ઘરમાં વધુ પડતા ટેક્નોલોજિકલ ડિવાઈસ પણ હિતકારક નથી, જાણો કારણ

ઘરમાં વધુ પડતા ટેક્નોલોજિકલ ડિવાઈસ પણ હિતકારક નથી, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર

આ સ્માર્ટ ઉપકરણોમાં સગવડ મળશે. પરંતુ, ઘણાં સ્વાભાવિક જોખમો છે જે ફાયદાઓને વટાવી શકે છે

 • Share this:
  હાલના આ ત્રણ-ચાર વર્ષમાં આપણે હવે કોફીની મશીન બંધ કે પછી વોશિંગ મશીન બંધ કરવાની જરૂર નહીં રહે, બાથટબને ભરવા માટે આપણી જરૂર નહીં રહે, હદ તો ત્યારે પણ થશે કે દરવાજા ખોલવા પણ માણસોએ જવું નહીં પડે અને આ બધાનું કારણ છે ટેક્નોલોજી-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI).પરંતુ, શું તમને લાગે છે કે આ બધું જરૂરી છે? વધુ સારી સેવામાં શું આપણે હવે જોખમો નથી નોતરી રહ્યાં? આ વિચારવા જેવા સવાલો છે.

  આગામી સમયમાં સ્માર્ટ કોફી મેકર બજારમાં ઉપલબ્ધ હશે, તે તમને દરરોજ નિયત સમયે-નિયત મર્યાદામાં કોફી બનાવી આપશે. પરંતુ જ્યારે તમે ઘરે વહેલાં સૂઈ જાવ કે ન હાજર જ ન હોવો તો? તે દિવસે શું? જો તમે સિસ્ટમ બંધ નહીં કરી હોય તો સ્માર્ટ કોફી મશીન તેની રોજિંદી કામગીરી રાબેતા મુજબ કરશે જ. આ કોફી વધુ ઉકળી શકે છે અને ફ્લોર પર ઢોળાઈ પણ શકે છે. સૌથી ખરાબ સ્થિતિ ત્યારે સર્જાશે જ્યારે ઘરમાં કોઈ બાળક હશે અથવા કોઈ પેટ હશે, તેઓ આકસ્મિક રીતે ઘાયલ થશે તો? જવાબદાર કોણ? આપણે, સિસ્ટમ કે કંપની?  1950ની ટૂંકી વાર્તા ‘સ્માર્ટ હોમ’ આજે સિદ્ધ થઈ રહી છે. પરમાણુ ઉર્જાના વપરાશ થકી 2026માં સ્માર્ટ હોમનું ચિત્રણ તે સમયે થયું હતું, જેમાં કોઈ પણ માનવ સહાયની જરૂર ન હતી. આ સ્માર્ટ હાઉસમાં ખોરાક જાતે રંધાઈ જશે, ડીશ જાતે જ સાફ થશે. દરેક વસ્તુ પ્રી-પ્રોગ્રામ્ડ થયેલ હશે. ફક્ત એટલું જ કે ઘરમાં એક પણ મન્યુષ્ય ન હોવા છતા આ સ્માર્ટ હોમ તેના રોજિંદા કાર્યો ટેકનિકથી કરતું રહેશે.

  આ પણ વાંચો - મોટેરા ટેસ્ટની 14 ફેબ્રુઆરીથી ટિકિટો મળશે, જાણો કેટલા રૂપિયા છે કિંમત અને ક્યાંથી મળશે

  લગભગ 71 વર્ષ પહેલાં જ્યારે આ વાર્તા પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવી હતી, ત્યારે લોકોને તે અવિનાશી લાગ્યું હતું કે આવી તકનીકી ક્યારેય અસ્તિત્વમાં આવશે જ નહીં, પરંતુ આજે 2021માં આ બધું અને અન્ય બીજું ઘણું બધું ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ઉપલબ્ધ છે.

  સગવડ કે પછી ગેરફાયદા

  આ સ્માર્ટ ઉપકરણોમાં સગવડ મળશે. પરંતુ, ઘણાં સ્વાભાવિક જોખમો છે જે ફાયદાઓને વટાવી શકે છે.

  દાખલા તરીકે સ્માર્ટ દરવાજો લો. એઆઈ અને ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને, પ્રિ-પ્રોગ્રામ કરેલ ડેટાના આધારે દરવાજા આપમેળે મુલાકાતીઓ માટે ખુલી શકે છે. તેથી જો તમારી પાસે પાલતું પ્રાણી હોય કે પછી ઘરમાં કોઇ મેડ હોય તો તો દરવાજો ખોલવા માટે તમારા ઘરે શારીરિક રૂપે હાજર રહેવું ન પડે અને તેના અનેક નુકસાન તો તમે જાણો જ છો. તાજેતરમાં કરવામાં આવેલા વિવિધ અભ્યાસોએ પણ પુષ્ટિ આપી છે કે, એઆઈ-નેતૃત્વવાળી ચહેરાની ઓળખ તકનીક ફૂલપ્રૂફ નથી. 2019ના યુએસ અભ્યાસે પણ દર્શાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આફ્રિકન-અમેરિકન અને એશિયન ચહેરાઓને ઓળખવામાં અનેક પ્રકારની ભૂલો કરે છે.

  અદ્યતન ઉપકરણો ખાસ ઘરની અંદર ખાસ કરીને બાળકો અથવા વરિષ્ઠ નાગરિકો માટે જોખમકારક બની શકે છે. બાળકો વોશિંગ મશીન ચાલુ કરી શકશે અને બાળકો આકસ્મિક રીતે મશીનની અંદર લોક થઈ જાય તેવા દાખલા અસામાન્ય નથી.

  દિવસના ચોક્કસ સમયે ચોક્કસ તાપમાને ભરવા માટે રચાયેલ ગિઝર્સવાળા પૂર્વ-પ્રોગ્રામ કરેલ AI બાથ ટબ્સ સાથે આજ પ્રકારના જોખમ છે. જો કુટુંબમાં કોઈ વૃદ્ધ સભ્ય અથવા બાળક તમારી ગેરહાજરીમાં સિસ્ટમ બંધ કરવામાં અક્ષમ હોય તો શું થઈ શકે છે ?

  આ ઉત્પાદનોની રચના કરતી કંપનીઓ આ જોખમોથી સારી રીતે જાગૃત છે. તેઓ ગ્રાહકોને સાવચેતી રાખવા માટે અનેક વખત ચેતવે છે, મેન્યુઅલ શટઓફના વિકલ્પને ચાલુ જ રાખવા માટે સૂચવવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે જો એઆઈ જીવનને સરળ બનાવવા માટે છે, તો કોઈએ AIને રોકવા કે કંટ્રોલમાં રાખવા દખલ શા માટે કરવી જોઈએ ?

  માત્ર ઉપકરણનો જ નહીં તેમાં સેવ કરેલ તમારો ડેટા પણ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપકરણોમાંથી તમામ ડેટા કોણ એકત્રિત કરી રહ્યું છે અને તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે ,તેનો પણ ભય રહેશે. જો હેકર આ ડેટાની ચોરી કરી એક્સેસ મેળવી લે તો ? સિસ્ટમમાં ફિશિંગ એટેક થઈ જાય તો શું થઈ શકે છે ? કલ્પના બહાર જાય છે ને જવાબ.

  જો દાખલો જોવો હોય તો તાઇવાન જેવા અનેક સ્થળોના ઉદાહરણ આપણી સામે જ છે. ત્યાં સ્માર્ટ રોબોટ્સ અને કનેક્ટેડ ઉપકરણોનો ઉપયોગ વધુને વધુ થાય છે, ત્યાં હેકરો દ્વારા ઉપકરણોને હેક કરીને ગેરફાયદો ઉઠાવવાય છે અને સિસ્ટમની છટકબારીઓનો દુરુપયોગ થવાનું જોખમ પણ સામાન્ય છે. હેક કરેલ ઉપકરણો અને સ્થિતિમાંથી છુટકારો મેળવવા હેકરોએ બિટકોઇન્સ અથવા રોકડ ચુકવણીની માંગ પણ શરૂ કરી દીધી છે. તો આવા હેક્સને ટાળવા માટે તકનીકી એન્ક્રિપ્શન અને ડેટા સુરક્ષા પ્રક્રિયાઓ કેવી રીતે હાથ ધરવામાં આવી રહી છે?

  શું ડેટા સિક્યોરિટી અને સિસ્ટમ સિક્યોરિટી સાથે ‘સ્માર્ટ હોમ’નું સપનું સાકાર થશે?

  અત્યાર સુધી આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો નથી મળી રહ્યાં. કોઈનું ઘર સંપૂર્ણ સ્માર્ટ બનાવવામાં સંભવિત જોખમ તો રહેલું જ છે. માર્કેટ ટ્રેન્ડ ફોલો કરવા અમુક અણસમજુ ગ્રાહકો ગાંડી દોટ મુકીને સ્માર્ટ ઉપકરણો પાછળ દોડશે પરંતુ, તેના સંભવિત જોખમ વિશે નહીં જાણે. તેથી જ આજે અમે તમને આ તમામ બાબતથી અવગત કર્યા અને તકેદારીની આ સ્માર્ટ ડિવાઈસનો ઉપયોગ કરવા સૂચવી રહ્યાં છીએ.

  હા ચોક્કસથી અમુક નવી તકનિક, નવીનતાઓ માનવજાતને મદદરૂપ થઈ રહી છે અને ભવિષ્યમાં થશે. હાલની જ લાઇટ્સ ચાલુ / બંધ કરવા અથવા મોબાઇલ સેન્સરનો ઉપયોગ કરીને પંખા ચાલુ/બંધ કરવા, હવામાનના આધારે એસી તાપમાનમાં ફેરફાર કરતા ઉપકરણો કે પછી રેફ્રિજરેટરની અંદરના કેમેરા ફ્રીજમાં શું-શું પડ્યું છે તે બતાવવા આજકાલના AI ડિવાઈસ મદદરૂપ થઈ રહ્યાં છે પરંતુ, તેના પણ અનેક છુપાયેલા જોખમો તો છે જ.
  Published by:Ashish Goyal
  First published:February 13, 2021, 22:45 pm

  ટૉપ ન્યૂઝ