Home /News /tech /Best Petrol Cars: આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 પેટ્રોલ કાર, કિંમત પણ છે ઓછી, જુઓ લિસ્ટ
Best Petrol Cars: આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 પેટ્રોલ કાર, કિંમત પણ છે ઓછી, જુઓ લિસ્ટ
Top 5 best mileage petrol cars in india
Best Petrol Cars: અહીં તમને 2022માં દેશમાં ઉપલબ્ધ 5 એવી કાર વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પેટ્રોલ એન્જિન સાથે સૌથી વધુ માઇલેજ (Mileage) મળે છે. બધી કારના માઇલેજના આંકડા ARAI પ્રમાણિત છે. જો કે, તેની રિયલ માઇલેજ થોડી ઓછી હોઈ શકે છે.
Best Mileage Petrol Cars: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જોતાં વાહન નિર્માતાઓએ દેશમાં વૈકલ્પિક ફ્યુલ જેમ કે ઇલેક્ટ્રિક અને સીએનજી વ્હીકલ બનાવવાનું શરુ કરી દીધું છે. આ ઉપરાંત કંપનીઓએ ફ્યુલ એફિશિયન્સી વધારવા માટે વર્તમાન પેટ્રોલ એન્જિનમાં પણ ફેરફાર કર્યા છે.
અહીં તમને 2022માં દેશમાં ઉપલબ્ધ 5 એવી કાર વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પેટ્રોલ એન્જિન સાથે સૌથી વધુ માઇલેજ મળે છે. બધી કારના માઇલેજના આંકડા ARAI પ્રમાણિત છે. જો કે, તેની રિયલ માઇલેજ થોડી ઓછી હોઈ શકે છે.
1. MARUTI SUZUKI CELERIO મારુતિ સુઝુકીએ સેકન્ડ જનરેશન સેલેરિયો હેચબેકને નવા ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરી હતી. હેચબેક દેશમાં વેચાણ માટે સૌથી વધુ માઇલેજ આપનારી કાર બની ગઈ છે. Celerio AMT માં 26.68kmpl ની ARAI પ્રમાણિત માઇલેજ મળવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે મેન્યુઅલ મોડલમાં 25.24kmpl ની માઇલેજ મળે છે. સેલેરિયોમાં 1.0-લિટર ડ્યુઅલજેટ K10 પેટ્રોલ એન્જિન મળે છે, જે 67bhp પાવર અને 89Nm ટોર્ક જનરેટ કરે છે.
2. HONDA CITY E: HEV હોન્ડાએ તાજેતરમાં તેની નવી CITY e:HEV લોન્ચ કરી છે. તેની શરૂઆતી કિંમત 19,49,900 રૂપિયા છે. ન્યૂ સિટી e:HEV સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ટેક્નોલોજીથી સજ્જ મેઇનસ્ટ્રીમ સેગમેન્ટની પહેલી કાર છે. સિટી e: HEVમાં હોન્ડાની યુનિક સેલ્ફ-ચાર્જિંગ અને ટુ મોટર ઇલેક્ટ્રિક હાઇબ્રિડ સિસ્ટમ છે, જે એક સ્મૂધ 1.5-લિટર એટકિન્સન-સાયકલ DOHC i-VTEC પેટ્રોલ એન્જિન સાથે જોડાયેલ છે. આ કારની માઇલેજ 26.5 કિમી/લીટર છે અને તે અત્યંત ઓછા પ્રદૂષણ સાથે વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇલેક્ટ્રિક-હાઈબ્રિડ પરફોર્મન્સ આપે છે.
3. MARUTI WAGON R Maruti Suzuki Wagon R બે પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે. એક 1.0L NA પેટ્રોલ અને બીજી 1.2L NA પેટ્રોલ એન્જિન છે. આ કાર CNG વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ છે, જે 34.05 km/kg ની માઇલેજ આપે છે. AMT ગિયરબોક્સ સાથે WagonR 1.0L 25.19kmpl ની ARAI પ્રમાણિત માઇલેજ આપવાનો દાવો કરે છે, જ્યારે મેન્યુઅલ વર્ઝન 24.35kmpl નું રિટર્ન આપે છે.
4. MARUTI DZIRE મારુતિ સુઝુકીએ ગયા વર્ષે અપડેટેડ ડિઝાયર રજૂ કરી હતી. તે સ્ટાર્ટ-સ્ટોપ ફંક્શન સાથે નવા 1.2L ડ્યુઅલજેટ K12N પેટ્રોલ એન્જિન સાથે આવે છે. આ મોડલ 90bhp અને 113Nm ટોર્ક પેદા કરવામાં સક્ષમ છે. મેન્યુઅલ અને AMT બંને ગિયરબોક્સ સાથે આવે છે. AMT વેરિઅન્ટ મેન્યુઅલની સરખામણીમાં વધુ માઇલેજ આપે છે. Dzire એએમટી 24.12kmpl માઇલેજ આપે છે, જ્યારે મેન્યુઅલ 23.26kmpl આપે છે.
5. MARUTI SWIFT Dzireની જેમ નવી સ્વિફ્ટમાં પણ નવું 90બીએચપી, 1.2 લીટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આઇડલ-સ્ટાર્ટ સ્ટોપ ટેક્નોલોજી સાથે મળે છે. AMT વેરિઅન્ટમાં 23.76kmpl ની ARAI પ્રમાણિત માઇલેજ મળે છે. તેના મેન્યુઅલ વેરિઅન્ટમાં 23.2kmpl ની માઇલેજ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર