Home /News /tech /દર મહિને લાખો લોકો ખરીદી રહ્યા છે Heroની આ બે બાઇક્સ! કિંમત 51,450થી શરુ અને માઇલેજ પણ છે જોરદાર
દર મહિને લાખો લોકો ખરીદી રહ્યા છે Heroની આ બે બાઇક્સ! કિંમત 51,450થી શરુ અને માઇલેજ પણ છે જોરદાર
હાલમાં જ કંપનીએ નવું HF100 મોડલ પણ રજૂ કર્યું છે.
Best Hero Bikes: આમ તો હીરો મોટોકોર્પ (Hero Motocorp)ના વ્હીકલ પોર્ટફોલિયોમાં એકથી એક જોરદાર મોડલ સામેલ છે, પરંતુ કંપનીની બે બાઇક્સ વેચાણમાં સૌથી આગળ છે. આજે અમે તમને આ બંને બાઇક વિશે જણાવી રહ્યા છીએ.
Best Hero Bikes: મોટરસાઇકલ સેગમેન્ટમાં Hero Motocorp સૌથી મોટું નામ છે. ઓછી કિંમત, સારી માઇલેજ અને લો મેન્ટેનન્સને લીધે હીરોની બાઇક્સને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. વેચાણના હિસાબે આ દુનિયાની સૌથી મોટી વાહન નિર્માતા કંપની છે. આમ તો હીરો મોટોકોર્પના વ્હીકલ પોર્ટફોલિયોમાં એકથી એક જોરદાર મોડલ સામેલ છે, પરંતુ કંપનીની બે બાઇક્સ વેચાણમાં સૌથી આગળ છે. આજે અમે તમને આ બંને બાઇક વિશે જણાવી રહ્યા છીએ.
Hero HF Deluxe/HF 100
આ હીરો મોટોકોર્પની સૌથી સસ્તી બાઇક છે, અગાઉ માત્ર તેનું ડિલક્સ મોડલ વેચાણ માટે ઉપલબ્ધ હતું. પરંતુ હાલમાં જ કંપનીએ તેનું નવું HF100 મોડલ પણ રજૂ કર્યું છે. છેલ્લા મહિનામાં આ બાઇકના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. કંપનીએ ગયા વર્ષના એપ્રિલ મહિનામાં આ બંને બાઇકના કુલ 1,00,601 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના એપ્રિલ મહિનાના 71,294 યુનિટ્સ કરતાં 41 ટકા વધુ છે.
કંપનીએ આ બાઇકમાં 97.2cc ક્ષમતાના એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8PS પાવર અને 8.05Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે નવા BS6 અપડેટ પછી તેનું પાવર આઉટપુટ ઘટ્યું હોવા છતાં તે હવે વધુ સારી માઈલેજ આપે છે. આમાં કંપનીએ નવી ફ્યુઅલ ઇન્જેક્ટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. તેના HF 100 વેરિઅન્ટની કિંમત 51,450 રૂપિયા છે, જ્યારે Deluxe વેરિઅન્ટની કિંમત 56,070 રૂપિયાથી લઇને 64,520 રૂપિયા વચ્ચે છે. સામાન્ય રીતે, આ બાઇક 65 થી 70 kmplની માઇલેજ આપે છે.
Hero Splendor Plus
હીરો મોટોકોર્પની Splendor સિરીઝ તેના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતું મોડલ છે. આ સિરીઝમાં બેઝિક સ્પ્લેન્ડર પ્લસથી લઈને સુપર સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર આઈ3 સ્માર્ટ જેવા મોડલ છે. કંપનીએ ગયા વર્ષના એપ્રિલ મહિનામાં આ બાઇકના કુલ 2,34,085 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના એપ્રિલ મહિનામાં કુલ 1,93,508 યુનિટની સરખામણીએ 20.97 ટકા વધુ છે. સ્પ્લેન્ડર દેશની સૌથી વધુ વેચાતી બાઇક છે અને વેચાણની દ્રષ્ટિએ તેને Honda Activaથી સ્પર્ધા મળે છે.
કંપનીએ આ બાઇકમાં પણ 97.2cc એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8.01PSનો પાવર અને 8.05Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. સ્પ્લેન્ડર પ્લસ હવે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે આવે છે, જે 100cc ક્લબ સેગમેન્ટમાં પ્રથમ છે. આ બાઇકમાં કન્સોલ બ્લૂટૂથ કનેક્ટિવિટી, કૉલ અને SMS એલર્ટ, ડ્યુઅલ ટ્રિપમીટર, માઇલેજ ઇન્ડિકેટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે. તેમાં હવે એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ) પણ છે. તેની કિંમત 69,380 રૂપિયાથી 72,900 રૂપિયા વચ્ચે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર