આજથી એમેઝોનની ફેસ્ટિવસ સેલ ઇવેન્ટ શરૂ થઇ રહી છે. ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ આજ રાતથી પ્રાઇમ મેમ્બર્સ માટે અને કાલથી તમામ લોકો માટે શરૂ થઇ રહ્યો છે. જેમાં Samsung, OnePlus, Apple, Boat, JBL, Sony, જેવી અનેક બ્રાન્ડસની વિવિધ આઇટમ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ Amazon Echo Dot, Echo Dot with clock, Amazon Echo, the Fire TV Stick પર પણ ખાસ લાભ મળવાનો છે.
તો જો તમે આવનારા સમયમાં નવો ફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા એમેઝોનના આ ટોપ 10 સ્માર્ટફોન પર જે અદ્ધભૂત ડિલ છે તે વિષે જાણવું જ રહ્યું. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ટોપ 10 સ્માર્ટફોન પર સારી ડિલ્સ મળી રહી છે. જેનો લાભ તમે આ સેલ દરમિયાન ઉઠાવી શકો છો. તો જાણો આ ટોપ 10 સ્માર્ટફોન પરની ડિલ્સ વિષે.
આઇફોન 11
આઇફોન 11 આ સેલ દરમિયાન તમને Rs 47,999માં મળશે. જે તેના સૌથી ઓછા ભાવ છે. આ ફોનની MSRP આમ Rs 68,300 છે.
OnePlus 8 5G
વનપલ્સના ફોનની આમ પણ ભારે માંગ હોય છે. ત્યારે વનપલ્સ 8 5જી ફોન તમને અહીં Rs 39,999માં મળી રહ્યો છે. વધુમાં ખરીદદારોને 5000 રૂપિયા સુધીની અન્ય છૂટ તથા 6 મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઈ પણ મળશે.
Samsung Galaxy M31s તમને આ ડિલમાં રૂપિયા 18,499માં મળશે. આ ફોનની કિંમત રૂપિયા 22,999 છે. વળી ખરીદનારને 6 મહિનાની નો કોસ્ટ EMI પણ આની પર મળી રહી છે.
વધુ વાંચો -
હાથરસ કાંડ: આરોપી લવકુશના ઘરે CBIના દરોડાં, 'લોહી'થી લથપથ કપડાં મળી આવ્યાં
Redmi Note 9 Pro
રેડમી નોટ 9 Pro પણ આ સેલમાં રૂપિયા 12,999 રૂપિયામાં મળે છે. તેના ભાવ રૂપિયા 16,999 છે. વળી ઇએમઆઇનો લાભ પણ તમે આ ફોન પર ઉઠાવી શકશો.
Oppo A52 6GB
ઓપ્પો એ52 6જીબીના ફોન પર પણ 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેની પ્રાઇઝ 13,990 રૂપિયા છે. તે પણ 9 મહિનાની નો કોસ્ટ ઇએમઆઈ સાથે મળે છે.
આઇફોન 7
આઇફોન 7 તેના સૌથી ઓછા ભાવે મળી રહ્યો છે. જેની કિંમત Rs 24,999 છે.
Samsung Galaxy Note 10 Lite
સેમસંગનો આ ફોન જેની કિંમત રૂપિયા 43,000 છે તે તેમને આ સેલમાં રૂપિયા 37,999માં મળી રહ્યો છે.
Mi 10 5G
સ્માર્ટફોનમાં એમઆઇનો આ ફોન તમને રૂપિયા 44,999માં મળી રહ્યો છે. તેની કિંમત 54,999 છે વળી ખરીદનારને 1000 રૂપિયા વધારો અને 12 મહિના સુધીનું નો કોસ્ટ EMIની સુવિધા પણ મળી રહી છે.
Oppo Reno3 Pro
રેનો3 પ્રો તમને અહીં રૂપિયા 25,990માં મળી રહ્યો છે. તેની કિંમત રૂપિયા 35,990 છે. અને તે પણ નવ મહિનાના નો કોસ્ટ EMI સાથે મળે છે.
તો તમે પણ આ ડિલ્સનો લાભ લઇ શકો છો.