Home /News /tech /Safest Cars: દેશની સૌથી સુરક્ષિત કારોમાં કરો સફર! 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કિંમત 5.83 લાખથી શરુ
Safest Cars: દેશની સૌથી સુરક્ષિત કારોમાં કરો સફર! 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે કિંમત 5.83 લાખથી શરુ
Tata Punch દેશની સૌથી સસ્તી અને સુરક્ષિત કાર છે.
Top 5 Safest Cars in India: તાજેતરમાં ગ્લોબલ એનસીએપી (Global NCAP)એ પોતાના ‘સેફર કાર્સ ફોર ઇન્ડિયા’ અભિયાન હેઠળ 50 કારોના ટેસ્ટિંગનું માઇલસ્ટોન હાંસલ કર્યું. અહીં 5 એવી કાર વિશે જણાવવામાં આવ્યું છે, જે દેશમાં સૌથી સુરક્ષિત કાર હોવાનું કહેવાય છે.
Top 5 Safest Cars in India: દેશમાં આ દિવસોમાં કાર ખરીદવા માટે વાહનોની સુરક્ષા સર્વોપરી થઈ ગઈ છે. અફોર્ડેબલ હોવાની સાથે સાથે હવે સારી માઇલેજ અને સુરક્ષા કાર ખરીદારો માટે પહેલી પસંદ બની ગઈ છે. તાજેતરમાં જ ગ્લોબલ એનસીએપી (Global NCAP)એ પોતાના ‘સેફર કાર્સ ફોર ઇન્ડિયા’ અભિયાન હેઠળ 50 કારોના ટેસ્ટિંગનું માઇલસ્ટોન હાંસલ કર્યું. નોંધનીય વાત એ છે કે, ગ્લોબલ એનસીએપી સામાન્ય રીતે સૌથી અફોર્ડેબલ વેરિઅન્ટનું પરીક્ષણ કરે છે. જેથી વાહનની સુરક્ષાનો અંદાજો લગાવી શકાય. અહીં 5 એવી કારની યાદી બનાવવામાં આવી છે, જે દેશમાં સૌથી સુરક્ષિત કાર હોવાનું કહેવાય છે.
1. Tata Punch (Score- 5-Star)
પંચ દેશની સૌથી સસ્તી અને સુરક્ષિત કાર છે. તેણે એડલ્ટ પેસેન્જર્સ માટે મેક્સિમમ 17 માંથી 16.45 અંક મેળવ્યા, જે ભારતમાં વર્તમાનમાં કોઇપણ કાર દ્વારા હાંસલ કરવામાં આવેલ હાઈ સ્કોર છે. તો જ્યાં ચાઇલ્ડ સેફ્ટીની વાત છે, તો આ એસયુવીએ 4-સ્ટાર રેટિંગ નોંધાવી. પંચ પર સ્ટાન્ડર્ડ સુરક્ષા ફીચર્સમાં ડ્યુઅલ એરબેગ, ABS, EBD, સીટબેલ્ટ રિમાઈન્ડર, હાઈ સ્પીડ એલર્ટ, રિયર પાર્કિંગ સેન્સર અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ સામેલ છે. આ કારની કિંમત 5.83 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત)થી શરુ થાય છે.
Mahindra Xuv300એ ગ્લોબલ એનસીએપીના ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 5- સ્ટાર રેટિંગ (17માંથી 16.42 પોઇન્ટ) અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે 4-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. દુર્ઘટના દરમિયાન XUV300ની બોડી અને ફુટવેલ ‘સ્ટેબલ’ હતા. સ્ટાન્ડર્ડ રીતે Mahindra Xuv300માં ડ્યુઅલ એરબેગ, EBD સાથે ABS, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, દરેક વ્હીલ માટે Disc Brake, ફ્રન્ટ સીટબેલ્ટ રિમાઈન્ડર સિસ્ટમ, ફ્રન્ટ સીટબેલ્ટ પ્રિટેન્શનર અને એક પેસેન્જર એરબેગ ડિએક્ટિવેશન સ્વિચ મળે છે. કિંમતની વાત કરીએ તો XUV300ની કિંમત 8.41 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરુ થાય છે.
3. Tata Altroz (Score-5 Star)
Tata Punch ની જેમ ALFA પ્લેટફોર્મ પર આધારિત Tata Altroz વર્તમાનમાં ભારતીય બજારમાં GNCAPની હાઈ રેટિંગ પ્રીમિયમ હેચબેક છે. Altrozએ એડલ્ટ સુરક્ષા માટે 17માંથી 16.13 અંક હાંસલ કર્યા, જો કે, Tata Punchથી વિપરીત Tata Altrozએ ચાઇલ્ડ સેફ્ટી માટે ત્રણ સ્ટાર નોંધાવ્યા. અલ્ટ્રોઝના લાઇનઅપમાં સુરક્ષા કિટમાં બે એરબેગ, ઇબીડી સાથે એબીએસ, રિયર પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ સીટ્સ માટે સીટ-બેલ્ટ રિમાઈન્ડર અને આઈએસઓફિક્સ ચાઇલ્ડ-સીટ માઉન્ટ સામેલ છે. કિંમતની વાત કરીએ તો અલ્ટ્રોઝની કિંમત 6 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરુ થાય છે.
નેક્સોન દેશમાં પહેલી મેડ-ઇન-ઇન્ડિયા કાર હોવાનું ગૌરવ ધરાવે છે, આ કારને વૈશ્વિક એનસીએપી દ્વારા 5-સ્ટાર સુરક્ષા રેટિંગ મળી છે. ટાટાની આ કોમ્પેક્ટ એસયુવીને શરૂઆતમાં 4-સ્ટાર રેટિંગ આપવામાં આવી છે. અમુક અપગ્રેડ બાદ આ કારને 5-સ્ટાર રેટિંગ મળી. નેક્સોનને 17માંથી 16.06 અંક એડલ્ટ સુરક્ષા માટે અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે થ્રી સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. નેક્સોનની કિંમત વર્તમાનમાં 7.55 લાખ રૂપિયાથી શરુ થાય છે.
5. Mahindra Xuv700 (Score-5 Star)
મહિન્દ્રાની આ એસયુવી પોતાના સેગમેન્ટની એકમાત્ર 5-સ્ટાર મેળવનારી કાર છે, આ કારને ઘણાં હાઈ ટેક ફીચર્સ સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. XUV700એ એડલ્ટ પ્રોટેક્શન મામલે 17માંથી 16.03 અને ચાઇલ્ડ પ્રોટેક્શન મામલે 49માંથી 41.66 (આ યાદીમાં સૌથી વધુ) સ્કોર કર્યો છે. જેને લીધે તે સૌથી સુરક્ષિત એસયુવી બની છે. આ કારની કિંમત 3.18 લાખ રૂપિયાથી શરુ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર