Best waterproof smartphones in India: સૌથી સારા વોટરપ્રૂફ ફોન (Waterproof Smartphones) ધૂળ અને પાણીને ફોનમાં પ્રવેશતા અટકાવે છે અને સુરક્ષા (Security) પ્રદાન કરે છે.
મુંબઈ: સૌથી સારા વોટરપ્રૂફ ફોન (Waterproof Smartphones) ધૂળ અને પાણીને ફોનમાં પ્રવેશતા અટકાવે છે અને સુરક્ષા (Security) પ્રદાન કરે છે. આજકાલ ટેક્નોલોજી ઘણી આગળી નીકળી ચૂકી છે અને તેનો અંદાજ આપણે વોટરપ્રૂફ મોબાઇલના કોન્સેપ્ટ અને તેના ફીચર્સ (features) પરથી લગાવી શકીએ છીએ. પાણીના સંપર્કમાં આવતા જ તમારો ફોન ખરાબ થઇ જાય છે અને તેથી ફોનને પાણીથી દૂર રાખવો ખાસ જરૂરી છે. તેથી આજે અમે તમને ભારતમાં મળતા વોટરપ્રૂફ મોબાઇલ (Waterproof smartphones in india) વિશે જણાવશું, જેમાંથી તમે પણ તમારી પસંદ પ્રમાણેનો ફોન ખરીદી માટે સિલેક્ટ કરી શકો છો.
1) એપલ iPhone 13 Pro
એપલ iPhone 13 Pro આ લીસ્ટમાં સૌથી ટોપ પર છે, જેને તમે ગમે તેવી પાણી કે પ્રવાહીવાળી જગ્યાએ લઇ જઇ શકો છો. આ ફોન ધૂળ, પાણીથી સુરક્ષિત રહી શકે છે. જે તેને સૌથી ખાસ બનાવે છે. iPhone 13 Pro પાણીમાં 6 મીટર ઊંડે સુધી 30 મિનીટ સુધી રહી શકે છે. આ ફોનની કિંમત રૂ. 1,19,900 છે.
2) નોકિયા XR20
IP68 સર્ટિફીકેશન સાથે આવતો નોકિયા XR20 સ્માર્ટ ફોનની કિંમત ભારતીય બજારમાં રૂ. 46,999 છે. નોકિયા XR20માં સ્નેપડ્રેગન 480 SoC અને એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમછે. આ સ્માર્ટફોનમાં 4630 mAhની બેટરી છે. આ સ્માર્ટફોન પણ વોટરપ્રૂફ છે.
3) સેમસંગ ગેલેક્સી S21 Ultra 5G
બેસ્ટ વોટરપ્રૂફ સ્માર્ટફોનની રેસમાં સેમસંગ ગેલેક્સી S21 Ultra 5G પણ સૌથી આગળ છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની ડિસ્પ્લે ટેક્નોલોજી છે. સેમસંગ ગેલેક્સી S21 Ultra 5G ગોરીલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથે આવે છે જે ડિવાઇસને આગળ અને પાછળ બંને તરફથી બચાવે છે. આ ફોન પણ IP68 વોટરપ્રૂફ પ્રોટેક્શન સાથે આવે છે. જેની કિંમત રૂ. 1,28,999 છે.
4) OnePlus 9 Pro
OnePlus 9 Pro મોબાઇલ ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે આવે છે. આ ફોનમાં 6.7 ઇંચની QHD+AMOLED કર્વ્ડ ડિસ્પ્લે પણ મળશે. ફોનમાં તમને 4500mAhની બેટરીની મળશે. આ ફોન પણ વોટરપ્રૂફ ફીચર્સ સાથે ઉપલબ્ધ છે.
5) Xiaomi Mi 11 Ultra
5જી સહિત Xiaomi Mi 11 Ultra સ્માર્ટફોન પણ IP68 વોટરપ્રૂફ રેટેડ છે. આ ફોન 1.5 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી રહી શકે છે. Xiaomi Mi 11 Ultraની કિંમત રૂ. 69,999 છે.
સેમસંગ ગેલેક્સી A52s 5G વોટરપ્રૂફ ફોનની સિરીઝમાં સૌથી શ્રેષ્ઠ સ્માર્ટફોન સાબિત થયો છે. આ ફોન IP67 રેટિંગ સાથે ફોનને પાણીથી બચાવવામાં સક્ષમ છે. ફોનમાં 4500 mAhની બેટરી, 5જી કનેક્ટિવિટી અને 64 એમપી પ્રાઇમરી કેમેરા સેન્સર છે. ફોનની કિંમત રૂ. 35,999 છે.
7) POCO F3 GT
મીડિયાટેક ડાયમેન્ટિસી 1200 પ્રોસેસર સાથે આ ફોન એક મિડ-રેન્જ સ્માર્ટફોન છે. POCO F3 GT સ્માર્ટફોન IP53 રેટિંગ સાથે વોટરપ્રૂફ અને ધૂળથી સુરક્ષિત રહે છે.
8) Oppo Find X2 Pro
Oppo Find X2 Pro સિરામિક ફીનિશ સાથે આવે છે અને તેનું વજન 217 ગ્રામ છે. ફોન IP68 રેટેડ છે, જે તેને ડસ્ટ અને વોટર રેસિસ્ટેન્ટ બનાવે છે. Oppo Find X2 Proમાં 6.7 ઇંચની QHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર છે.
Apple iPhone 12 Pro પણ વોટરપ્રૂફ ફોનની આ સીરીઝમાં સામેલ છે. જેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે માટે સ્ક્રેચ રેસિસ્ટન્સ ગ્લાસ અને ઓલિઓફોબિક કોટિંગ છે. જે તેને વોટરપ્રૂફ સ્માર્ટફોન બનાવે છે. આ ફોનની કિંમત રૂ.1,19,900 છે.
10) LG વેલ્વેટ
IP68 રેટિંગ સાથે આ સ્માર્ટફોન પણ વોટરપ્રૂફ ફેસિલિટી સાથે ઉપલબ્ધ છે. IP રેટિંગ પાણી સામે ફોનને સુરક્ષા આપવાની ક્ષમતામાં વધારો કરે છે. આ ફોનની કિંમત રૂ. 36,900 છે.
11) શાઓમી Mi 10
શાઓમી Mi 10 સ્માર્ટફોનને 6.67 ઇંચની FHD+ સ્ક્રિન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક સુપર AMOLED પેનલ છે, જેને ગોરીલા ગ્લાસ 5છી સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ ફોનને MIUI 11 પર આધારિત એન્ડ્રોઇડ 10 પર લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 ચિપસેટ મળશે, જે 5જી સપોર્ટ સાથે મળશે.
12) સેમસંગ ગેલેક્સી M51
આ સ્માર્ટફોનને પણ વોટરપ્રૂફ ફોનની લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ફોનમાં સૌથી સારી બેટરી લાઇફ ઉપલબ્ધ છે. સેમસંગ ગેલેક્સી M51 સ્માર્ટફોન 7000mAhની બેટરી સાથે આવે છે. આ ઉપરાંત સ્માર્ટફોન સ્નેપડ્રેગન 730G SoC સાથે આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર