Home /News /tech /Fingerprint Sensor Smartphone: આ છે ભારતમાં મળતા ટોપ 10 ફિંગરપ્રિન્ટ સેન્સર મોબાઇલ

Fingerprint Sensor Smartphone: આ છે ભારતમાં મળતા ટોપ 10 ફિંગરપ્રિન્ટ સેન્સર મોબાઇલ

ફિંગપ્રિન્ટ સેન્સર સ્માર્ટફોન

Fingerprint Sensor Smartphone: આજે લગભગ દરેક સ્માર્ટફોનમાં ફેસ લોક (Face lock), આઇરિસ સ્કેનર (Iris Scanner) અને ફિંગરપ્રિન્ટ સ્કેનર (Fingerprint Scanner) જેવી સુવિધા સામાન્ય બની ગઇ છે.

મુંબઈ: સ્માર્ટફોન્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન (Biometric authentication for smartphones) આજકાલ ખૂબ પ્રચલિત બન્યું છે. આજે લગભગ દરેક સ્માર્ટફોનમાં ફેસ લોક (Face lock), આઇરિસ સ્કેનર (Iris Scanner) અને ફિંગરપ્રિન્ટ સ્કેનર (Fingerprint Scanner) જેવી સુવિધા સામાન્ય બની ગઇ છે. આજકાલ ઘણા સ્માર્ટફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. અહીં અમે તમને દેશના ટોપ 10 ફિંગરપ્રિન્ટ સેન્સર સ્માર્ટફોન (Top 10 Fingerprint Sensor Smartphone) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

Realme GT Neo 2

ફિંગરપ્રિન્ટ સેન્સર માટેના શ્રેષ્ઠ સ્માર્ટફોનમાંનો એક છે Realme GT Neo 2. સ્માર્ટફોનમાં 6.62-ઇંચના AMOLED ડિસ્પ્લેમાં એમ્બેડેડ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. ફોનમાં ડાબી બાજુ પંચ-હોલ કટઆઉટ પણ છે.

Vivo X70 Pro

Vivo X70 Pro સ્માર્ટફોન ઘણા નવીન ફીચર્સ સાથે સજ્જ છે. જેમાં પાછળના ભાગમાં 50MP મેઇન સેન્સર સાથે ક્વાડ-કેમેરા સેટ, મીડિયાટેક ડાયમેન્સિટી 1200 SoC અને 4450mAh બેટરીનો સમાવેશ થાય છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

Oppo Reno6 5G

નવો Oppo Reno6 5G સ્માર્ટફોન બેસ્ટ ફિંગરપ્રિન્ટ ફોન પૈકી એક છે. જેમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. જે સ્માર્ટફોનને અનલૉક કરવા સીમલેસ બનાવે છે. આ ફોનની સ્ટાઇલિશ ડિઝાઇન પણ ગ્રાહકોને ભારે આકર્ષિ રહી છે.

આ પણ વાંચો:  8GB RAM ધરાવતા બેસ્ટ સ્માર્ટફોન, Realme, Vivo અને OnePlus સહિતની કંપનીના ફોન છે સામેલ

શાઓમી Mi 11 Ultra

આ લીસ્ટમાં Mi 11 Ultra પણ શામેલ છે, ફોનમાં તમને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ, AMOLED 120hz ડિસ્પ્લે, 5000 mAh બેટરી જેવા ફીચર્સ મળશે.

વનપ્લસ Nord CE 5G

OnePlus એ નોર્ડ સિરીઝ સાથે મિડ-રેન્જ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. OnePlus Nord CE 5G, જે પ્રીમિયમ, મિડ-રેન્જ ઓફરિંગ છે. ફોનમાં આવતું અન્ડર-ડિસ્પ્લે, ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર તેને ટોપ ફિંગરપ્રિન્ટ ફોનની યાદીમાં સામેલ કરે છે.

મોટોરોલા Edge 20 Pro

Motorola Edge 20 Proમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે, જે 144Hz ના રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ FHD+ OLED ડિસ્પ્લે ધરાવે છે. ઉપરાંત, સ્ક્રીનની ટોચ પર વચ્ચે પંચ-હોલ કટઆઉટ છે.

આ પણ વાંચો: ભારતમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે આ 10 બેસ્ટ સ્માર્ટફોન્સ, મળશે શાનદાર ફીચર્સ

iQOO 7 Legend 5G

આ ફ્લેગશિપ ફોન ગેમ-સેન્ટ્રિક ડિવાઇસ છે. જેમાં ઘણા બધા સેન્સર ઓનબોર્ડ છે. જો કે, મુખ્ય સેન્સર પૈકી એક ફિંગરપ્રિન્ટ સ્કેનર છે, જે ડિસ્પ્લેની નીચે છે. જે આ ફોનને બેસ્ટ ફિંગરપ્રિન્ટ ફોન પૈકી એક બનાવે છે.

સેમસંગ ગેલેક્સી S21 Ultra 5G

Samsung Galaxy S21 Ultra 5G એ ભારતમાં બેસ્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર ફોન પૈકી એક છે. આ ડિવાઇસ અલ્ટ્રાસોનિક Qualcomm 3D Sonic Sensor Gen 2 ટેકનોલોજી સાથે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ. 1,28,999 છે.

સેમસંગ ગેલેક્સી S21 Plus 5G

જો તમે બેસ્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર ફોનની વાત કરી રહ્યા હોય અને તેમાં સેમસંગ ગેલેક્સી S21 Plus 5G ન હોય તેવું શક્ય જ નથી. Samsung Galaxy S21 Plus 5G સ્માર્ટફોનમાં Qualcomm 3D Sonic Sensor Gen 2 ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે. ડિવાઇસનું અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર દમદાર અનલોકિંગ ફેસિલિટી ધરાવે છે.

આ પણ વાંચો: ભારતના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદી, જુઓ લિસ્ટમાં કયા કયા ફોન છે સામેલ

iQOO 7 5G

iQOO 7 5G એ 6.62-ઇંચ ડિસ્પ્લે સાથે આવે છે, જે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે. ફિંગરપ્રિન્ટ સેન્સર ટચને ઝડપથી ઓળખીને પળભરમાં ડિવાઇસને અનલૉક કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ટેકનોલોજી, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन