Home /News /tech /2020ના વર્ષના 20 સૌથી ખરાબ પાસવર્ડ: શું તમારો પાસવર્ડ તો આ યાદીમાં નથી ને?

2020ના વર્ષના 20 સૌથી ખરાબ પાસવર્ડ: શું તમારો પાસવર્ડ તો આ યાદીમાં નથી ને?

પ્રતીકાત્મક તસવીર

Top 20 worst passwords of 2020: દર વર્ષની જેમ આ વર્ષે પણ આ યાદીમાં "123456" અને "password" સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં ટોચ પર રહ્યા છે.

નવી દિલ્હી: શું તમે ખૂબ લાંબ સમયથી તમારો પાસવર્ડ (Password) નથી બદલ્યો? શું તમે અલગ અલગ પ્લેટફોર્મ પર એક જ પાસવર્ડનો ઉપયોગ કરો છો? જો આવું હોય તો ચોક્કસ તમે કોઈ મુશ્કેલીને નોતરી રહ્યા છો. પ્રાઇવસી (Privacy) માટે પાસવર્ડ સરળતાથી કોઈ તોડી ન શકે તેવો હોવો જોઈએ. જો તમે એકદમ સરળ પાસવર્ડ રાખશો તો હેકર્સ (Hackers) આસાનીથી તમને ટાર્ગેટ બનાવી શકશે. ખરેખર તમારો વીક/નબળો પાસવર્ડ તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. 2020ના વર્ષમાં લોકોએ એવા અનેક ખરાબ પાસવર્ડ (Common passwords)નો ઉપયોગ કર્યો હતો. સાઇબર નિષ્ણાતો (Cyber experts) લોકોને આવા પાસવર્ડનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

તાજેતરમાં 2020ના વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સૌથી ખરાબ 20 પાસવર્ડની યાદી પ્રસિદ્ધ થઈ છે. દર વર્ષે ડાર્ક વેબ પર જોવા મળતા સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પડતી હોય છે. જો તમે ખૂબ સરળ કે યાદીમાં આપ્યા છે તેવા પાસવર્ડ રાખ્યા હશે તો આવા પાસવર્ડને ડાર્ક વેબ પર ફ્રી મૂકી દેવામાં આવતા હોય છે અથવા તેને વેચવામાં પણ આવતા હોય છે.

આ પણ વાંચો: જંગલનો રાજા શહેરમાં: જૂનાગઢની હોટલમાં સિંહના આંટાફેરા, બનાવ સીસીટીવીમાં કેદ

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ યાદીમાં "123456" અને "password" સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં ટોચ પર રહ્યા છે. આ દરમિયાન એક તારણ એવું પણ નીકળ્યું છે કે મોટાભાગના લોકો એવા જ પાસવર્ડ વાપરતા હોય છે જેને 24 કોમન કોમ્બિનેશનથી ક્રેક કરી શકાય છે. આનાથી પણ ખરાબ વાત એ છે કે 49 ટકા લોકો જ્યારે પાસવર્ડ બદલવાનો થાય છે ત્યારે ફક્ત એક જ કેરેક્ટર ચેન્જ કરે છે.

2020ના વર્ષમાં ડાર્ક વેબ પર જોવા મળેલા 20 સૌથી ખરાબ પાસવર્ડ:

>> 123456
>> password
>> 12345678
>> 12341234
>> 1asdasdasdasd
>> Qwerty123
>> Password1
>> 123456789
>> Qwerty1
>> :12345678secret
>> Abc123
>> 111111
>> stratfor
>> lemonfish
>> sunshine
>> 123123123
>> 1234567890
>> Password123
>> 123123
>> 1234567

આ પણ વાંચો: સુરત: લૉકડાઉનથી પેમેન્ટ ફસાતા સિરામિકના વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધી

કેટેગરી પ્રમાણે સૌથી વધારે જોવા મળતા પાસવર્ડની યાદી:

નામ: maggie
સ્પોર્ટ્સ: baseball
ફૂડ :cookie
સ્થળ: Newyork
પ્રાણી: lemonfish
પ્રસિદ્ધ વ્યક્તિ/પાત્ર: Tigger
" isDesktop="true" id="1070952" >

પાસવર્ડને સુરક્ષિત રાખવા શું કરવું?

તમારા પાસવર્ડને સુરક્ષિત રાખવા માટે ઉપર આપવામાં આવેલા પાસવર્ડ કે તેના જેવા બીજા પાસવર્ડ ન રાખવા. ઉપરાંત તમારા આસપાસના લોકો અંદાજ લગાવી શકે તેવા પાસવર્ડનો પણ ઉપયોગ ન કરવો. જો તમે વધારે મજબૂત પાસવર્ડ રાખવા માંગો છો તો તેના માટે તમે ફ્રી પાસવર્ડ જનરેટરનો પણ ઉપયોગ કરી શકો છે. જેમાં તમે અમુક કેરેક્ટર દાખલ કરશો તો તમને અલગ અલગ વિકલ્પ મળશે. આ ઉપરાંત તમામ પાસવર્ડ યાદ ન રહેતા હોય તો તમે તેને યાદ રાખવા માટે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરી શકો છો.
First published:

Tags: Password, આઇટી, કોમ્પ્યુટર, હેકર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો