફીચર્સ મળી જાય છે.

Top 5 family Car Under 10 lakh: આ લિસ્ટમાં પહેલા નંબરે આવતી કાર Renault Triber છે. તેની શરૂઆતી કિંમત રૂ. 5.76 લાખ (એક્સ-શોરૂમ) છે. તે સૌથી સસ્તું થ્રી રો વ્હીકલ છે જે તમે આજે દેશમાં ખરીદી શકો છો.

Top 5 family Car Under 10 lakh: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નાની કારની સરખામણીમાં એસયુવી (SUV) અને થ્રી રો વાળી કારની માંગમાં વધારો થયો છે. હાલમાં જ ઘણી કંપનીઓએ આ સેગમેન્ટમાં નવી ગાડીઓ લોન્ચ કરી છે. જો કે, થ્રી રો કે 6-7 સીટર કરની કિંમત ઘણી વધારે હોય છે, પરંતુ અમે તમને 5 એવી થ્રી-રો એસયુવી અને એમવીપી વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે.

Maruti Suzuki Ertiga

મારુતિ સુઝુકીએ 7-સીટર MPVને તાજેતરમાં જ અપડેટેડ અવતારમાં લોન્ચ કરી છે. તેની શરૂઆતી કિંમત 8.35 લાખ રૂપિયા છે. નવીનતમ મોડલ સુધારેલ બાહ્ય, અદ્યતન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, અપડેટેડ પાવરટ્રેન અને નવા 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. મારુતિ સુઝુકી અર્ટિગા 2022માં વધુ સારા પરફોર્મન્સ માટે K-Series 1.5-લિટર ડ્યુઅલ VVT એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન પહેલા કરતા વધુ માઈલેજ સાથે આવશે. તે ફાઇવ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કારમાં પેડલ શિફ્ટર્સ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: કાર ખરીદવાનો પ્લાન હોય તો જોઈ લો થોડી રાહ, જલ્દી આવશે આ 5 CNG કાર, ફીચર્સ પણ છે જોરદાર

Renault Triber

આ લિસ્ટમાં પહેલા નંબરે આવતી કાર Renault Triber છે. તેની શરૂઆતી કિંમત રૂ. 5.76 લાખ (એક્સ-શોરૂમ) છે. તે સૌથી સસ્તું થ્રી રો વ્હીકલ છે જે તમે આજે દેશમાં ખરીદી શકો છો. Renault Triber માં ન તો જગ્યાની કમી છે કે ન તો સુરક્ષાની. સેફ્ટી મામલે તેને 4-સ્ટાર રેટિંગ મળ્યું છે. તેમાં 1.0L પેટ્રોલ એન્જિન મળે છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

Mahindra Bolero

મહિન્દ્રા બોલેરો આ લિસ્ટમાં સૌથી જૂની નેમપ્લેટ એસયુવી છે. તેની કિંમત રૂ. 9.20 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ SUVમાં બેસવા માટે ઘણી સ્પેસ મળે છે. આ ઉપરાંત, ખરાબ રસ્તાઓ પર ચલાવવા માટે બોલેરો શ્રેષ્ઠ ગાડી માનવામાં આવે છે. બોલેરોમાં 1.5-લિટર ત્રણ-સિલિન્ડર mHawk 75 ડીઝલ એન્જિન છે જે BS6 સ્ટાન્ડર્ડનું છે. આ એન્જિન 3,600 rpm પર 75 bhp પાવર અને 1,600-2,200 rpm પર 210 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. કંપનીએ SUVના એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે અને તેની ફ્યુઅલ ટેંક ક્ષમતા 60 લિટર છે.

આ પણ વાંચો: Maruti Alto અને Swiftને બદલે લોકો ખરીદી રહ્યા છે આ સસ્તી કાર! 34 kmની આપે છે માઇલેજ

Kia Carens

તેની કિંમત 8.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 10 લાખ સુધીની રેન્જમાં તમે બે પેટ્રોલ વેરિઅન્ટ Premium અને Prestige ખરીદી શકો છો. આમાં અમને 6 અથવા 7 સીટરનો ઓપ્શન મળે છે. કેરેન્સમાં ઘણાં લેટેસ્ટ ફીચર્સ જોવા મળે છે. ખાસ કરીને 10.25-ઇંચ એચડી ટચસ્ક્રીન ડિસ્પ્લે, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, બોસ સાઉન્ડ સિસ્ટમ, એર પ્યોરિફિકેશન, ફ્રન્ટ અને સનરૂફ માટે વેન્ટિલેશન મળશે.

Mahindra Bolero Neo

Mahindra Bolero Neo ની શરૂઆતી કિંમત રૂ. 9.29 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ SUVમાં નવું બોડી-ઓન-ફ્રેમ આર્કિટેક્ચર, રિયર-વ્હીલ-ડ્રાઈવ લેઆઉટ મળે છે. સીટોની ત્રણ રો સાથે 7 લોકો માટે બેસવાની જગ્યા છે. બોલેરો Neo 1.5-લિટરના 3-સિલિન્ડર mHawk ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 260Nm ટોર્ક અને 100hp પાવર જનરેટ કરે છે. આ કારનું એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે તેમાં BS6 એન્જિન 17.28 kmpl સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.
First published:

Tags: Auto news, Automobile, Car Bike News, Cars, Gujarati tech news, SUV કાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો