Home /News /tech /

December: ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે આ પાંચ વીડિયો ગેમ્સ, જાણો યાદી

December: ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે આ પાંચ વીડિયો ગેમ્સ, જાણો યાદી

વીડિયો ગેમ્સ

Games: નવેમ્બર મહિનામાં ફોર્ઝા હોરિઝન 5, બેટલફિલ્ડ 2024 જેવી ગેમ યૂઝર્સને ખૂબ જ પસંદ પડી હતી.

મુંબઈ: ડિસેમ્બર મહિના (December Month)ની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસ છે. જો તમે ગેમ્સના ચાહક (Video game lovers) છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વના છે. તમને યાદ જ હશે કે નવેમ્બર મહિનામાં ફોર્ઝા હોરિઝન 5, બેટલફિલ્ડ 2024 જેવી ગેમ યૂઝર્સને ખૂબ જ પસંદ પડી હતી. હવે ડિસેમ્બર મહિનો આવી ગયો છે ત્યારે અમે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થનારી 5 વીડિયો ગેમ્સ (Top 5 video games of December) વિશેની માહિતી ખાસ તમારા માટે લાવ્યા છીએ. અહીં અમે તમને ગેમ રિલીઝ થવાની તારીખ (Release date) અને તેની અમુક ખાસ વાતો આપી રહ્યા છીએ.

1) ક્રિકેટ 22: ધ ઓફિશિયલ ગેમ ઓફ ધ એશેઝ (Cricket 22: The Official Game of The Ashes)

ધ ઓફિશિયલ ગેમ ઓફ ધ એશેઝ આ વર્ષે રિલીઝ થનાર સૌથી વધુ પોપ્યુલર ક્રિકેટ વીડિયો ગેમ છે. આ વિડિયો ગેમ આગામી 2 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ વિડિયો ગેમ પીસી, પ્લેસ્ટેશન 5, એક્સબોક્સ સીરિઝ X|S, પ્લેસ્ટેશન 4 અને Xbox વન પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

2) હેલો ઈન્ફાઈનાઇટ (Halo Infinite)

એ ગેમની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આગામી 8 ડિસેમ્બરના રોજ આ વીડિયો ગેમ રિલીઝ થશે. આ વીડિયો ગેમ પીસી, Xbox વન અને એક્સબોક્સ સીરિઝ X|S પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. Xbox Studios ગેમના મલ્ટીપ્લેયર મોડ માટે પબ્લિક બીટા ટેસ્ટ પર કામ કરી રહ્યું છે.

3) ડિઝ્ની મેજિકલ વર્લ્ડ 2: ઇન્હેન્ચ્ડ એડિશન (Disney Magical World 2: Enchanted Edition)

ડિઝ્ની મેજિકલ વર્લ્ડ 2: Enchanted Edition આગામી 3 ડિસેમ્બરના રિલીઝ થશે. આ ગેમ નિનટેંડો સ્વિચ કંસોલ માટેનું ડિઝ્ની મેજિકલ વર્લ્ડ 2 નું રિમાસ્ટર્ડ વર્ઝન છે.

આ પણ વાંચો: દમદાર કેમેરા સાથેના 10 સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી, તમે પણ કરી લો એક નજર

4) ફાઈવ નાઈટ્સ એટ ફ્રેડીસ સિક્યોરિટી બ્રીચ: (Five Nights at Freddy s Security Breach)

ફાઈવ નાઈટ્સ એટ ફ્રેડીસ સિક્યોરિટી બ્રીચ ગેમ 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ગેમ પીસી, પ્લેસ્ટેશન 5 અને પ્લેસ્ટેશન 4 પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. અન્ય પ્લેટફોર્મ માટે 3 મહિના બાદ પોર્ટ જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Printer: ઘર અને ઑફિસમાં વપરાશ માટે માત્ર રૂ.15,000માં મળી રહ્યા છે આ શ્રેષ્ઠ પ્રિન્ટર્સ, જાણો ફીચર્સ

5) ટીનએજ મ્યુટન્ટ નિંજા ટર્ટલ્સ: Shredder s Revenge (Teenage Mutant Ninja Turtles: Shredder s Revenge)

ટીનએજ મ્યુટન્ટ નિંજા ટર્ટલ્સ: Shredder s Revenge આગામી 17 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ગેમ સાઈડ સાઈડ સ્ક્રોલિંગ બીટ એમ અપ વીડિયો ગેમ છે. આ ગેમ ટ્રિબ્યૂટ ગેમ્સ દ્વારા વિકસિત કરવામાં આવી છે.
First published:

Tags: December, Games, Video, ટેકનોલોજી, ભારત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन