Home /News /tech /ભારતમાં મહિલાઓ માટે 10 બેસ્ટ સ્માર્ટફોન: સેમસંગ, એપલ, ઓપો અને વનપ્લસના મોડેલ્સ સામેલ

ભારતમાં મહિલાઓ માટે 10 બેસ્ટ સ્માર્ટફોન: સેમસંગ, એપલ, ઓપો અને વનપ્લસના મોડેલ્સ સામેલ

મહિલાઓ માટે બેસ્ટ સ્માર્ટફોન

Best Smartphone for women: મહિલા માટે સ્માર્ટફોન (Smartphone for women)ની વાત આવે ત્યારે ઘણા બધા ફીચર્સને નજરઅંદાજ કરવા આવે છે.

મુંબઈ: મોટાભાગના પુરુષો સ્માર્ટફોન ખરીદતી વખતે પ્રોસેસર, સ્ક્રીન, રેમ અને કેમેરા સહિતના ફીચર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અલબત્ત, જ્યારે મહિલા માટે સ્માર્ટફોન (Smartphone for women)ની વાત આવે ત્યારે ઘણા બધા ફીચર્સને નજરઅંદાજ કરવા આવે છે. જેના કારણે અત્યારસુધી મહિલાઓ માટેના સ્માર્ટફોન (Best smartphones for women)માં ખૂબ જ જૂજ વિકલ્પો હતા. પણ હવે સમય બદલાયો છે. મોટાભાગના મોડેલ્સ વિવિધ આકર્ષક રંગ અને સારા કેમેરા સાથે આવવા લાગ્યા છે. જેથી મહિલાઓ માટે કયા સ્માર્ટફોન યોગ્ય છે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

1) એપલ આઈફોન 13 પ્રો

એપલ આઈફોન 13 પ્રોમાં 6.10 ઇંચ ડિસ્પ્લે, A15 બાયોનિક પ્રોસેસર, iOS 15 અને 30986 mAh બેટરી મળે છે. આ ફોનનો કેમેરો ખૂબ સારો છે.

2) સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ3 5G

આ ફોનમાં 6.7 ઇંચ FHD ડાયનામીક એમોલેડ 2X ઇન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે મળે છે. જેમાં 120Hzનો રિફ્રેશ રેટ આપવામાં આવે છે. આ સાથે સ્નેપડ્રેગન 888 પ્રોસેસર, 8 GB રેમ અને 256 GB સુધીનું સ્ટોરેજ મળે છે. આ ફોનના બેટરી અને કેમેરાના પણ વખાણ થાય છે.

3) ઓપો રેનો6 5G

આ ફોનમાં 5G કનેક્ટિવિટી મળે છે. તેમજ ડિમેન્સિટી 900Soc પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 4G વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે.

4) વનપ્લસ નોર્ડ સીઈ 5G

આ ફોનમાં એફએચડી+ રિઝોલ્યુશન અને 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.43 ઇંચની ફ્લુઇડ એમોલેડ ડિસ્પ્લે, 5જી સપોર્ટ, સ્નેપડ્રેગન 750જી ચિપસેટ, 48એમપી ટ્રિપલ કેમેરા, વોર્પ ચાર્જ 30T અને 4500mAhની બેટરી મળે છે

5) શાઓમી એમઆઈ 11 લાઇટ

આ સ્માર્ટફોનમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ, એચડીઆર 10+ અને એમઇએમસી ટેકનોલોજી સાથે 6.81 ઇંચની ઇ4 એમોલેડ કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. તેમજ 1.1 ઇંચની સેકન્ડરી એમોલેડ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 888 એસઓસી, વીસી લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી, 50એમપી પ્રાઇમરી સેમસંગ કેમેરા સેન્સર, અન્ય બે સેન્સર અને 67ડબલ્યુ વાયર્ડ અને વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી આપવામાં આવે છે.

6) સેમસંગ ગેલેક્સી એમ32 5G

આ ફોનમાં એચડી+ રિઝોલ્યુશન સાથે 6.5 ઇંચની ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે આવે છે. તેમજ મીડિયાટેક ડિમેન્સિટી 720 એસઓસી, 4જીબી/6જીબી રેમ અને 64જીબી/128જીબી સ્ટોરેજ, વન યુઆઈ 3.1, 48એમપી ક્વોડ-કેમેરા એરેન્જમેન્ટ, 13એમપી સેલ્ફી કેમેરા અને 5000mAh આપવામાં આવે છે.

આ પણ વાંચો: ભારતમાં મળતા 12 શાનદાર વોટરપ્રૂફ સ્માર્ટફોન: જાણો કિંમત અને ફીચર્સ વિશે

7) ઓપો એફ19એસ

ઓપોના આ મોડેલમાં એફએચડી+ રિઝોલ્યુશન, 6જીબી રેમ, એન્ડ્રોઇડ 11 અને પ્રોપરાઇટરી ફાસ્ટ ચાર્જિંગ, 5000mAh બેટરી, 6.43 ઇંચની ડિસ્પ્લે, 48એમપી ટ્રિપલ કેમેરા સેટઅપ, અને 16એમપી સેલ્ફી કેમેરા સેન્સર મળે છે.

8) વનપ્લસ 9

આ સ્માર્ટફોનમાં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે ફ્લુઇડ એમોલેડ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 888 SoC, 4500mAh બેટરી 48 એમપી સોની IMX 789 સેન્સર અને 16 એમપી કેમેરા આપવામાં આવે છે.

9) રેડમી નોટ 10 પ્રો મેક્સ

આ મોડેલમાં 108 એમપી સેમસંગ HM2 કેમેરા સેન્સર મળે છે. આ મોડેલના સ્પેસિફિકેશન તેના સ્ટાન્ડર્ડ વેરિયન્ટ જેવા જ છે.

આ પણ વાંચો: Samsung તેના સૌથી લોકપ્રીય ફોનનું ઉત્પાદન બંધ કરે તેવી શક્યતા, જાણો વિગત 

10) સેમસંગ ગેલેક્સી એમ52 5G

આ ફોનમાં એફએચડી+ રિઝોલ્યુશન સાથે 6.70 ઇંચની ડિસ્પ્લે, 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778જી પ્રોસેસર, પ્રોપરાઇટરી ફાસ્ટ ચાર્જિંગ 5000 mAh બેટરી, 64એમપી મેઇન સેન્સર અને 32એમપી સેલ્ફી કેમેરા સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Woman, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन